
પરિવહન સેવામાં વૃદ્વિ: ઑગસ્ટના પ્રથમ સપત્હામાં હવાઇ મુસાફરોની સંખ્યા 36 ટકા વધી
- કોરોના હળવો થતા પરિવહન સેવામાં તેજી
- ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં હવાઇ મુસાફરોની સંખ્યામાં 36 ટકાનો વધારો થયો
- આર્થિક પ્રવૃત્તિઓમાં સુધારો અને ઓછા ભાડાને કારણે મુસાફરોનો ઘસારો વધ્યો
નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે અનલોક બાદ હવે પરિવહન સેવાઓ ફરીથી પૂર્વવત થતા મુસાફરોની સંખ્યામાં પણ વધારો થયો છે. જુલાઇના અંતિમ સપ્તાહની તુલનાએ ઑગસ્ટના પ્રથમ સપ્તાહમાં હવાઇ યાત્રીઓની સંખ્યા વધીને 36 ટકા થઇ ગઇ છે. આર્થિક પ્રવૃત્તિઓમાં સુધારો તેમજ ઓછા ભાડાને કારણે આ વૃદ્વિ જોવા મળી છે. ઘણી એરલાઇન્સ ઓછા ભાવે એડવાન્સ ટિકિટ બૂક કરવાની સુવિધા પ્રદાન કરી રહી છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઘટાડા બાદ દુબઇમાં યાત્રીઓ અને ફ્લાઇટની સંખ્યા વધી છે.
જો કે બીજી તરફ વિદેશ જવા માટે એરલાઇન્સ મુસાફરો પાસેથી તોતિંગ ભાડાની વસૂલાત કરી રહી છે. કોરોના વચ્ચે અનેક દેશોમાં સ્થિતિ સુધતા હવે ઘણા દેશો ધીમે ધીમે પ્રવાસ પ્રતિબંધો હળવા કરી રહ્યા છે. જો કે આ દેશોમાં જવા માટે હવાઇ સેવા મર્યાદિત અને ભાડા ઊંચા છે. હાલ ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જઇ રહ્યા છે તેવા સંજોગોમાં ઊંચા બજેટને કારણે ખોરવાઇ ગયું છે.
યુરોપ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને કેનેડા જેવા દેશોની કોલેજોમાં એડમિશન લેવાનું વિધાર્થીઓનું સ્વપ્ન હોય છે. આ વર્ષે પણ ઘણા લોકો વિદેશ અભ્યાસ અર્થે જઈ રહ્યા છે. હવે વિદ્યાર્થીઓએ વિદેશ જવા માટે વધુ ખર્ચ કરવો પડી રહ્યો છે.