1. Home
  2. ગુજરાતી
  3. બ્રિટન:ઋષિ સુનક PM બનવાની નજીક,બીજા રાઉન્ડના વોટિંગમાં ફરી ટોચ પર 
બ્રિટન:ઋષિ સુનક PM બનવાની નજીક,બીજા રાઉન્ડના વોટિંગમાં ફરી ટોચ પર 

બ્રિટન:ઋષિ સુનક PM બનવાની નજીક,બીજા રાઉન્ડના વોટિંગમાં ફરી ટોચ પર 

0
Social Share
  • ઋષિ સુનક બ્રિટનના PM બનવાની નજીક
  • બીજા રાઉન્ડના વોટિંગમાં ફરી ટોચ પર
  • બીજા રાઉન્ડના વોટીંગમાં ઋષિ સુનકને 101 વોટ મળ્યા  

દિલ્હી:ભારતીય મૂળના બ્રિટિશ રાજનેતા ઋષિ સુનક બ્રિટનના વડાપ્રધાન બનવાની એક ડગલું નજીક પહોંચી ગયા છે. આજે લંડનમાં કન્ઝર્વેટિવ પાર્ટીના વોટિંગમાં ઋષિ સુનકે ફરી એકવાર સતત બીજી વખત સૌથી વધુ વોટ સાથે ટોચનું સ્થાન મેળવ્યું છે.આ બીજા રાઉન્ડના વોટિંગમાં ઋષિ સુનકને 101 વોટ મળ્યા છે

હવે યુકેના પીએમ પદની રેસમાં 5 ઉમેદવારો બાકી છે. ગુરુવારે, બ્રિટિશ સંસદના 358 સાંસદોએ PM પદ માટે 6 ઉમેદવારોને પોતાનો મત આપ્યો.આ 6 ઉમેદવારોમાં ઋષિ સુનક, પેની મોર્ડન્ટ, લિડ ટ્રોસ, કેમી બેડનોક, ટોમ તુજેન્ટ અને ભારતીય મૂળના સુએલા બ્રેવરમેનનો સમાવેશ થાય છે.આજના પરિણામ બાદ ભારતીય મૂળની સુએલા બ્રેવરમેન રેસમાંથી બહાર થઈ ગઈ છે.બીજા રાઉન્ડના વોટિંગમાં સુએલા બ્રેવરમેનને માત્ર 27 વોટ મળ્યા હતા. ગુરુવારના મતદાનમાં, પેની મોર્ડન્ટને 83, લિઝ ટ્રાસને 64, કેમી બેડેનોકને 49 અને ટોમ તુઝાન્ટને 32 મત મળ્યા હતા.

હવે આ 5 ઉમેદવારોમાંથી વધુ 3 બહાર થશે, ત્યારબાદ મુખ્ય હરીફાઈ 2 ઉમેદવારો વચ્ચે થશે. આ માટે આવતા અઠવાડિયે મતદાન થવાનું છે.હવે બધાની નજર બીજા રાઉન્ડમાં બહાર થનારી સુએલા બ્રેવરમેનને કોણ સમર્થન આપે છે તેના પર છે.

આ પહેલા ઋષિ સુનકને પહેલા રાઉન્ડના વોટિંગમાં 88 વોટ મળ્યા હતા.ત્યારે તે નંબર વન પર હતા. દરમિયાન ઋષિ સુનકે તેમની ઉમેદવારી અંગે જોરદાર પ્રચાર કરી રહ્યા છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code