1. Home
  2. ગુજરાતી
  3. સંરક્ષણ

સંરક્ષણ

આત્મનિર્ભર ભારત: મધ્યમ-અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો માટે કરાર થયાં

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રાલય (MoD) એ ભારતીય નૌકાદળ માટે મધ્યમ-અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો (MRSAM)ની સપ્લાય માટે ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) સાથે લગભગ રૂ. 2,960 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તારીખ 16 જાન્યુઆરી, 2025ના રોજ નવી દિલ્હીમાં સંરક્ષણ સચિવ શ્રી રાજેશ કુમાર સિંહની હાજરીમાં MoD અને BDLના અધિકારીઓ દ્વારા આ કરાર પર હસ્તાક્ષર કરવામાં […]

સાબરકાંઠાના પ્રાંતિજમાં 7 વર્ષના બાળકનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો

ગાંધીનગરઃ અમદાવાદના HMPV વાઇરસનો વધુ એક કેસ સામે આવ્યો છે. વસ્ત્રાપુરમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતાં હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વસ્ત્રાપુરના 80 વર્ષના વૃદ્ધ વ્યક્તિને 8મી તારીખે શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના એક ગામના 7 વર્ષના બાળકનો શંકાસ્પદ HMPV વાઇરસનો રિપોર્ટ આવ્યા બાદ આરોગ્યતંત્રએ સેમ્પલ તપાસ માટે […]

21મી સદીના પડકારો વચ્ચે રક્ષા મંત્રાલયે 2025ને ‘સુધારાનું વર્ષ’ જાહેર કર્યું

નવી દિલ્હીઃ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સંરક્ષણ મંત્રાલયના તમામ સચિવો સાથે વિવિધ યોજનાઓ, પ્રોજેક્ટ્સ, સુધારાઓ અને આગળના માર્ગની પ્રગતિની સમીક્ષા કરવા માટે બેઠક યોજી હતી. મીટીંગમાં 2025 માં કેન્દ્રિત હસ્તક્ષેપ માટે વ્યાપક ક્ષેત્રોની ઓળખ કરવામાં આવી હતી. મીટીંગમાં જણાવ્યું હતું કે સુધારાઓનો હેતુ સંયુક્તતા અને એકીકરણ પહેલને વધુ મજબૂત બનાવવા અને સંકલિત થિયેટર કમાન્ડની સ્થાપનાને સરળ […]

મણિપુર: સેનાનું સંયુક્ત ઓપરેશનમાં હથિયારો અને દારૂગોળો જંગી જથ્થો ઝડપાયો

નવી દિલ્હીઃ મણિપુરના પહાડી અને મેદાની વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હથિયારો, દારૂગોળો અને યુદ્ધ સામગ્રી મળી આવી છે. ભારતીય સેના, મણિપુર પોલીસ અને અન્ય સુરક્ષા દળો દ્વારા ઇમ્ફાલ પૂર્વ, તેંગનોપલ, યાંગિયાંગપોકી અને ચુરાચંદપુર જિલ્લામાં હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં આ રિકવરી કરવામાં આવી હતી. આ સંબંધમાં સોમવારે ભારતીય સેનાના ઈસ્ટર્ન કમાન્ડ હેડક્વાર્ટર ફોર્ટ વિલિયમ (કોલકાતા) દ્વારા […]

સેના માત્ર સરહદોની સુરક્ષા જ નથી કરતી પરંતુ રાષ્ટ્ર નિર્માણમાં પણ અગ્રણી ભૂમિકા ભજવે છે: રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મધ્યપ્રદેશના મહુમાં સેનાના સૈનિકો અને અધિકારીઓને સંબોધિત કરતા કહ્યું, લક્ષ્ય 2047 સુધીમાં ભારતને એક વિકસિત અને આત્મનિર્ભર રાષ્ટ્ર બનવાનું છે. સેના માત્ર સરહદોની સુરક્ષા જ નથી કરતી પરંતુ રાષ્ટ્ર નિર્માણમાં પણ અગ્રણી ભૂમિકા ભજવે છે. એક તરફ સૈનિકોએ સરહદોની રક્ષા કરવાની છે તો બીજી તરફ મજબૂત અને વિકસિત ભારતનો […]

ભારતીય નૌકાદળને અત્યાધુનિક જહાજો ‘સુરત’ અને ‘નીલગીરી’ મળ્યા

નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળે તેની તાકાતને વધુ વધારતા તેના કાફલામાં બે અત્યાધુનિક યુદ્ધ જહાજો, ‘સુરત’ અને ‘નીલગીરી’ સામેલ કર્યા છે. આ બંને જહાજો આધુનિક શસ્ત્રો અને સેન્સરથી સજ્જ છે અને પરંપરાગત અને બિનપરંપરાગત જોખમોનો સામનો કરવામાં સક્ષમ છે. ‘સુરત’ એ ભારતીય નૌકાદળના પ્રોજેક્ટ 15B સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર શ્રેણીનું ચોથું અને છેલ્લું જહાજ છે. અગાઉ આ […]

સશસ્ત્ર દળોને તકનીકી વિકાસની સાથે બદલાતી ઓપરેશનલ ગતિશીલતાથી અપડેટ રાખવાની જરૂર

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(20 ડિસેમ્બર, 2024) કોલેજ ઓફ ડિફેન્સ મેનેજમેન્ટ, સિકંદરાબાદને ધ્વજ પ્રદાન કર્યો છે. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતની ઉન્નત સંરક્ષણ વ્યવસ્થાપન ક્ષમતા રાજદ્વારી અને લશ્કરી ભાગીદારીને મજબૂત કરવામાં અને સંરક્ષણ નિકાસ વધારવામાં મદદ કરશે. તેનાખી ભારતને વૈશ્વિક સુરક્ષા ફોરમમાં સક્રિય વલણ જાળવવામાં પણ મદદ મળશે. રાષ્ટ્રપતિએ કહ્યું કે […]

છત્તીસગઢ: બીજાપુરમાં સુરક્ષાકર્મીઓ સાથેની અથડામણમાં બે નક્સલી માર્યા ગયા

બીજાપુર: છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં શુક્રવારે સુરક્ષા જવાનો સાથેની અથડામણમાં બે નક્સલવાદીઓ માર્યા ગયા હતા. બીજાપુરના પોલીસ અધિક્ષક જિતેન્દ્ર કુમાર યાદવે જણાવ્યું હતું કે આ એન્કાઉન્ટર સવારે નેન્દ્ર અને પુન્નુર ગામોના જંગલોમાં થયું હતું જ્યારે સુરક્ષા કર્મચારીઓની એક ટીમ નક્સલ વિરોધી અભિયાનમાં હતી. તેમણે કહ્યું કે એન્કાઉન્ટર બંધ થયા બાદ ઘટના સ્થળેથી બે નક્સલવાદીઓના મૃતદેહ, એક […]

રશિયા તરફથી યુદ્ધ જહાજ INS તુશીલ ભારતને સોંપવામાં આવ્યું, જહાજમાં યુક્રેનિયન એન્જિનનો ઉપયોગ

નવી દિલ્હીઃ ભારત અને રશિયા વચ્ચે વર્ષોથી મિત્રતા છે. રશિયાએ અગાઉ અનેકવાર મુશ્કેલ સમયમાં ભારતની મદદ કરી છે. આ ભાગીદારીએ તાજેતરમાં અનોખો વળાંક લીધો છે. હવે યુક્રેન પણ આ ભાગીદારીમાં જોડાઈ ગયું છે. ત્રણ દેશો વચ્ચે આ એક અનોખી ત્રિકોણીય ભાગીદારી છે, જે વર્તમાન ભૌગોલિક રાજકીય પરિદ્રશ્યમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ભાગીદારી જોઈને અમેરિકા અને […]

ભારતીય નેવીની પ્રતિબદ્ધતા આપણા દેશની સુરક્ષા સમૃદ્ધિ અને સુખાકારી માટે જરુરીઃ PM મોદી

નવી દિલ્હીઃ આજે ભારતીય નૌકાદળ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય નૌકાદળના બહાદુર સૈનિકોને સલામી આપી હતી. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટ શેર કરતા, તેમણે જણાવ્યું હતું કે, “નેવી ડે પર, અમે બહાદુર નૌકાદળના જવાનોને સલામ કરીએ છીએ જેઓ અપાર હિંમત અને સમર્પણ સાથે આપણા સમુદ્રની રક્ષા કરે છે. તેમની પ્રતિબદ્ધતા આપણા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code