
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદ માટે બ્રિટનનું સમર્થન
નવી દિલ્હીઃ ભારતને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ આપવા માટે અમેરિકા સહિતના દેશો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે. હવે તુર્કીય અને પોર્ટુગીઝ સહિતના દેશોએ ભારતની કાયમી સભ્યપદને સમર્થન આપ્યું છે. હવે બ્રિટને પણ સમર્થન આપ્યું છે. બ્રીટિશ વિદેશ મંત્રી જેમ્સ ક્લેવલીને સુરક્ષા પરિષદના સુધાર પર જોર આપતાં કહ્યુ કે તેનો વિસ્તાર કરી ભારત, બ્રાઝીલ, જર્મની અને જાપાનને કાયમી સદસ્યાતા આપવી જોઇએ.
બ્રીટનના વિદેશ મંત્રી એ કહ્યું કે આપણી સામે બહુ મોટા વૈશ્વિક પડકારો છે જેને આપણે અવસર અને સકારાત્મક પ્રગતિમાં બદલવા પડશે. તેમણે કહ્યું કે આપણે પરંપરાગત મિત્રો અને સહયોગીઓ પર કામ કરવાની જરૂર છે. આપણે દુનિયાની ઉભરી રહેલી તાકાતોને અવાજ આપવો પડશે. એટલા માટે સુરક્ષા પરિષદમાં ભારત જેવા દેશોને કાયમી સદસ્ય બનાવી જરૂર છે.
સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં અમેરિકા, ચીન અને બ્રિટન સહિતના ગણતરીના દેશો જ કાયમી સદસ્યો છે. હવે ભારતને પણ કાયમી સદસ્યતા આપવા માટેની માંગણી કરવામાં આવી રહી છે. તાજેતરમાં ભારતમાં યોજાયેલી જી20ની સમિટમાં અમેરિકાના પ્રેસિડન્ટ સહિતના મહાનુભાવો ભારતમાં આવ્યા હતા. જેમાં તુર્કીયના વડાપ્રધાન પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ દરમિયાન ભારતને જો સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારતને કાયમી સદસ્યતા મળે તો ખુશી થશે તેમ તુર્કિયના નેતાએ જણાવ્યું હતું. દરમિયાન ભારતનું છેલ્લા કેટલાક વર્ષોમાં કદ વધ્યું છે. અમેરિકા સહિતના દેશો ભારત સાથેના સંબંધોને વધારે મજબુત બનાવવાના પ્રયાસો કરી રહ્યાં છે.