1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

“ભારત ટેક્સ 2024” હેઠળ “ટેકનિકલ ટેક્સટાઇલ્સમાં નવીનતાઓને પ્રોત્સાહન આપવા” પર હેકાથોનનું આયોજન

નવી દિલ્હીઃ નેશનલ ટેકનિકલ ટેક્સટાઇલ્સ મિશન (એનટીટીએમ) હેઠળ ટેક્સટાઇલ મંત્રાલય 26-29 ફેબ્રુઆરી, 2024નાં રોજ આયોજિત થનારી “ભારત ટેક્સ 2024” હેઠળ “ટેકનિકલ ટેક્સટાઇલ્સમાં રચનાત્મકતા લાવવા માટે ટેકનિકલ ટેક્સટાઇલ્સમાં નવીનતાઓને પ્રોત્સાહન આપવા માટે હેકેથોન” શીર્ષક સાથે એક હેકેથોનનું આયોજન કરી રહ્યું છે. હેકાથોનનો મુખ્ય ધ્યેય એક એવું પ્લેટફોર્મ ઊભું કરવાનો છે જે વિદ્યાર્થીઓ, સંશોધકો, ઉદ્યોગસાહસિકો અને ઉદ્યોગ […]

ભારતીય માનક બ્યુરોએ દેશમાં અત્યાર સુધીમાં 8960થી વધુ સ્ટાન્ડર્ડ ક્લબ બનાવ્યા

અમદાવાદઃ ભારતીય માનક બ્યુરો (BIS) એ ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે ગ્રાહક બાબતોના વિભાગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય ભારત સરકારના નેજા હેઠળ કામ કરે છે. BIS એ 1947માં તેની શરૂઆતથી જ ભારતના ઉદ્યોગ અને ગ્રાહકોને સેવા આપી રહ્યું છે જ્યારે તે તેની અનુરૂપતા મૂલ્યાંકન, પ્રયોગશાળા સેવાઓ, હોલમાર્કિંગ અન્ય યોજનાઓ દ્વારા ભારતીય […]

“પોર્ટ્સ ફોર પ્રોસ્પેરીટી અને પોર્ટ્સ ફોર પ્રોગ્રેસ”નાં વિઝનથી ગુજરાત આગળ વધી રહ્યું છેઃ ભુપેન્દ્ર પટેલ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 અંતર્ગત પોર્ટ-લેડ ડેવલપમેન્ટ વિષય પર યોજાયેલા સેમિનારમાં સહભાગી થતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી પ્રયાસોથી દેશમાં પોર્ટ્સથી પ્રોસ્પેરીટીનો નવો ઇતિહાસ રચાયો છે ગુજરાત પણ તેમાં ‘‘પોર્ટ્સ ફોર પ્રોસ્પેરીટી અને પોર્ટ્સ ફોર પ્રોગ્રેસ’’નાં વિઝનથી આગળ વધીને યોગદાન આપવા પ્રતિબદ્ધ છે.  મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ […]

ગુજરાતઃ ખરીદદારો, વેચાણકારોને ફિનટેકની સુવિધા પૂરી પાડવા અંગે ONDP અને સરકાર વચ્ચે MoU

ગાંધીનગરઃ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેટર્સ સમિટ-2024ના બીજા દિવસે મહાત્મા મંદિર ખાતે ગૃહ અને ઉદ્યોગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ‘ઈ-કોમર્સ: બિઝનેસ ઓન ફિંગરટીપ્સ’  અંગે સેમિનાર યોજાયો હતો. જેમાં મંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યના ખરીદદારો, વેચાણકારોને પ્લેટફોર્મ પૂરું પાડવા તથા ફિનટેકની સુવિધા પૂરી પાડવા અંગે ઓ.એન.ડી.પી, (ONDP) વતી ચીફ બિઝનેસ ઓફિસર શિરીષ જોષી અને ગુજરાત સરકાર વતી અધિક ઉદ્યોગ […]

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટઃ એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં આઠ MoU થયા

ગાંધીનગર : વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંતર્ગત આજે દ્વિતીય દિવસે કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતમાં  એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં 8 MoU કરવામાં આવ્યા હતા. જેમાં અસનદાસ એન્ડ સન્સ પ્રા. લી. દ્વારા મહેસાણા ખાતે રૂ. 1100 કરોડનું રોકાણ કરવાનું આયોજન, ભીતર એન્ટરપ્રાઇઝ પ્રા. લી. દ્વારા ગુજરાત રાજ્યમાં 500 કરોડનું રોકાણ કરવાનું આયોજન, ટાઈડી એગ્રોસ્યુટિકલ […]

દેશની પહેલી મેક ઇન ઇન્ડીયા ચીપનું ગુજરાતમાં 2024માં ઉત્પાદન થશે: કેન્દ્રીયમંત્રી અશ્વિની વૈષ્ણવ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત સમિટની દસમી કડીનાં બીજા દિવસે સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સેમિનારમાં સંબોધન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાતને ‘ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ’ બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરનારુ ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. ભારતમાં ટેકનોલોજીનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે. હેલ્થ, એગ્રીકલ્ચર […]

રાજનાથ સિંહ અને UK PM ઋષિ સુનક વચ્ચે મુક્ત વેપાર કરાર માટે ચાલી રહેલી વાટાઘાટો પર ચર્ચા થઈ

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે લંડનમાં બ્રિટિશ પ્રધાનમંત્રી ઋષિ સુનક સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય મુદ્દાઓની વ્યાપક ચર્ચા કરી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સંરક્ષણ, વેપાર અને પ્રાદેશિક મુદ્દાઓ વાટાઘાટોના એજન્ડામાં હતા. બેઠક દરમિયાન ભારત અને યુકે વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) માટે ચાલી રહેલી વાટાઘાટો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. અગાઉ, રાજનાથ સિંહ […]

સુરતઃ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશ-વિદેશના 97 પતંગબાજોએ લીધો ભાગ

અમદાવાદઃ સુરત શહેરના અડાજણ રિવરફ્રન્ટ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિ., સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે મેયર દક્ષેશભાઈ માવાણીના અધ્યક્ષસ્થાને “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2024”  યોજાયો હતો. જેમાં 12 દેશોના 37 અને ભારતના ત્રણ રાજ્યોના 14 પતંગબાજો તેમજ સુરતના 37, નવસારી, ભરૂચના પતંગબાજો સહિત 97 પતંગબાજોએ અવનવા પતંગો ચગાવીને આકાશને રંગબેરંગી બનાવ્યું હતું. દેશ-વિદેશના પતંગબાજોએ ભાતીગળ […]

ગુજરાત અને ડીપી વર્લ્ડએ ભારતીય રાજ્યોમાં લોજિસ્ટિક્સને મજબૂત કરવાના કરાર પર હસ્તાક્ષર કર્યા

ગાંધીનગરઃ ડીપી વર્લ્ડએ ગુજરાત સરકારની સાથે રૂ. 25,000 કરોડ (રૂ.250 બિલિયન)ના મલ્ટિપલ મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (એમઓયુસ) સાઈન કર્યા છે, જેમાં નવા પોર્ટ્સ, ટર્મિનલ્સ અને ઇકોનોમિક ઝોનને કવર કરવામાં આવ્યા છે, તેના દ્વારા વિકસતા ભારતીય રાજ્યમાં વેપારને ટેક આપવાની તેમની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવી છે. ગાંધીનગરના વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન સાઈન કરવામાં આવેલા આ એમઓયુમાં […]

ગ્રીન કોમ્પ્લેક્સ, નોકરીઓ, પહેલો કાર્બન ફાઈબર, મુકેશ અંબાણીએ ગુજરાત માટે કર્યા આ 5 કમિટમેન્ટ્સ

ગાંધીનગર: ગુજરાતમાં શરૂ થયેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં મુકેશ અંબાણીએ ઘણાં મોટા એલાનો કર્યા છે. અંબાણીએ ગુજરાતને પાંચ વાયદા કર્યા છે. તેની સાથે જ કહ્યુ છે કે રિલાયન્સ 2030 સુધી ગુજરાતમાં પોતાનું રોકાણ ચાલુ રાખશે. ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે ધીરુભાઈ અંબાણી ગ્રીન કોમ્પ્લેક્સ ખોલવાની પણ ઘોષણા કરી છે. જામનગરમાં શરૂ થશે ધીરુભાઈ અંબાણી ગ્રીન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code