
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં તેજીનો ટ્રેન્ડઃ કિંમત પ્રતિ બેરલ 84 ડોલર નજીક પહોંચી
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 84 ડોલર અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડ પ્રતિ બેરલ 78 ડોલરની નજીક પહોંચી ગઈ છે. જોકે, ઓઈલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ શનિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા, ડીઝલ 89.62 રૂપિયા, મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા, ડીઝલ 94.27 રૂપિયા, કોલકતામાં પેટ્રોલ 106.03 રૂપિયા, ડીઝલ 92.76 રૂપિયા, ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઉપલબ્ધ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્તાહના અંતિમ દિવસે બ્રેન્ટ ક્રૂડ 1.12 ડોલર એટલેકે 1.36 % ના વધારા સાથે પ્રતિ બેરલ 83.55 ડોલર રહ્યું. તે જ સમયે, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબ્લ્યુટીઆઈ) ક્રૂડ 0.65 ડોલર એટલેકે 0.84 ટકાના વધારા સાથે પ્રતિ બેરલ 78.01 ડોલર પર સ્થિર છે.