1. Home
  2. ગુજરાતી
  3. સારા બજેટની આશાએ માર્કેટમાં ફરી રોનક, સેન્સેક્સમાં 700 પોઇન્ટનો ઉછાળો

સારા બજેટની આશાએ માર્કેટમાં ફરી રોનક, સેન્સેક્સમાં 700 પોઇન્ટનો ઉછાળો

0
Social Share
  • બજેટ સત્રના પ્રથમ દિવસે સેન્સેક્સમાં રોનક
  • સેન્સેક્સમાં 700 પોઇન્ટનો ઉછાળો
  • નિફ્ટીમાં પણ વધારો

મુંબઇ: આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસથી સંસદનું બજેટ સત્ર શરૂ થઇ રહ્યું છે, જેને લઇને બજાર મોટી આશા સેવી રહ્યું છે. જો બજેટ સારુ રહેશે તો આ કારોબારી સપ્તાહ દરમિયાન માર્કેટમાં તેજીનો ઘોડો દોડે તેવી શક્યતાઓ નજરે આવી રહી છે.

બજેટ સત્રના પ્રથમ દિવસે જ સામાન્ય પ્રજા માટે સારા બજેટની આશાના ફળસ્વરૂપે ઘરેલૂ બજારમાં સોમવારે તેજી જોવા મળી હતી. બજેટના એક દિવસ પહેલા બિઝનેસમાં પ્રી ઓપન સેશનમાં જ માર્કેટમાં 2 ટકા સુધી વધારો જોવા મળ્યો હતો. માર્કેટમાં પ્રારંભિક સેશનથી જ મજબૂતાઇ જોવા મળી રહી છે. આર્થિક સમીક્ષાના સારા આંકડાથી માર્કેટનું મનોબળ વધુ મક્કમ બનશે.

આજથી આર્થિક સમીક્ષા રજૂ થવાની છે. ત્યારબાદ મંગળવારે નાણા મંત્રી નિર્મલા સીતારમણ સામાન્ય બજેટ રજૂ કરશે. બજારને બજેટથી ઘણી આશા છે. આજે કારોબારની શરૂઆત દરમિયાન સેન્સેક્સ 700 પોઇન્ટ સુધી ઉછળીને 58 હજાર પોઇન્ટની આસપાસ બિઝનેસ કરી રહ્યું હતું. નિફ્ટી પણ 1.25 ટકા વધીને 17,300 પોઇન્ટને પાર રહ્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code