1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

AMCનું 17018 કરોડનું ડ્રાફટ બજેટ, શહેરમાં વધુ 3 ફ્લાઈઓવર બ્રિજ બનાવાશે

અમદાવાદ, 4 ફેબ્રુઆરી 2026:  અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના કમિશનર બંછાનિધિ પાની દ્વારા આજે વર્ષ 2026-27નું રૂપિયા 17018 કરોડનું  ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિની ચાલુ વર્ષે ચૂંટણી યોજાવાની હોવાથી કરવેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ડ્રાફ્ટ બજેટમાં પાંચ રેલવે ઓવરબ્રિજ અને ત્રણ ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતની સૌથી મોટી મહાનગરપાલિકા એવી […]

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર સંસદમાં પિયુષ ગોયલનું મોટું નિવેદન

નવી દિલ્હી, 04 ફેબ્રુઆરી 2026: ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે સંસદમાં એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે દેશના હિતોનું સંપૂર્ણ રક્ષણ કરવામાં આવ્યું છે અને ખેડૂતોના હિત સાથે કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી. કૃષિ અને ડેરી ક્ષેત્રોના હિતોનું રક્ષણ કરવામાં આવ્યું છે, જેનાથી અમેરિકાના બજારમાં ભારતની નિકાસ વધશે. આ […]

આત્મનિર્ભર ભારતઃ આર્મેનિયા હવે ભારત પાસેથી ખરીદશે સ્વદેશી અસ્ત્ર મિસાઈલ, આકાશમાં વધશે તાકાત

નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી 2026: ભારત હવે દુનિયાના સંરક્ષણ બજારમાં એક મોટા નિકાસકાર તરીકે ઉભરી રહ્યું છે. તાજેતરના અહેવાલો મુજબ, આર્મેનિયાએ ભારત નિર્મિત ‘એર-ટુ-એર’ (હવામાંથી હવામાં પ્રહાર કરતી) મિસાઈલો ખરીદવા માટે ભારત સાથે મંત્રણા શરૂ કરી છે. આ સોદાના કેન્દ્રમાં ડીઆરડીઓ દ્વારા વિકસિત અત્યંત શક્તિશાળી અને સ્વદેશી ‘અસ્ત્ર’ મિસાઈલ છે. આર્મેનિયાએ અસ્ત્ર બીવીઆર (બિયોન્ડ વિઝ્યુઅલ […]

વૈશ્વિક વેપારમાં ભારતનો દબદબો: ચીન સાથે દ્વિપક્ષીય વેપાર 155 અબજ ડોલરની રેકોર્ડ સપાટીએ

નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી 2026: ભારત અત્યારે વૈશ્વિક વેપારના કેન્દ્રમાં છે. એક તરફ અમેરિકા સાથે લાંબા સમયથી ચાલી રહેલા ટ્રેડ વિવાદનો અંત આવ્યો છે અને ટેરિફ ઘટીને 18 ટકાથયો છે, તો બીજી તરફ ચીન સાથેના વેપાર સંબંધોમાં પણ નવો પ્રાણ ફૂંકાયો છે. વર્ષ 2025માં ભારત અને ચીન વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 155.6 અબજ ડોલરની સર્વોચ્ચ સપાટીએ […]

ગુજરાતે જીત્યો ‘બેસ્ટ સ્ટેટ ફૉર પ્રમોશન ઑફ એવિએશન ઇકોસિસ્ટમ’ પુરસ્કાર

ગાંધીનગર, 3 ફેબ્રુઆરી, 2026 – Aviation Ecosystem ગુજરાતે અન્ય ક્ષેત્રોની જેમ સિવિલ એવિએશન ક્ષેત્રે પણ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તાજેતરમાં હૈદરાબાદના બેગમપેટ એરપોર્ટ ખાતે તા. ૨૮ થી ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન યોજાયેલા ‘વિંગ્સ ઇન્ડિયા-૨૦૨૬’ કાર્યક્રમમાં કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુના હસ્તે ગુજરાતને ‘બેસ્ટ સ્ટેટ ફોર પ્રમોશન ઓફ એવિએશન ઇકોસિસ્ટમ’ના પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કરવામાં […]

આસામના પ્રતિનિધિમંડળે એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની મુલાકાત લીધી

બનાસકાંઠા, 3 ફેબ્રુઆરી, 2026 – Banas dairy ગુજરાત વિધાનસભા અને આસામ વિધાનસભાના સંયુક્ત ઉપક્રમે આયોજિત “Youth Immersion Programme (3rd Edition 2026)” અંતર્ગત આસામના ૨૯ સભ્યોના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી હતી. આસામની ગુવાહાટી યુનિવર્સિટી, કોટન યુનિવર્સિટી અને બોડોલેન્ડ યુનિવર્સિટીના ૨૪ વિદ્યાર્થીઓ અને પાંચ પ્રતિનિધિઓએ પાલનપુર સ્થિત એશિયાની જીવાદોરી સમાન બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટ્સની […]

સ્વદેશી, પરંપરા અને રોજગારીનું જીવંત પ્રતિક બનતી સુરતની GI ટેગ ધરાવતી જરી

સુરત,3 ફેબ્રુઆરી 2026: ભારત પોતાની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર અને પરંપરાગત હસ્તકળાઓ માટે વિશ્વવિખ્યાત છે. એમાં પણ ગુજરાત અને ખાસ કરીને સુરતની જરીકલા આગવી ઓળખ ધરાવે છે. ગ્રીક વિદ્વાન મેગેસ્થનીઝના ગ્રંથોમાં ઉલ્લેખિત થયેલી અને આજે GI ટેગ ધરાવતી સુરતની જરીકલા, જરી-જરદોશી વર્ક પ્રાચીન સમયથી ચાલતી આવતી એક અમૂલ્ય પરંપરા છે. આવી જ પરંપરાને સુરતના સગરામપુરાનો જરીવાલા […]

કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર પારદર્શિતાની માંગ કરી

નવી દિલ્હી, 03 ફેબ્રુઆરી 2026: કોંગ્રેસના સાંસદ શશી થરૂરે ભારત-અમેરિકા ટ્રેડ ડિલ પર પારદર્શિતાની માંગ કરી હતી, અને કહ્યું હતું કે ભારતીય માલ પર ટેરિફ ઘટાડીને 18% કરવો સકારાત્મક હોઈ શકે છે, પરંતુ સરકારે વિગતો જાહેર કરવી જોઈએ. કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે ભારત-અમેરિકા વેપાર સોદા પર પારદર્શિતાની માંગ કરી છે. તેમણે કહ્યું કે ભારતીય માલ […]

કાપડ, કાર્પેટ અને લેધર… આ ક્ષેત્રોમાં યુએસથી ઓર્ડરમાં વધારો થશે

નવી દિલ્હી, 03 ફેબ્રુઆરી 2026: ભારત-અમેરિકા વેપાર કરારથી ભારતીય નિકાસકારોને યુએસ બજારમાં નવી તક મળી છે. નાના નિકાસકારો જે ટેરિફ અંગે ચિંતિત હતા તેઓ હવે 18% ડ્યુટી સાથે સ્પર્ધાત્મક બની ગયા છે. કાપડ, કાર્પેટ, ચામડું, ઝીંગા અને રત્નો અને ઝવેરાત જેવા ક્ષેત્રોને ખાસ ફાયદો થશે, જેનાથી આ ઉત્પાદનોની માંગ અને નિકાસમાં વધારો થશે. આ સોદો […]

રશિયાને બદલે હવે વેનેઝુએલા પાસેથી ભારત ઓઈલ ખરીદશેઃ ટ્રમ્પનો દાવો

નવી દિલ્હી, 3 ફેબ્રુઆરી 2026: ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં 2 ફેબ્રુઆરી, 2026ના રોજ એક નવો વળાંક આવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરના કુલ ટેરિફમાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. પીએમ મોદી સાથેની ફોન પરની વાતચીત બાદ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર આ ઐતિહાસિક સોદાની વિગતો શેર કરી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code