1. Home
  2. ગુજરાતી
  3. અર્થતંત્રમાં રિકવરી: કંપનીઓનો બિઝનેસ કોન્ફિડેન્સ ઇન્ડેક્સ 41.1 ટકા વધ્યો
અર્થતંત્રમાં રિકવરી: કંપનીઓનો બિઝનેસ કોન્ફિડેન્સ ઇન્ડેક્સ 41.1 ટકા વધ્યો

અર્થતંત્રમાં રિકવરી: કંપનીઓનો બિઝનેસ કોન્ફિડેન્સ ઇન્ડેક્સ 41.1 ટકા વધ્યો

0
  • દેશમાં અનલોક બાદ આર્થિક પ્રવૃત્તિઓમાં સુધારાના સંકેત
  • કંપનીઓના આત્મવિશ્વાસ સંબંધી NCAER સૂચકાંકમાં જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 41.1%ની વૃદ્વિ
  • બીજા ક્વાર્ટરમાં સૂચકાંક વધીને 65.5 આંક પર પહોંચી ગયો છે

નવી દિલ્હી: દેશમાં અનલોક બાદ આર્થિક પ્રવૃત્તિઓમાં સુધારાના સંકેતો મળી રહ્યા છે. આર્થિક રિકવરીમાં સુધારાનો સંકેત દર્શાવતા કંપનીઓના આત્મવિશ્વાસ સંબંધી NCAER સૂચકાંકમાં (BCI) જુલાઇ-સપ્ટેમ્બર 2020ના ક્વાર્ટરમાં 41.1 ટકાનો વધારો નોંધાયો છે. વ્યવહારિક અર્થશાસ્ત્ર પર અધ્યન અને શોધ કરતા દિલ્હી સ્થિત સંસ્થા NCAERના બિઝનેસ કોન્ફિડેન્ડ ઇન્ડેક્સમાં બીજા ક્વાર્ટર દરમિયાન આ વૃદ્વિ તે રીતે ઘણી ઉલ્લેખનીય છે કે વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન જીડીપીમાં 23.9 ટકાનો ઘટાડો નોંધાયો છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, નેશનલ કાઉન્સિલ ઑફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચની નોંધ અનુસાર સતત બે ક્વાર્ટરમાં ઘટાડા બાદ આ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં સૂચકાંક વધીને 65.5 આંક પર પહોંચી ગયો છે. જે ગત ક્વાર્ટરની સરખામણીએ 41.1 ટકા ઊંચો છે. પ્રથમ ક્વાર્ટરમાં તે અત્યાર સુધીના સૌથી નીચલા સ્તર 46.4 પર પહોંચી ગયો હતો.

જો કે વર્ષ દર વર્ષના આધાર પર જોઇએ તો BCI બીજા ક્વાર્ટરમાં એક વર્ષ અગાઉની સરખામણીએ 36.5 નીચે રહ્યો હતો. તે વર્ષ 2019-20ના ચોથા ક્વાર્ટર કરતા પણ નીચો છે. નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ અનુસાર NCAER બીઇએસ સર્વેનો 114મો તબક્કો દર્શાવે છે કે કારોબાર જગતના આત્મવિશ્વાસમાં સુધારો આવી રહ્યો હોય અને આ પ્રથમ ક્વાર્ટરના લઘુતમ સ્તરથી ઉપર આવી રહ્યા હોય તેમ છત્તાં તે નબળું છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT