1. Home
  2. ગુજરાતી
  3. હવે શેરડી ઉત્પાદકોને તેમના પાકના ઉંચા ભાવ મળશે
હવે શેરડી ઉત્પાદકોને તેમના પાકના ઉંચા ભાવ મળશે

હવે શેરડી ઉત્પાદકોને તેમના પાકના ઉંચા ભાવ મળશે

0
Social Share
  • સરકારે નાણાંકીય વર્ષ 2020-21 માટે શેરડીની FRP 10 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરી
  • હવે શેરડી ઉત્પાદક ખેડૂતોને તેની શેરડીના ઉંચા ભાવ મળશે
  • કેન્દ્રીય મંત્રીમંડળની આજે યોજાયેલી બેઠકમાં લેવાયો નિર્ણય

પીએમ મોદીની અધ્યક્ષતા હેઠળ આજે યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં શેરડી ઉત્પાદકોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે નાણાંકીય વર્ષ 2020-21ની માટે શેરડીની FRP (ફેર અને રિમ્યુનરટિવ પ્રાઇસ) એટલે કે વાજબી અને લાભકારક ભાવ 10 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ દીઠ વધારવાની મંજૂરી આપી દીધી છે. સરકારના આ નિર્ણયથી શેરડી ઉત્પાદક ખેડૂતો તેમના પાકના ઉંચા ભાવ મેળવી શકશે.

આપને જણાવી દઇએ કે FRP એ એવો ભાવ હોય છે જેના આધારે સુગર મિલો શેરડીની ખરીદી કરે છે. દેશમાં નવી ખાંડ સીઝન ઑક્ટોબરથી સપ્ટેમ્બર ગણાય છે.

હવે ખેડૂતોને શેરડીના ઉંચા ભાવ મળશે

ગત વર્ષે ખરીદ ભાવમાં વધારો ન કરાતા શેરડી ઉત્પાદક ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી. પરંતુ ચાલું વર્ષે મોદી સરકારના આ નિર્ણય બાદ ખેડૂતોને તેમની શેરડીના પાકનો 285 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ મળશે. મહત્વનું છે કે, એફઆરપી ઉપરાંત રાજ્ય સરકાર પણ પોતાના ખેડૂતો માટે શેરડીના ભાવ નિર્ધારિત કરે છે. જેને સ્ટેટ એડવાઇઝ્ડ પ્રાઇસ કહેવાય છે.

નોંધનીય છે કે, સરકારના આ નિર્ણયથી ખેડૂતોને શેરડીના ચોક્કસપણે વધુ ભાવ મળશે પરંતુ સામે પક્ષે વિચારીએ તો સુગર મિલોને તેનાથી ફટકો પડશે. હાલમાં સુગર મિલો પર ખેડૂતોનું અંદાજે 20 હજાર કરોડ રૂપિયાના લેણા બાકી છે. આ કારણોસર સુગરમિલોનો ખર્ચ વધશે પરંતુ સામે આવકમાં ઘટાડો થશે. તેથી સુગરમિલોને નુકસાન થાય તેવી ભીતિ છે.

(સંકેત)

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code