1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

શેરડીની FRP પ્રતિ ક્વિન્ટલ 340 રૂપિયા નક્કી કરાઈ

નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટે મોટા નિર્ણયોને મંજૂરી આપી છે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગઠાકુરે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં વર્ષ 2024-25 માટે ખાંડ મિલો દ્વારા શેરડીના વાજબી અને વળતરલક્ષી ભાવ FRPને મંજૂરી આપવામાં આવી છે. હવે શેરડીની FRP પ્રતિ ક્વિન્ટલ 340 રૂપિયા નક્કી કરવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટે રાષ્ટ્રીય પશુધન મિશનમાં […]

2 અરબ ડોલરના ખર્ચે ભારતમાં બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવામાં આવશે

નવી દિલ્હીઃ ભારતના ઈલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી મિનિસ્ટરએ જાણકારી આપી છે કે બહુ જલ્દી મલ્ટી-બિલિયન ડોલર એટલે અરબો રૂપિયાના ખર્ચે બે સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ લાગવાના છે. એક ઈન્ટરવ્યુમાં ઈલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે ભારતમાં અરબો રૂપિયાનો ખર્ચ કરીને બે પૂર્ણ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ સ્થાપવામાં આવશે, જેમાં અનેક ચિપ એસેમ્બલી અને પેકેજિંગ યુનિટ ઉપરાંત […]

ભારતમાં વિવિધ ક્ષેત્રો સાથે સંબંધિત 9 પ્રોજેક્ટ્સ માટે જાપાન રૂ. 12,827 કરોડની લોન આપશે

નવી દિલ્હીઃ ભારત અને જાપાને વિવિધ ક્ષેત્રોમાં નવ પ્રોજેક્ટના વિકાસ માટે 232.209 બિલિયન JPY ના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. કેન્દ્રીય નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગના અધિક સચિવ વિકાસશીલ અને ભારતમાં જાપાનના રાજદૂત સુઝુકી હિરોશી વચ્ચે આ સંદર્ભે નોંધની આપ-લે કરવામાં આવી હતી. જાપાન સરકારે ભારતમાં વિવિધ ક્ષેત્રો સાથે સંબંધિત 9 પ્રોજેક્ટ્સ માટે 232.20 બિલિયન યેન (આશરે […]

ભારતીય શેર બજારે રચ્યો ઈતિહાસ, નિફ્ટી રેકોર્ડ ઉંચાઈ ઉપર ખુલ્યો

મુંબઈઃ ભારતીય શેર બજારે નવો રેકોર્ડ હાઈ બનાવ્યો છે અને નિફ્ટી પ્રથમવાર 22248ના લેવલ ઉપર ઓપન થયો હતો. પીએસયુ બેંકો, ઓટોમાં તેજીના પગલે શેર બજારને સપોટ મળ્યો છે અને બેંક શેર લીલા નિશાન સાથે ટ્રેડ કરી રહ્યાં છે. આઈટી અને મીડિયા શેરમાં ઘટાડો આવ્યો છે. પીએસયુ કંપનીઓના શેરમાં સતત વધારો રહ્યો છે અને આ સાથે […]

હુથીઓની દખલગીરીથી શિપિંગ વેપારને અસર, હવે પશ્ચિમને બદલે પૂર્વ તરફથી જઈ રહ્યાં છે જહાજ

નવી દિલ્હીઃ આ મહિને ભારતથી યુરોપમાં ડીઝલ શિપમેન્ટ 2022 પછી સૌથી ઓછું છે. વેપારી શિપિંગ પર હુથી હુમલાઓ આંતરરાષ્ટ્રીય વેપારને વિક્ષેપિત કરી રહ્યા છે. લાલ સમુદ્રમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે, કાર્ગો પશ્ચિમને બદલે પૂર્વ તરફ મોકલવું વધુ સુરક્ષિત બન્યું છે. આને કારણે, EU અને બ્રિટનમાં કાર્ગોના પ્રવાહમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ડેટા અનુસાર, ફેબ્રુઆરીના પ્રથમ […]

દેશમાં ડુંગળીની નિકાસ ઉપર સરકારે પ્રતિબંધ હટાવ્યો નથી

નવી દિલ્હીઃ દેશમાં ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ હટાવાયો હોવાની અટકળો વચ્ચે આજે સરકાર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. સરકારે ચોખવટ કરી છે કે, તા. 31મી માર્ચ 2024 સુધી ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ રહેશે. ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે એ સમાચારોનું ખંડન કર્યું છે કે, જેમાં ડુંગળીની નિકાસ ઉપર લગાવેતો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. […]

ભારતના આ રાજ્યમાં કાર માલિકોને આજીવન રોડ ટેક્સમાં રાહત

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં રજૂ કરાયેલ બંગાળ મોટર વ્હિકલ ટેક્સ (એમેન્ડમેન્ટ) બિલ 2024માં, સરકારે નાની કારો પર લાઈફ ટાઈમ ટેક્સ ઓછો કરી વાહન માલિકોને મોટી રાહત આપી છે. એ જ રીતે, પશ્ચિમ બંગાળ વધારાના ટેક્સમાં બીજા સુધારા દ્વારા અને મોટર વાહનો, થ્રી-વ્હીલર્સ અને 6,000 કિલોથી ઓછા વજનવાળા હલકા માલસામાનના વાહનો પરના એકમ ટેક્સને એડવાન્સ ટેક્સ […]

ભારતીય શેરબજારમાં તેજી, BSEમાં 281.52 અને NSEમાં 81.55 પોઈન્ટનો વધારો

મુંબઈઃ સ્થાનિક ઈક્વિટી બેંચમાર્ક નિફ્ટી 50 અને સેંસેક્સ સતત પાંચમાં દિવસે લીલા નિશાન સાથે બંધ થયા હતા. સ્થાનિક શેર બજારમાં આઈસીઆઈસીઆઈ બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ભારતીય એરટેલના શેરમાં વધારે મજબુતી જોવા મળી હતી. જોકે, નબળા વૈશ્વિક સંકેતોને કારણે બજારમાં લાભ મર્યાદિત રહ્યો હતો કારણ કે યુએસના ડેટાએ વ્યાજ દરમાં કાપની અપેક્ષાઓ નબળી પાડી હતી. સોમવારે […]

12 વર્ષમાં ફુગાવો અડધો થતા અર્થતંત્રને વ્યાજ દરો અંકુશમાં રહેવાથી ફાયદો થયોઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને કાપડ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે વર્તમાન સરકારની મહત્વાકાંક્ષા 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાની છે અને આ દિશામાં તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજે નવી દિલ્હીમાં લેટિન અમેરિકન અને કેરેબિયનના 19 દેશોના 35 પત્રકારોના મીડિયા પ્રતિનિધિમંડળને સંબોધતા પિયુષ […]

શેરબજારમાં ટ્રેડિંગ લીલા નિશાન પર ખુલ્યું, સેન્સેક્સમાં 100 પોઈન્ટનો ઉછાળો

મુંબઈઃ ભારતીય શેરબજાર આજે લીલા નિશાન સાથે ખુલ્યાં હતા. બપોરના 12.10 કલાકે બીએસઈ 297પોઈન્ટના વધારા સાથે 72711 અને નિફ્ટી 50 લગભગ 101 પોઈન્ટના વધારા સાથે 22144.90 પોઈન્ટ પર કારોબાર કરી રહ્યું છે. બેન્કિંગ, એનર્જી અને ઓટો કંપનીઓના શેરની આગેવાની હેઠળ સોમવારે ભારતીય શેર સૂચકાંકો સતત પાંચમા ટ્રેડિંગ સત્રમાં નજીવા ઊંચા સ્તરે ખૂલ્યા હતા. જ્યારે એશિયન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code