1. Home
  2. ગુજરાતી
  3. શેરબજારમાં ત્રણ દિવસના ઘટાડા બાદ માર્કેટમાં તેજી, બીએસઈમાં 600થી વધારે પોઈન્ટનો ઉછાળો
શેરબજારમાં ત્રણ દિવસના ઘટાડા બાદ માર્કેટમાં તેજી, બીએસઈમાં 600થી વધારે પોઈન્ટનો ઉછાળો

શેરબજારમાં ત્રણ દિવસના ઘટાડા બાદ માર્કેટમાં તેજી, બીએસઈમાં 600થી વધારે પોઈન્ટનો ઉછાળો

0
Social Share

ભારતીય શેર બજારમાં ત્રણ સત્રના ઘટાડા બાદ આજે જોરદાર બાઉન્સ બેસ જોવા મળ્યો હતો. સેંસેક્સ 596 પોઈન્ટના ઉછાળા સાથે 71786ના સ્તર ઉપર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી 152 પોઈન્ટના વધારા સાથે 21615ના લેવલે ખુલ્યો હતો. એનએસઈ ઉપર 60 સ્ટોક્સમાં અપર સર્કિટ લાગી હતી, જ્યારે 12માં લોઅર સર્કિટ હતી. આજે 84 સ્ટોક 52 સપ્તાહના હાઈ ઉપર પહોંચ્યાં હતા. મોસ્ટ એક્ટિવ સ્ટોક્સમાં એચડીએફસી બેંક, ટાઈટન, ઈન્ડસઈન્ડ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને ટીસીએસનો સમાવેશ થાય છે.

પ્રારંભીક કારોબારમાં સેંસેક્સમાં ઈન્ડસંડ બેંકને છોડીને તમામ સ્ટોક્સ લીલા નિશાન પર હતા. વિપ્રો અને ટેક મહિન્દ્રામાં 2 ટકાની તેજી જોવા મળી હતી. એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસિસ, બજાજ ફાઈનેંસ, એચસીએલ ટેક, બજાજ ફિનસર્વે એક ટકા વધારા સાથે ટ્રેન્ડ કરતા હતા. આજે ત્રિમાસીક પરિણામો પહેલા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, અસ્ટ્રાટેક સિમેન્ટ, આરબીએલ બેંક, હિન્દુસ્તાન ઝીંક, અતુલ, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, સીઈએસસી, ક્રેડિટએક્સેસ ગ્રામીણ, હેટસન એગ્રો પ્રોડક્ટ, સનટેક રિયલ્ટી, તેજન નેટવર્ક અને વેબસોલ એનર્જી સિસ્ટમ ઉપર તમામ રોકાણકારોની નજર મંડાયેલી છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code