1. Home
  2. રાષ્ટ્રીય – National

રાષ્ટ્રીય – National

PM કાર્યાલયનું સરનામું બદલાશે, હવે સેવા તીર્થમાંથી ચાલશે સરકાર

નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી 2026: પ્રધાનમંત્રી બપોરે ‘સેવા તીર્થ’ ભવન પરિસરના નામકરણનું અનાવરણ કરશે. ત્યારબાદ તેઓ સેવા તીર્થ તેમજ કર્તવ્ય ભવન-1 અને કર્તવ્ય ભવન-2નું ઔપચારિક ઉદ્ઘાટન કરશે. સાંજે સેવા તીર્થમાં યોજાનારી જનસભાને પણ સંબોધશે. સેવા તીર્થમાં પ્રધાનમંત્રી કાર્યાલય ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને કેબિનેટ સચિવાલય પણ સ્થાન પામશે, જે પહેલાં અલગ-અલગ સ્થળોએ કાર્યરત હતા. રાષ્ટ્રીય […]

RBI દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડના નિયમોમાં ધરખમ ફેરફારનો પ્રસ્તાવ, લોન મર્યાદા અને વેલિડિટી વધશે

મુંબઈ, 13 ફેબ્રુઆરી 2026: ભારતીય રિઝર્વ બેંક દ્વારા ખેડૂતોના આર્થિક સશક્તિકરણ માટે ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ યોજનાના નિયમોમાં મોટા ફેરફારો સૂચવતો સુધારેલો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ નવા પ્રસ્તાવમાં ખેતીમાં વધતા ટેકનોલોજીના વપરાશને ધ્યાનમાં રાખીને લોન મેળવવાના દાયરાને વધુ વિસ્તૃત બનાવવામાં આવ્યો છે. નવા નિયમો મુજબ, હવે માત્ર બિયારણ કે ખાતર જ નહીં, પણ ખેતી […]

બાંગ્લાદેશમાં તારિક રહેમાનની ભવ્ય જીત, PM મોદીએ પાઠવ્યા અભિનંદન

નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી 2026: બાંગ્લાદેશમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)ના પ્રમુખ તારિક રહેમાનના નેતૃત્વમાં પક્ષે મેળવેલી નિર્ણાયક જીત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. પાડોશી દેશમાં સત્તાના આ મોટા પરિવર્તન બાદ ભારત તરફથી મળેલી આ શુભેચ્છા બંને દેશોના ભવિષ્યના સંબંધો માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીએ […]

T20 વર્લ્ડ કપ: પાક. સામેની મેચને લઈ તિલક વર્માએ ટીમ ઈન્ડિયાના માસ્ટર પ્લાનનો કર્યો ખુલાસો

નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી 2026: ક્રિકેટ જગત જેની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે તે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મહામુકાબલો હવે ગણતરીના દિવસોમાં યોજાવા જઈ રહ્યો છે. T20 વર્લ્ડ કપ 2026માં 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ પર બંને કટ્ટર હરીફો આમને-સામને ટકરાશે. લાંબા સમયના સસ્પેન્સ અને વિવાદો બાદ આ મેચ પર મહોર વાગતા ચાહકોમાં રોમાંચ […]

દૂરદર્શનના એક સમયના સૌથી પ્રસિદ્ધ સમાચાર વાચક સરલા માહેશ્વરીનું નિધન

નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી, 2026: Sarla Maheshwari દૂરદર્શનના એક સમયના સૌથી પ્રસિદ્ધ અને લોકપ્રિય સમાચાર વાચક શ્રીમતી સરલા માહેશ્વરીનું આજે 12 ફેબ્રુઆરીએ નિધન થયું છે. તેમના અવસાનને ટીવી પત્રકારત્વના એક સુવર્ણ યુગના અંત સમાન માનવામાં આવે છે. સરલા માહેશ્વરીના પરિવારે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેમના અંતિમ સંસ્કારની જાણકારી આપી હતી. જે મુજબ આજે જ […]

અમેરિકામાં ભારતીય કાપડ પર હવે નહીં લાગે ટેક્સ, ઝીરો ડ્યુટીનો મળશે લાભ

નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી 2026: ભારતીય કાપડ ઉદ્યોગ અને નિકાસકારો માટે અમેરિકાથી રાહતભર્યા સમાચાર આવ્યા છે. લાંબા સમયથી એવી ચિંતા હતી કે અમેરિકાના બજારમાં બાંગ્લાદેશને મળતી ટેક્સ મુક્તિને કારણે ભારત પાછળ રહી જશે, પરંતુ હવે વાણિજ્ય મંત્રાલયે સંકેત આપ્યા છે કે, ભારતને પણ બાંગ્લાદેશની જેમ ઝીરો-ડ્યુટી એટલે કે શૂન્ય નિકાસ શુલ્કનો લાભ મળશે. વાણિજ્ય મંત્રાલયના […]

ભારતીય વાયુસેના માટે 114 રાફેલ ફાઇટર જેટની ખરીદી કરાશે

નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી 2026: ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની ભારત મુલાકાત પૂર્વે સંરક્ષણ ક્ષેત્રે ભારત માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુરુવારે સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેના માટે 114 રાફેલ ફાઇટર જેટની ખરીદીને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ સોદાની સૌથી મોટી વિશેષતા એ છે કે, આ વિમાનો ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ ભારતમાં જ તૈયાર કરવામાં […]

બાંગ્લાદેશ ચૂંટણીમાં રાજકીય અથડામણમાં એક નેતાની હત્યા કરાઈ

ઢાકા, 12 ફેબ્રુઆરી 2026: બાંગ્લાદેશમાં 299 બેઠકો માટે ચાલી રહેલા મતદાન વચ્ચે હિંસાની અનેક ઘટનાઓ સામે આવી છે. ખુલના વિસ્તારમાં વોટિંગ દરમિયાન બીએનપી (BNP) અને જમાત-એ-ઈસ્લામીના કાર્યકરો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં એક નેતાની હત્યા કરવામાં આવી છે. સત્તાવાર રીતે મતદાનના દિવસે થયેલી આ પ્રથમ હત્યાથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે […]

દિલ્હી બ્લાસ્ટ કેસમાં સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં કરાયાં ચોંકાનારા ખુલાસા

નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી 2026: દેશની રાજધાની દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સંયુક્ત રાષ્ટ્રની 37માં રિપોર્ટમાં દિલ્હી લાલકિલ્લા હુમલામાં જૈશ-એ-મોહમ્મદનું નામ સામે આવ્યું છે. ગત 10મી નવેમ્બરના રોજ લાલકિલ્લા પાસે થયેલા હુમલામાં 15 વ્યક્તિના મોત થયાં હતા. આ હુમલાની જવાબદારી જૈશએ લીધી હતી. સંયુક્ત રાષ્ટ્રના આ રિપોર્ટમાં મસૂદ અઝહરની નવી […]

સુદાનમાં હોનારત: નાઇલ નદીમાં હોડી પલટી જતાં 15નાં મોત

ખાર્તુમ, 12 ફેબ્રુઆરી 2026: ઉત્તર સુદાનમાં એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. નાઇલ નદીમાં મુસાફરોથી ભરેલી એક હોડી પલટી જતાં ઓછામાં ઓછા 15 લોકોના કરુણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં હજુ પણ 4 લોકો લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે, જેમની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે. સ્થાનિક સૂત્રો અને ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code