
- ઉદય કોટક હજુ કોટક બેંકના મેનેજીંગ ડાયરેક્ટર અને સીઇઓ પર પર યથાવત્
- RBIએ ઉદય કોટકને ફરી એકવાર કોટક બેંકના મેનેજીંગ ડાયરેક્ટર અને સીઇઓ પદ પર નિયુક્તિની મંજૂરી આપી
- આ બાદ ઉદય કોટક આગામી 3 વર્ષ સુધી આ પદો પર રહેશે
નવી દિલ્હી: ઉદય કોટક હજુ કોટક બેંકના મેનેજીંગ ડાયરેક્ટર અને સીઇઓ પર પર યથાવત્ રહેશે. RBIએ ઉદય કોટકને ફરી એક વાર કોટક બેંકના મેનેજીંગ ડાયરેક્ટર અને સીઇઓ પદ પર નિયુક્તિની મંજૂરી આપી છે. આ બાદ ઉદય કોટક આગામી 3 વર્ષ સુધી આ પદો પર રહેશે. આપને જણાવી દઇએ કે ઉદય કોટક છેલ્લાં 17 વર્ષથી કોટક મહિન્દ્રા બેંકના MD અને સીઇઓ પદ પર કાર્યરત છે.
આ વર્ષે જૂન મહિનામાં આરબીઆઇએ કોમર્શિયલ બેંકોના ગર્વનન્સ સંબંધિત એક ડિસ્કશન પેપર જારી કર્યું હતું. કોર્પોરેટ ગર્વનન્સ પર ડિસ્કશન પેપર અનુસાર ભારતીય રિઝર્વ બેંકે બેંકોના સીઇઓ અને ઓલટાઇમ ડાયરેક્ટરના કાર્યકાળને હવે 10 વર્ષ સુધી જ સીમિત કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ બાદ ઘણા બ્રોકરેજ હાઉસોએ અનુમાન વ્યક્ત કર્યું હતું કે કોટક મહિન્દ્રા બેંકની લીડરશીપમાં ફેરફાર થશે.
આ ઉપરાંત RBIએ ઉદય કોટકની સાથોસાથ અન્ય બે અધિકારીઓની ફરી નિમણુંકને પણ મંજૂરી આપી દીધી છે. તેમાં પ્રકાશ આપ્ટે પાર્ટ ટાઇમ ચેરમેન અને દિપક ગુપ્તા જોઇન્ટ મેનેજીંગ ડાયરેક્ટર પદ પર આગામી ત્રણ વર્ષ સુધી રહેશે. આ સમયગાળો જાન્યુઆરી 2021થી શરૂ થશે. આ નિમણુંકો પર આ વર્ષે 2 બેઠકો યોજાઇ ગઇ હતી.
(સંકેત)