1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાનો કહેર ઘટતા બિઝનેસ એક્ટિવિટી સર્વોચ્ચ સ્તરે
કોરોનાનો કહેર ઘટતા બિઝનેસ એક્ટિવિટી સર્વોચ્ચ સ્તરે

કોરોનાનો કહેર ઘટતા બિઝનેસ એક્ટિવિટી સર્વોચ્ચ સ્તરે

0
Social Share
  • કોરોના મહામારીનો કહેર ઘટતા બિઝનેસ એક્ટિવિટી વધી
  • બિઝનેસ એક્ટિવિટી 114 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીએ
  • તે અગાઉના સપ્તાહના 110.3ના સ્તરથી વધ્યો હતો

નવી દિલ્હી: કોરોના મહામારીનો કહેર ઓછો થયા બાદ હવે વ્યાવસાયિક પ્રવૃત્તિઓ ફરીથી ધમધમી રહી છે. ખાસ કરીને કાર્યસ્થળે પણ કર્મચારીઓની સંખ્યામાં થયેલી વૃદ્વિને પરિણામ સ્વરૂપે એકંદરે વ્યવસાયિક પ્રવૃત્તિ એટલે કે બિઝનેસ એક્ટિવિટી સૌથી ઉંચા સ્તરે 114 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીએ પહોંચી છે.

આપને જણાવી દઇએ કે નોમુરા ઇન્ડિયા બિઝનેસ રિઝમ્પશન ઇન્ડેક્સ, જે માર્ચ 2020માં લોકડાઉનની ઘોષણા પૂર્વેના છેલ્લા સપ્તાહ સાથે કોઇ ચોક્કસ સપ્તાહની પ્રવૃત્તિઓની તુલના કરે છે. તે અગાઉના સપ્તાહના 110.3ના સ્તરથી વધ્યો હતો. આ સપ્તાહે તે 114ના સ્તરે પહોંચ્યો છે.

ગુગલ વર્કપ્લેસ મોબિલિટીમાં 18.1 પીપીનો તીવ્ર વધારો થયો હતો, જ્યારે રિટેલ અને મનોરંજનમાં 3.3 પીપીનો ઘટાડો અને એપલ ડ્રાઇવિંગ ઇન્ડેક્સમાં 3.6 પીપીની વૃદ્ધિ થઇ છે એવુ જાપાનીઝ બ્રોકરેજએ જણાવ્યું હતું.

બીજી તરપ શ્રમ ભાગીદારીના આંકડા પર નજર કરીએ તો, તે દર 39.8 ટકાના સ્તરે સુસ્ત હતો. જ્યારે વીજ માંગમાં અગાઉના સપ્તાહમાં 5.5 ટકાના વધારા પછી ગત સપ્તાહમાં 0.2 ટકાનો વધારો થયો. બ્રોકરેજ ફર્મે નાણાંકીય વર્ષ 2021-22 દરમિયાન ભારતમાં જીડીપી વૃદ્વિનો અંદાજ જાળવી રાખ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code