– વર્ષ 2021 સરકારી કર્મચારીઓ માટે લાભદાયી સાબિત થયું
– હવે સરકાર કર્મચારીઓના HRAમાં વધારો કરે તેવી શક્યતા
– તેનાથી સરકારી કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે
નવી દિલ્હી: વર્ષ 2021 ખાસ કરીને સરકારી કર્મચારીઓ માટે લાભદાયી સાબિત થયું છે. પહેલા ડીએમાં 11 ટકાના વધારા બાદ, કર્મચારીઓને દિવાળી બોનસની સાથે સાથે ડીએ અને ટીએમાં પીએમાં પણ વધારો આપવામાં આવ્યો હતો. હવે સરકાર આ કર્મચારીઓને વધુ એક ભથ્થું આપવાનું વિચારી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર હાઉસ રેન્ટ એલાઉન્સમાં વધારો કરવામાં આવી શકે છે. નાણાં મંત્રાલયે 11.56 લાખથી વધુ કર્મચારીઓને HRA આપવાની બાબત પર મંથન શરૂ કર્યું છે. રેલ્વે બોર્ડને આ પ્રસ્તાવ મોકલાયો છે.
જો એક વાર આ પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ તો HRA મળતા જ આ કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે. ઇન્ડિયન રેલવે ટેક્નિકલ સુપરવાઈઝર્સ એસોસિએશન (IRTSA) અને નેશનલ ફેડરેશન ઓફ રેલવેમેન (NFIR) એ સરકાર પાસે 1 જાન્યુઆરી 2021 થી HRA લાગુ કરવાની માંગ કરી છે.
મહત્વનું છે કે, હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) ની કેટેગરી X, Y અને Z ક્લાસ શહેરોના હિસાબથી વિભાજિત કરવામાં આવી છે. એટલે કે એક્સ કેટેગરીમાં આવતા કર્મચારીઓને હવે પ્રતિ માસ 5400 રૂપિયાથી વધુ HRA મળશે. આ પછી, Y વર્ગના વ્યક્તિને દર મહિને 3600 રૂપિયા અને પછી Z વર્ગના વ્યક્તિને દર મહિને 1800 રૂપિયા મળશે.