1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દેવભૂમિ દ્વારકાના દરિયા કિનારા વિસ્તારમાં ગેરકાયદે દબાણો સામે ઝૂંબેશ, અનેક દબાણો હટાવાયા
દેવભૂમિ દ્વારકાના દરિયા કિનારા વિસ્તારમાં ગેરકાયદે દબાણો સામે ઝૂંબેશ, અનેક દબાણો હટાવાયા

દેવભૂમિ દ્વારકાના દરિયા કિનારા વિસ્તારમાં ગેરકાયદે દબાણો સામે ઝૂંબેશ, અનેક દબાણો હટાવાયા

0
Social Share

દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરિયાકાંઠા વિસ્તારમાં કાચા પાકા બાંધકામો કરીને દબાણો કરાયા છે. સરકારી જમીનો પર કરાયેલા દબાણો હટાવવાની વર્ષો બાદ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. થોડા દિવસ પહેલા બેટ દ્વારકામાં દબાણો હટાવ્યા બાદ  પોલીસ તથા રેવન્યુ તંત્રના સંયુક્ત ઓપરેશનમાં કલ્યાણપુરના ગાંધવી વિસ્તારમાં અનઅધિકૃત દબાણ હટાવની ઝુંબેશ શનિવારથી શરૂ કરવામાં આવી હતી. જેમાં રવિવારે બીજા દિવસે વધુ 137 દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં પાંચ લાખ ચોરસ ફૂટથી વધુ ખુલ્લી કરવામાં આવેલી સરકારી જગ્યાની અંદાજિત કિંમત રૂ. બે કરોડ આંકવામાં આવી છે. આ ઓપરેશન ડિમોલિશનની કાર્યવાહી આજે સોમવારે ત્રીજા દિવસે પણ ચાલુ રાખવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરિયાકાંઠા વિસ્તારોમાં અનેક ગેરકાયદે દબાણો થયેલા છે. ત્યારે ગાંધીનગરથી સીધા આદેશો અપાયા બાદ ગેરકાયદે દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ તથા રેવન્યુ વિભાગના સંયુક્ત ઓપરેશનમાં કલ્યાણપુરના ગાંધવી વિસ્તારમાં અનઅધિકૃત દબાણ હટાવામાં આવ્યા છે. અહીં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઝુંબેશ ચલાવાઈ રહી છે. આ ઝુંબેશના બીજા દિવસે વધુ 137 દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં પાંચ લાખ ચોરસ ફૂટથી વધુ વિસ્તાર ખાલી કરાયો છે. ખુલ્લી કરવામાં આવેલી સરકારી જગ્યાની અંદાજિત કિંમત રૂ. બે કરોડ આંકવામાં આવી રહી છે.

દ્વારકાના પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા તેમજ કલ્યાણપુરના મામલતદાર દક્ષાબેન રીંડાણીની ઉપસ્થિતિમાં સાંજ સુધી ચાલેલા આ ઓપરેશનમાં કુલ 137 દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં 121 રહેણાંક તેમજ 16 કોમર્શિયલ દબાણનો સમાવેશ થાય છે. આ કાર્યવાહીમાં આશરે 5.10 લાખ ચોરસ ફુટ જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. આ સરકારી જમીનની અંદાજિત બજાર કિંમત 1.98 કરોડ ગણવામાં આવી છે. આ કાર્યવાહી વખતે રાજકોટના રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ડિમોલિશનની જગ્યા તેમજ તે માટે કરવામાં આવેલી કાર્યવાહીની સમીક્ષા કરીને ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, દેવભૂમિ દ્વારકાના મહેસૂલ વિભાગ દ્વારા આપવામાં આવેલા અલ્ટીમેટમ પછી શનિવાર બપોરથી મેગા ડિમોલિશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ડિમોલિશનના પ્રથમ દિવસે રૂપિયા બે કરોડ જેટલી કિંમતના 3.70 લાખ ચોરસ ફૂટમાંથી કુલ 102 દબાણો હટાવાયા હતા. દેવભૂમિ દ્વારકાના જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના વડપણ હેઠળ ડી.વાય.એસ.પી. સમીર સારડા તથા હાર્દિક પ્રજાપતિ, એલસીબી, એસઓજી ઉપરાંત વિશાળ પોલીસ કાફલાની ટીમે ગાંધવી વિસ્તારમાં જેસીબી, હિટાચી સહિતના મશીનો વડે અનઅધિકૃત દબાણ દૂર કરવાની કામગીરી કરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code