1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

અમેરિકા અને ઇટાલીએ ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોરને સૌથી મોટો આર્થિક એકીકરણ પ્રોજેક્ટ ગણાવ્યો

અમેરિકા અને ઇટાલીએ ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોરને આ સદીનો સૌથી મોટો આર્થિક એકીકરણ અને જોડાણ પ્રોજેક્ટ ગણાવ્યો છે. એક સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ કોરિડોર ભાગીદારોને જોડશે અને ભારતથી ખાડી દેશો, ઇઝરાયલ, ઇટાલી અને અમેરિકા સુધી આર્થિક વિકાસ અને એકીકરણને પ્રોત્સાહન આપશે.વોશિંગ્ટનમાં અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની વચ્ચેની પ્રથમ […]

નરેન્દ્ર મોદીએ ટેસ્લાના વડા એલોન મસ્ક સાથે કરી વાત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદીએ ટેસ્લાના વડા એલોન મસ્ક સાથે વાત કરી હતી. પીએમએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ અંગે માહિતી આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની પોસ્ટમાં જણાવ્યું હતું કે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં આ વર્ષની શરૂઆતમાં વોશિંગ્ટન ડીસીમાં અમારી બેઠક દરમિયાન આવરી લેવામાં આવેલા મુદ્દાઓનો પણ સમાવેશ […]

ભારતઃ 3 મહિનામાં લક્ઝરી ઘરોના વેચાણમાં 28 ટકાનો વધારો

આ વર્ષે જાન્યુઆરી-માર્ચના સમયગાળા દરમિયાન ભારતના ટોચના સાત શહેરોમાં લક્ઝરી હાઉસિંગ સેગમેન્ટમાં વેચાણમાં વાર્ષિક ધોરણે 28 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ માહિતી એક અહેવાલમાં આપવામાં આવી હતી. રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ CBRE સાઉથ એશિયાએ અહેવાલ આપ્યો છે કે, 2025ના પ્રથમ ત્રિમાસિક સમયગાળામાં લક્ઝરી સેગમેન્ટમાં 4 કરોડ રૂપિયાથી વધુની કિંમતના 1,930 યુનિટ વેચાયા હતા. દેશના ટોચના […]

ભારતની નિકાસમાં વર્ષ 2024-25 માં 5.5 ટકાનો વધારો

નવી દિલ્હીઃ દેશની નિકાસમાં વર્ષ 2024-25 દરમિયાન 5.5 ટકાનો વધારો થયો છે. વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા હોવા છતાં, ભારતની કુલ માલ અને સેવાઓની નિકાસ 820.93 અબજ ડોલરના વિક્રમી સ્તરે પહોંચી છે, જે પાછલા નાણાકીય વર્ષમાં 778.13 અબજ ડોલર હતી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા બહાર પાડેલા સંકલિત આંકડા મુજબ, દેશની કુલ નિકાસ 820.93 અબજ ડોલર જ્યારે […]

WTOએ ટેરિફ વિવાદના કારણે વિશ્વના વેપારમાં દોઢ ટકાનાં ઘટાડાનું અનુમાન જાહેર કર્યું

નવી દિલ્હીઃ વિશ્વ વેપાર સંગઠન-WTOએ ટેરિફ વિવાદના કારણે વિશ્વના વેપારમાં દોઢ ટકાનાં ઘટાડાનું અનુમાન જાહેર કર્યું છે. WTOએ જણાવ્યું, આ વર્ષે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફના પરિણામે વૈશ્વિક વેપારમાં ઘટાડો થશે. WTOએ વર્ષ 2025 અને 2026 માટે તેના વેપાર અનુમાન જાહેર કરતી વખતે આ વાત કહી. WTOના ડિરેક્ટર જનરલે એક નિવેદનમાં ચીન-અમેરિકા ટેરિફ વિવાદને […]

ટેરિફ ઘટાડવા ભારત-અમેરિકા વચ્ચે પ્રથમ તબક્કાની વાટાઘાટો શરૂ થશે

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા 2025ના આાગામી દિવસોમાં ટેરિફ ઘટાડવા માટે દ્વિપક્ષીય વેપાર કરાર (BTA)ના પ્રથમ તબક્કા પર હસ્તાક્ષર કરવા માટે કામ કરી રહ્યા છે. કારણ કે કરારની સંદર્ભ શરતો પહેલાથી જ અંતિમ સ્વરૂપ આપવામાં આવી છે. વાણિજ્ય વિભાગના અધિક સચિવ રાજેશ અગ્રવાલે આજે મંગળવારે (15 એપ્રિલ, 2025) જણાવ્યું હતું કે, ‘અમેરિકન ટીમ અહીં આવી […]

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય અને સ્વિગી વચ્ચે કરાર, રોજગારીની નવી તકો ઉભી થશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે રોજગાર ક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય કારકિર્દી સેવા (NCS) હેઠળ સ્વિગી સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ હાજર હતા. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, ‘અમે ખાનગી ક્ષેત્ર સહિત વિવિધ સંસ્થાઓ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરવાની […]

ચીની કરન્સી RMBની આંતરરાષ્ટ્રીય માન્યતા વધી

તાજેતરના વર્ષોમાં ચીન સંસ્થાકીય વ્યવસ્થામાં સુધારો કરી રહ્યું છે અને RMBના સરહદ પાર ઉપયોગ માટે મૂળભૂત સુવિધાઓનું નિર્માણ કરી રહ્યું છે. ચીને નાણાકીય બજારની દ્વિ-માર્ગને વિસ્તૃત કર્યુ છે, જેનાથી સ્થાનિક અને વિદેશી સંસ્થાઓ માટે RMBનો ઉપયોગ કરવા માટે વધુ સારું નીતિગત વાતાવરણ બન્યું છે. RMBના આંતરરાષ્ટ્રીય ઉપયોગના વિવિધ સૂચકાંકો સતત સુધરી રહ્યા છે. RMBના આંતરરાષ્ટ્રીયકરણની […]

તેજી સાથે ખૂલ્યું શેરબજાર, સેન્સેક્સમાં 1600 પોઈન્ટનો વધારો

મુંબઈઃ અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે એટલે કે આજે 15 એપ્રિલે શેરબજારની શરૂઆત તેજી સાથે થઈ છે. 14 એપ્રિલ અને સોમવારના રોજ આંબેડકર જયંતિને કારણે શેરબજારમાં ટ્રેડિંગ બંધ રહ્યું હતું. શરૂઆતથી જ બજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1600 પોઈન્ટથી વધુ ઊંચકાયો હતો, જ્યારે નિફ્ટીમાં 500 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. BSE સેન્સેક્સ 76000ને પાર […]

ભારતઃ અઠવાડિયામાં સોનાના ભાવમાં 6.5 ટકાનો ઉછાળો

નવી દિલ્હીઃ છેલ્લા અઠવાડિયામાં સોનાના ભાવમાં 6.5 ટકાનો ઉછાળો આવ્યો છે અને આંતરરાષ્ટ્રીય ભાવ વધીને $3,237 પ્રતિ ઔંસ થયા છે.કોવિડ-૧૯ પછી સોનાનું આ શ્રેષ્ઠ સાપ્તાહિક પ્રદર્શન હતું. આનું કારણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પારસ્પરિક ટેરિફને કારણે વધતી જતી વૈશ્વિક અસ્થિરતા છે, જે સોનાના ભાવને ટેકો આપી રહી છે. સોનાના ભાવમાં વધારો એવા સમયે જોવા મળી રહ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code