1. Home
  2. ગુજરાતી
  3. કોરોના કાળમાં કૃષિ ક્ષેત્રે મૂડી રોકાણ વધ્યુઃ સાત મહિનામાં 6 લાખ ટ્રેકટરનું વેચાણ
કોરોના કાળમાં કૃષિ ક્ષેત્રે મૂડી રોકાણ વધ્યુઃ સાત મહિનામાં 6 લાખ ટ્રેકટરનું વેચાણ

કોરોના કાળમાં કૃષિ ક્ષેત્રે મૂડી રોકાણ વધ્યુઃ સાત મહિનામાં 6 લાખ ટ્રેકટરનું વેચાણ

0
Social Share

દિલ્હીઃ ભારતમાં ખેત પેદાશોમાં વધારો થાય તે માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ દેશમાં વિવિધ પાકનું વાવેતર વધ્યું છે. દરમિયાન સાત મહિનાના સમયગાળામાં દેશમાં ટ્રેક્ટરનું રેકોર્ડબ્રેક વેચાણ થયું હોવાનું જાણવા મળે છે. દેશમાં આ સમયગાળામાં છ લાખ જેટલા ટ્રેક્ટરનું વેચાણ થયું છે. જે ગયા વર્ષની સરખામણીમાં વધારે છે.

ટ્રેક્ટર મેન્યુફેર્ચરર એસોસિએશના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે જૂલાઈ સુધી 5,99,993 ટ્રેક્ટરનું વેચાણ થઈ ચુક્યુ છે. જે ગત વર્ષ કરતા 2 લાખ વધારે છે. એગ્રીકલ્ચર સેક્ટરમાં પોઝિટીવ ગ્રોથ એ તેનું સૌથુ મોટુ કારણ છે. ટ્રેક્ટર વેચાણથી ખેતી વ્યવસાયમાં ફિલ ગુડનો અનુમાન લગાવી શકાય છે.

દેશમાં ટ્રેક્ટરના વેચાણ ઉપર નજર કરીએ તો, વર્ષ 2019માં 443505 ટ્રેક્ટરનું વેચાણ થયું હતું. જેની સામે વર્ષ 2020માં 406129 જ્યારે ચાલુ વર્ષે સાત મહિનામાં 5.99 લાખ ટ્રેક્ટરનું વેચાણ થયું છું. વર્ષ 2021ને પૂર્ણ થવામાં હજુ ચાર મહિનાનો સમયગાળો બાકી છે. જેથી ટ્રેકટરનું વેચાણ હજુ વધવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

ઈંડિયન ચેમ્બર ઓફ ફૂડ એન્ડ એગ્રીકલ્ચરના ચેરમેન એમજે ખાને કહ્યુ હતું કે, કોરોનાકાળમાં શહેરમાંથી ગામડા જનારા લોકોમાં લગભગ 25 ટકા લોકોએ ખેતીમાં રોકાણ કર્યુ છે. ખેતીમાં ટ્રેક્ટર જરૂરી છે. એટલા માટે તેનું વેચાણ પણ વધ્યુ છે. સરકાર પણ એગ્રીકલ્ચર ફંડીંગમાં ખૂબ ઉદાર થઈ છે. જેથી ખેતીમાં રોકાણ વધ્યુ છે. ખેડૂતો ટ્રેક્ટરનો જમીન ખેડવા અને જમીન તૈયાર કરવા માટે ઉપયોગ કરે છે. આ ઉપરાંત અન્ય કામગીરીમાં ટ્રેકટરનો ઉપયોગ કરવામાં આવે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code