1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં SG હાઈવે, કર્ણાવતી કલબથી એરપોર્ટ સુધીની BRTS બસ સેવા પુનઃ શરૂ કરાશે
અમદાવાદમાં SG હાઈવે, કર્ણાવતી કલબથી એરપોર્ટ સુધીની BRTS બસ સેવા પુનઃ શરૂ કરાશે

અમદાવાદમાં SG હાઈવે, કર્ણાવતી કલબથી એરપોર્ટ સુધીની BRTS બસ સેવા પુનઃ શરૂ કરાશે

0
Social Share

અમદાવાદઃ શહેરના એસજી હાઈવે પરથી એરપોર્ટ સુધાની બીઆરટીએસ બસ સેવા પુઃન શરૂ કરવામાં આવશે. એરપોર્ટ પર શહેરના પ્રવાસીઓને સસ્તા દરે ટ્રાન્સપોર્ટેશન મળી રહે એના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એસજી હાઇવેથી એરપોર્ટ સુધી BRTS શટલ બસ સેવા જે છેલ્લાં ત્રણ વર્ષથી બંધ કરી દેવામાં આવી હતી, એને ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અને એરપોર્ટ ઓથોરિટી વચ્ચે યોજાયેલી બેઠકમાં આ સેવા ફરી ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.  ડોમેસ્ટિક એરપોર્ટ પરથી કેટલાક પેસેન્જરોને હવે ટેક્સી અથવા રિક્ષા ભાડું મોંઘું પડી રહ્યું છે, જેથી તેઓ એરપોર્ટથી સામાન લઈ બહાર સુધી ચાલતા આવે છે, જેથી મુસાફરોને ફરી આ સેવા મળી રહે એના માટે આ સેવા ફરી ચાલુ કરાશે. જોકે આ બસના રૂટમાં થોડો ફેરફાર કરી હવે એને BRTSના રૂટ પર જ ચલાવવામાં આવશે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ,  બીઆરટીએસ બસ સેવા કર્ણાવતી ક્લબથી  ઉપડીને શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ય પર જશે આ બસ ઇસ્કોન સર્કલ, જોધપુર ચાર રસ્તા, શિવરંજની, હિંમતલાલ પાર્ક, IIM, હેલ્મેટ ચાર રસ્તા, શાસ્ત્રીનગર, અખબારનગર, RTO, શાહીબાગ થઇ એરપોર્ટનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે. 15 જેટલી CCTV સર્વેલન્સ અને એનાઉન્સમેન્ટ સાથેની ઇલેક્ટ્રિક એસી બસો આ 19 કિલોમીટરના રૂટ પર દોડાવવામાં આવશે. સવારે 6થી રાતે 11 વાગ્યા સુધીમાં દર 30 મિનિટે બસની ફ્રિકવન્સી રહેશે. એરપોર્ટ પર પિકઅપ પોઇન્ટ પર જ ટિકિટબારી બનાવવામાં આવશે. મુસાફરોએ 50 રૂપિયા ભાડું ચૂકવવાનું રહેશે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, અમદાવાદ શહેરમાં વર્ષ 2017માં એસજી હાઇવે પર કર્ણાવતી ક્લબથી એરપોર્ટ સુધીની આ BRTS બસ સેવા શરૂ કરવામાં આવી હતી. દૈનિક એક લાખની ખોટ કરતી હતી. પશ્ચિમ વિસ્તારમાંથી આ બસના રૂટના અણઘડ આયોજનને કારણે પેસેન્જનરો મળતા નહોતા. એરપોર્ટ ઓથોરિટી અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં ફરી સેવા ચાલુ કરવાનો નિર્ણય લેવાયો છે. દિવાળી પહેલાં મુસાફરોને બસની સુવિધા મળી રહે એવું આયોજન કરવામાં આવ્યું છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code