1. Home
  2. ગુજરાતી
  3. ભારતના શેર બજારમાં આગામી 50 વર્ષ સુધી તેજી જોવા મળશે, દિગ્ગજ અમેરિકન રોકાણકારનો દાવો
ભારતના શેર બજારમાં આગામી 50 વર્ષ સુધી તેજી જોવા મળશે, દિગ્ગજ અમેરિકન રોકાણકારનો દાવો

ભારતના શેર બજારમાં આગામી 50 વર્ષ સુધી તેજી જોવા મળશે, દિગ્ગજ અમેરિકન રોકાણકારનો દાવો

0
Social Share
  • ભારતીય શેરબજારને લઇને દિગ્ગજ અમેરિકન રોકાણકારનો દાવો
  • ભારતના શેરબજારમાં આગામી 50 વર્ષ સુધી તેજી જોવા મળશે
  • ભારત સરકારની નીતિથી ભારત વધુ મજબૂત બની રહ્યું છે

નવી દિલ્હી: ભારતીય શેરબજાર જે રીતે દિવસે દિવસે ઊંચાઇ પર જઇ રહ્યું છે ત્યારે વૈશ્વિક સ્તરે ભારતીય શેરબજારે સૌને ધ્યાન ખેંચ્યું છે. ભારતીય શેરબજારને લઇને દિગ્ગજ અમેરિકન રોકાણકાર માર્ક મોબિયસે દાવો કર્યો છે. તેણે દાવો કર્યો છે કે ભારતીય શેરબજારમાં બીજા 50 વર્ષ સુધી તેજી જોવા મળશે.

આ દિગ્ગજ રોકાણકારોએ રોકાણની યોજના એવી રીતે કરી છે કે તેણે પોતાના ઉભરતા દેશો માટેના ફંડમાંથી 50 ટકા રકમ તો ભારત અને તાઇવાનના શેર માર્કેટમાં રોક્યા છે. તેમનું એવું માનવું છે કે, ચીનનું બજાર હવે ડાઉન થઇ રહ્યું છે એટલે ભારત જેવા દેશોમાં રોકાણ કરવું જોઇએ.

માર્કે ચીનના શેર બજારમાં જોવા મળેલા કડાકા બાદ ભારત અને તાઈવાનના સ્ટોક માર્કેટને પંસદ કર્યુ છે.એક મીડિયા ઈન્ટરવ્યૂમાં માર્કે કહ્યુ હતુ કે, 50 વર્ષ સુધી ભારતના શેર બજારમાં તેજી જોવા મળશે.જોકે વચ્ચે-વચ્ચે મંદીનો દોર કેટલાક સમય માટે દેખાશે.

ભારત સરકારની નીતિની સરાહના કરતા તેમણે કહ્યું કે, આજે ભારતના મોટા ભાગના રાજ્યોમાં એક સરખા નિયમો અને કાયદો બનાવવાની ભારત સરકારની નીતિના કારણે દેશને લાંબા ગાળે ખૂબ જ ઉપયોગી થશે.

જો કે, બીજી તરફ માર્ક મોબિયસની માન્યતાથી વિપરીત મોર્ગન સ્ટેનલી અને નોમુરા હોલ્ડિંગે ભારતના શેર બજારનુ રેટિંગ ઘટાડ્યુ છે.

માર્ક મોબિયસ મોબિયસ કેપિટલ પાર્ટનર્સના સંસ્થાપક છે. તેમનુ કહેવુ છે કે, ચીનના કારણે વૈશ્વિક સ્તરે બીજા બજારો પર અસર થઈ રહી છે પણ ભારત જેવા દેશો પણ જ્યાંના માર્કેટ ઉપર જઈ રહ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code