![બજેટ સત્રઃ સંસદમાં આર્થિક સર્વે 2022-23 રજૂ કરાયો, આર્થિક વૃદ્ધિ દર 6.5 ટકા રહેવાનો અનુમાન](https://www.revoi.in/wp-content/uploads/2023/01/nirmala-sitaraman-revoiindia.png)
બજેટ સત્રઃ સંસદમાં આર્થિક સર્વે 2022-23 રજૂ કરાયો, આર્થિક વૃદ્ધિ દર 6.5 ટકા રહેવાનો અનુમાન
નવી દિલ્હીઃ સંસદમાં આજથી બજેટ સત્રનો પ્રારંભ થયો હતો અને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂજીએ રાજ્યસભા અને લોકસભાને સંબોધન કર્યું હતું. દરમિયાન સંસદમાં આર્થિક સર્વે 2022-23 રજૂ કરવામાં આવ્યો હતો. આર્થિક સર્વે દેશની અર્થવ્યવસ્થાની હાલની પરિસ્થિતિ દર્શાવે છે આવનારા વર્ષોમાં અર્થવ્યવસ્થા કેવી રીતે ગ્રોથ કરશે, તેનું અનુમાન દર્શાવવામાં આવે છે. રાષ્ટ્રપતિજીએ અભિભાષણ બાદ સંસદના મંચ ઉપર આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો છે. જેમાં આગામી નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન આર્થિક વૃદ્ધિ દર 6.5 ટકા રહેવાનો અનુમાન છે. તેમજ ભારત દુનિયાની સૌથી ઝડપી આગળ વધતી અર્થવ્યવસ્થા બની રહેશે.
આર્થિક સર્વે અનુસાર, અર્થવ્યવસ્થા 2023-24માં 6.5 ટકાના દરથી વધારો થશે. જ્યારે ચાલુ નાણાકીય વર્ષમાં તે 7 ટકા રહી છે. જેમાં ગત નાણાકીય વર્ષ 2021-22માં વૃદ્ધિ દર 8.7 ટકા રહ્યો હતો. ભારત દુનિયાની સૌથી ઝડપી આગળ વધતી અર્થવ્યવસ્થા બનશે. પરચેજીંગ પાવર પૈરિટી અનુસાર ભારત દુનિયાની ત્રીજી અને વિનિમય દર અનુસાર દુનિયામાં સૌથી મોટી પાંચમી અર્થવ્યવસ્થા છે. ચાલુ નાણાંકીય વર્ષ માટે 6.8 ટકાની મુદ્રાશ્ફિતી એટલી વધારે નથી કે, અંગત ખપત ઓછી કરી શકે અથવા તેમાં ઓછી નથી કે, રોકાણમાં ઘટ આવે. અર્થવ્યવસ્થાએ કોરોના મહામારીમાં જે ગુમાવ્યું છે તે લગભગ મેળવી લીધી છે. કોરોના મહામારીને પગતે અર્થવ્યવસ્થાની ગતિ મંદ પડી હતી પરંતુ હાલ ગતિ ફરીથી પ્રાપ્ત કરી છે. કોરોના મહામારી પછી દેશના પુનઃરુદ્ધાર તેજ છે, વૃદ્ધિમાં ઘરેલુ માંગને સમર્થન, મૂડીરોકાણ વધ્યું છે. ભારત પાસે પુરતી માત્રામાં વિદેશી મુદ્રા ભંડાર છે જે ચાલુ ખાતાના નુકશાન અને ફોરેક્સ માર્કેટમાં હસ્તક્ષેપ કરવા યોગ્ય છે. ભારતે અસાધારણ પડકારોને સારો રીતે સામનો કર્યો છે.
આર્થિક સમીક્ષામાં જણાવવામાં આવ્યું છે કે, પીએમ કિસાન અને પીએમ ગરિબ કલ્યાણ યોજનાને દેશમાં દરિદ્રતાને ઓછી કરવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. દેશની આર્થિક વૃદ્ધિમાં દેવાનું વિતરણ, રોકાણની સાઈકલ, સાર્વજનિક ડિજીટલ પ્લેટફોર્મ પ્રમાણે પીએલઆઈ સ્કીમ, નેશનલ લોજિસ્ટીક પોલીસી અને પીએમ ગતિ શક્રિત કાર્યક્રમનું યોગદાન રહ્યું છે.