
- બેંકના કામકાજના પ્લાનિંગ પહેલા વાંચી લેજો રજાઓની આ યાદી
- આગામી 6 દિવસમાં સતત 5 દિવસ બેંકો બંધ રહેશે
- RBI તરફથી બેંકની રજાઓની યાદી જાહેર કરાય છે
નવી દિલ્હી: જો તમે પણ બેંકને લગતા કામકાજ અંગે પ્લાનિંગ કરી રહ્યા હોય તો પહેલા આ ન્યૂઝ ચોક્કસપણે વાંચી જજો. આપને જણાવી દઇએ કે આગામી 6 દિવસમાં સતત 5 દિવસ બેંકો બંધ રહેશે. 13 એપ્રિલથી લઇને 18 એપ્રિલ સુધી બેંકોમાં રજા રહેશે. આમ તો આ રજા રાજ્ય તેમજ સ્થાનના આધાર પર છે. RBI તરફથી બેંકની રજાઓની યાદી જાહેર કરવામાં આવે છે.
બેંકે કામકાજ માટે જતા પહેલા આ યાદીમાં ચેક કરી લો કે એપ્રિલ મહિનામાં બેંક કેમ અને ક્યા ક્યા દિવસે બંધ રહેશે, જેથી તમે પહેલાથી જ પ્લાન કરી શકો. તમામ રાજ્યોમાં 15 દિવસ રજા રહેશે નહીં કારણ કે કેટલાક તહેવારો કે ઉત્સવ સમગ્ર દેશમાં એક સાથે નથી ઉજવવામાં આવતા.
ચેક કરો બેંક હોલિડે લિસ્ટ
>> 13 એપ્રિલ- મંગળવાર- ઉગાડી ફેસ્ટિવલ, તેલગુ ન્યૂ યર, બોહાગ બિહૂ, ગુડી પડવા, વૈશાખી, સજિબુ નોંગામપાંબા (ચૈરોબા), નવરાત્રિનો પહેલો દિવસ (બેલાપુર, બેંગલુરુ, ચેન્નઈ, હૈદરાબાદ, ઇન્ફાલ, જમ્મુ, મુંબઈ, નાગપુર, શ્રીનગરમાં રજા)
>> 14 એપ્રિલ- બુધવાર- ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતી/તમિલનાડુ વાર્ષિક દિવસ/વિશૂ/બિજૂ ફેસ્ટિવલ/ચેઇરાઓબા/બોહાગ બિહૂ (આઇજોલ, ભોપાલ, ચંદીગઢ, નવી દિલ્હી, રાયપુર, શિલોંગ અને શિમલામાં બેંકો ખુલ્લી રહેશે)
>> 15 એપ્રિલ- ગુરુવાર- હિમાચલ દિવસ, બોહાગ બિહૂ, બંગાળી ન્યૂ યર, સરહુલ (અગરતલા, ગુવાહાટી, કોલકાતા, રાંચી, શિમલામાં રજા)
>> 16 એપ્રિલ- શુક્રવાર- બોહાગ બિહૂ (ગુવાહાટીમાં બેંક બંધ)
>> 18 એપ્રિલ- રવિવાર- (સાપ્તાહિક રજા)
>> 21 એપ્રિલ- બુધવાર- રામ નવમી, ગડિયા પૂજા (અગરતલા, અમદાવાદ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, દેહરાદૂન, ગંગટોક, હૈદરાબાદ, જયપુર, કાનપુર, લખનઉ, મુંબઈ, નાગપુર, પટના, રાંચી અને શિમલામાં બેંક હોલિડે)
>> 24 એપ્રિલ- ચોથો શનિવાર, બેંકો બંધ રહેશે
>> 25 એપ્રિલ- રવિવાર – મહાવીર જયંતી
નોંધનીય છે કે તેલુગુ નવું વર્ષ, બિહૂ, ગુડી પડવા, વૈશાખી, બિજૂ ફેસ્ટિવલ અને ઉગાડી પર 13 એપ્રિલે બેંકોમાં રજા રહેશે. તેના બીજા જ દિવસે 14 એપ્રિલે ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતીની રજા છે. બાદમાં 15 એપ્રિલે હિમાચલ દિવસ, વિશુ, બંગાળી નવું વર્ષ, સરહુલની કેટલાક રાજ્યોમાં રજા રહેશે. ત્યારબાદ 21 એપ્રિલે રામનવમી અને 25 એપ્રિલે મહાવીર જયંતીની રજા રહેશે. સાથોસાથ 24 એપ્રિલે ચોથા શનિવારની રજા રહેશે.
(સંકેત)