1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

AI ક્ષેત્રે ભારતની વૈશ્વિક છલાંગ: રૂ.10,300 કરોડનું  IndiaAI મિશન

નવી દિલ્હી, 30 ડિસેમ્બર 2025 : ભારત અત્યારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના એક નવા યુગના ઉંબરે ઉભું છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સરકારે ‘IndiaAI Mission’ હેઠળ આગામી પાંચ વર્ષ માટે  રૂ. 10,300 કરોડથી વધુનું બજેટ ફાળવ્યું છે. આ મિશન અંતર્ગત અત્યાર સુધીમાં 38,000 GPUs (ગ્રાફિક પ્રોસેસિંગ યુનિટ્સ) તૈનાત કરી દેવામાં આવ્યા છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને […]

ગિફ્ટ સિટીમાં ઇન્ડિયન એ.આઈ. રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરાશે

ગુજરાતે પી.પી.પી. મોડલ પર ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરનારા દેશના પ્રથમ રાજ્યનું ગૌરવ મેળવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી સાથે IAIRO 1 જાન્યુઆરી 2026થી કાર્યરત થશે ગાંધીનગર, 30 ડિસેમ્બર, 2025 – Indian AI Research Organization ગાંધીનગર ગિફ્ટ સિટીમાં ઇન્ડિયન એ.આઈ. રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરાશે. ગુજરાતે પી.પી.પી. મોડલ પર ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરનારા […]

ભારતઃ GDP 2030 સુધીમાં 7.3 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાનો અંદાજ

નવી દિલ્હી, 29 ડિસેમ્બર 2025: ભારત આગામી 2.5 થી 3 વર્ષમાં જર્મનીને પાછળ છોડીને ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનશે, અને તેનો GDP 2030 સુધીમાં 7.3 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. ભારતીય અર્થતંત્ર ઝડપી ગતિએ વિકાસ કરી રહ્યું છે. નાણાકીય વર્ષ 2025-26 ના બીજા ત્રિમાસિક ગાળામાં GDP વૃદ્ધિ છ ત્રિમાસિક ગાળામાં સૌથી વધુ સ્તરે […]

VIDEO: ભારતીય નૌકાદળનું સ્વદેશી પ્રાચીન જહાજ પોરબંદરથી રવાનાઃ જાણો વિશેષતાઓ

પોરબંદર, 29 ડિસેમ્બર, 2025ઃ Indian Navy’s indigenous ancient ship  ભારતીય નૌકાદળનું સ્વદેશી પદ્ધતિથી નિર્મિત પરંપરાગત ટાંકાવાળું સઢવાળું જહાજ, ઇન્ડિયન નેવલ સેઇલિંગ વેસલ કૌન્ડિન્યાની સૌપ્રથમ સફર શરૂ થઈ ગઈ છે. પ્રાચીન ભારતીય પરંપરા મુજબ તૈયાર કરવામાં આવેલું આ જહાજ આજે સોમવારે, 29 ડિસેમ્બર 2025 ના રોજ ગુજરાતના પોરબંદરથી ઓમાનના સલ્તનતના મસ્કત સુધીની તેની પ્રથમ વિદેશી સફર […]

ખાલી ખુરશી અને ભવિષ્યનો દીવો: એક જવાબદાર પિતાની અંતિમ ભેટ

There is no certainty in life, but there is certainty in insurance સાંજનો સમય હતો. આકાશમાં આછો અંધકાર ઉતરી રહ્યો હતો. અમદાવાદના એક મધ્યમવર્ગીય ફ્લેટની બાલ્કનીમાં બેસીને ત્રીસ વર્ષનો આકાશ પોતાની પાંચ વર્ષની દીકરી પરીને રમતી જોઈ રહ્યો હતો. તેની પત્ની મીરા રસોડામાંથી ચા લઈને આવી. આકાશના ચહેરા પર એક અનોખી શાંતિ હતી, પણ આંખોમાં […]

હવે દરેક ઉકાળો ચા નહીં કહેવાય, FSSAI એ વ્યાખ્યા બદલી

નવી દિલ્હી, 25 ડિસેમ્બર 2026: TeaLovers જો તમે પણ હર્બલ ટી અથવા ફ્લેવર ટીના નામે ‘ચા’ પી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ ‘ચા’ (Tea) શબ્દના ઉપયોગ અંગે અત્યંત કડક અને સ્પષ્ટ માર્ગદર્શિકા જારી કરી છે. હવેથી માત્ર એ જ ઉત્પાદનોને ‘ચા’ કહી શકાશે […]

ભારત વિશ્વમાં ત્રીજું સૌથી મોટું પેટ્રોલ પંપ નેટવર્ક ધરાવતો દેશ બન્યો

નવી દિલ્હી, 25 ડિસેમ્બર 2025 : IndiaEconomy ભારત આર્થિક મોરચે ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. આગામી થોડા વર્ષોમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બનવા જઈ રહ્યું છે, પરંતુ તે પહેલાં જ ભારતે એક મોટી સિદ્ધિ હાંસલ કરી લીધી છે. પેટ્રોલ પંપ નેટવર્કના મામલામાં ભારત હવે અમેરિકા અને ચીન પછી વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ બની […]

સરકારનો મોટો નિર્ણય, બે નવી એરલાઇન્સને મળી મંજૂરી

નવી દિલ્હી 24 ડિસેમ્બર 2025 : Indian Aviation  ભારતીય એવિએશન સેક્ટરમાં મુસાફરો માટે રાહતના સમાચાર આવ્યા છે. તાજેતરમાં જ્યારે દેશની સૌથી મોટી એરલાઇન ‘ઇન્ડિગો‘ની સિસ્ટમ ખોરવાઈ ત્યારે હજારો મુસાફરો કલાકો સુધી એરપોર્ટ પર અટવાયા હતા. આ ઘટનાએ ઉડ્ડયન ક્ષેત્રમાં ગણ્યા-ગાંઠ્યા ખેલાડીઓના વર્ચસ્વની કડવી વાસ્તવિકતા સામે લાવી દીધી હતી. હવે કેન્દ્ર સરકારે આ ઈજારાશાહી તોડવા અને મુસાફરોને […]

GCCI દ્વારા ‘પાવર અપ યોર બિઝનેસ’ પર વિશેષ સત્રનું આયોજનઃ VIDEO

અમદાવાદ, 24 ડિસેમ્બર, 2025ઃ  Power Up Your Business ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) ની ડિજિટલ માર્કેટિંગ અને ડિજિટલ મીડિયા કમિટી દ્વારા, બિઝનેસ વુમન કમિટી અને મહાજન સંકલન ટાસ્કફોર્સના સહયોગથી મંગળવાર, ૨૩ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ GCCI ખાતે “પાવર અપ યોર બિઝનેસ વિથ ગુગલ માય બિઝનેસ અને વોટ્સએપ સ્ટ્રેટેજીસ” શીર્ષક હેઠળ એક પ્રેરણાદાયી સત્રનું આયોજન […]

વિદેશી હૂંડિયામણ ભંડાર 11 મહિનાની આયાત માટે પર્યાપ્ત: RBI

મુંબઈ: ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા જાહેર કરવામાં આવેલા ડિસેમ્બરના બુલેટિન અનુસાર, નવેમ્બર માસમાં ભારતીય રૂપિયો વાસ્તવિક રીતે સ્થિર રહ્યો છે. અમેરિકી ડોલરમાં મજબૂતી અને ભારત-અમેરિકા વેપાર કરાર અંગેની અનિશ્ચિતતા છતાં, અન્ય દેશોના ચલણની સરખામણીએ રૂપિયામાં ઉતાર-ચઢાવ ઓછો જોવા મળ્યો છે. RBIએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારતનું વિદેશી હૂંડિયામણ ભંડાર હાલમાં મજબૂત સ્થિતિમાં છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code