ગુજરાતી

ભાગેડૂ માલ્યા પાસેથી હજુ 11,000 કરોડની વસૂલાત બાકી

  • SBIના વડપણ હેઠળ બનેલા બેન્ક કોન્સોર્ટિઅમે સુપ્રીમને આપી મહત્વની માહિતી
  • કોન્સોર્ટિઅમે માહિતી આપી કે ભાગેડૂ વિજય માલ્યા પાસેથી હજુ 11,000 કરોડની વસૂલાત બાકી
  • તેની પાસેથી અત્યારસુધી માત્ર 3600 કરોડ રૂપિયાની જ વસૂલાત થઇ છે

નવી દિલ્હી: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના વડપણ હેઠળના બેન્ક કોન્સોર્ટિઅમ દ્વારા સુપ્રીમ કોર્ટે એક મહત્વની માહિતી આપવામાં આવી છે. કોન્સોર્ટિઅમ દ્વારા માહિતી આપવામાં આવી છે કે ભાગેડૂ ડિફોલ્ટર વિજય માલ્યા પાસેથી 3600 કરોડ રૂપિયાની વસૂલાત થઇ ચૂકી છે પરંતુ હજુ તેની પાસેથી 11,000 કરોડ લેવાના બાકી નીકળે છે.

આપને જણાવી દઇએ કે સુપ્રીમ કોર્ટે માલ્યાની યુનાઇટેડ બ્રુઅરીઝ હોલ્ડિંગ્ઝ લિમિટેડ દ્વારા કરાયેલી કર્ણાટક હાઇકોર્ટના ચુકાદાને પડકારતી એક અરજી ફગાવી દીધી હતી. કર્ણાટક હાઇકોર્ટે કિંગફિશર એરલાઇન્સ લિમિટેડનાં બાકી નાણાંની વસૂલાત માટે યુનાઇટેડ બ્રુઅરીઝને સમેટવાના આદેશને બહાલી આપી હતી. તેની સામે યુનાઇટેડ બ્રુઅરીઝે સુપ્રીમમાં અરજી કરી હતી.

 

અગાઉ બેંકો વતી વકીલ મુકુલ રોહતગીએ રજૂઆત કરી હતી કે આર્થિક વિભાગની પાંખ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કંપનીની સંપત્તિને ટાંચમાં લેવી જોઇએ નહીં કારણ કે આ સંપત્તિ પર બેંકોનો બોજો છે અને તેથી બેંકોને તેના પર પહેલો અધિકાર બને છે.

(સંકેત)

Related posts
TRAVELગુજરાતી

સિક્કિમ સરકારનો નિર્ણય- વિદેશી પર્યટકો માટે રામમ સીમા ચેકપોસ્ટ ખોલવામાં આવશે

સિક્કિમ સરકારે ગ્રામીણ, ધાર્મિક અને સાહસિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે જે અંતર્ગત મ1લી માંર્ચથી વિદેશી પ્રવાસીઓ માટે…
Nationalગુજરાતી

નવી દિલ્હી-મેરઠ રેપિડ રેલ પ્રોજેક્ટ: ફ્રાન્સની કંપનીને સોંપાઇ કામગીરી

નવી દિલ્હી-મેરઠ વચ્ચેના 82 કિલોમીટરના વિસ્તારને રેપિડ રેલથી જોડાશે આ યોજના માટે નેશનલ કેપિટલ રિજ્યોનલ કોર્પો.એ ફ્રાન્સની કંપની સાથે કર્યો કરાર આ…
Important Storiesગુજરાતી

આપણા રાષ્ટ્રરત્નો: જય હિંદ ના જન્મદાતા - સુભાષચંદ્ર બોઝ

– પ્રો. યજ્ઞાંગ રસજ્ઞ પંડ્યા “ હું તમારો “નેતાજી”  થયો છું, પરંતુ તમને આપવાને મારી પાસે કેવળ ભૂખ થાક અને મૃત્યુ સિવાય…

Leave a Reply