1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

ભારતની અર્થવ્યવસ્થામાં ઝડપી વૃદ્ધિ,પહેલી વખત 4 ટ્રિલિયન ડોલરને પાર પહોંચી ઈકોનોમી

દિલ્હી: ભારતના અર્થતંત્રમાં ઐતિહાસિક વૃદ્ધિ જોવા મળી હતી.ભારતની અર્થવ્યવસ્થા પ્રથમ વખત 4 ટ્રિલિયન ડોલરને વટાવી ગઈ છે અને આ સાથે તે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બનવાની ખૂબ નજીક આવી ગયો છે. ભારતની 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા હાંસલ કરવાની દિશામાં આ એક મોટું પગલું છે. નાણાકીય વર્ષ 2023-24 ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન, […]

ગુજરાતની ઇનલેન્ડ જળાશય લીઝિંગ પોલિસી લોન્ચ કરાશે

અમદાવાદમાં ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023નું આયોજન થવાનું છે, જે બે દિવસીય મેગા ઇવેન્ટ છે, જે વિશ્વ મત્સ્યપાલનની ઉજવણી પ્રસંગે 21 અને 22 નવેમ્બરના રોજ રાજ્યના મત્સ્યઉદ્યોગ પ્રધાનો, વિવિધ રાષ્ટ્રોના રાજદૂતો, વૈશ્વિક મત્સ્યઉદ્યોગ વૈજ્ઞાનિકો, નીતિ ઘડવૈયાઓ, મત્સ્યઉદ્યોગ સમુદાયો અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ સહિત વિવિધ મહાનુભાવો અને હિતધારકોને એકસાથે લાવશે. મત્સ્યપાલન વિભાગ, મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રાલય, […]

અદાણી ગ્રૂપ રોજગારી સર્જનમાં મોખરે: 13,000 યુવાઓને મળશે નોકરી!

અદાણી જૂથ દેશની વિકાસગાથામાં નોંધનીય યોગદાન આપી રહ્યું છે. રોજગારી સર્જનમાં મહત્વની ભૂમિકા અદા કરતા જૂથ દ્વારા હજારોની સંખ્યામાં યુવાઓને નોકરીઓ મળી રહે તેવો પ્લાન બનાવવામાં આવ્યો છે. આગામી વર્ષોમાં અદાણી જૂથ દ્વારા દેશમાં લગભગ 13000 યુવાઓને નોકરી આપવામાં આવશે. કંપનીનો નવો મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ (સોલાર મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ) અમલી થતા ગ્રીન એનર્જી સહિત પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ […]

ગુજરાતઃ એસટી નિગમને દિવાળી ફળી, તહેવારોમાં 48 કરોડથી વધારેની આવક

અમદાવાદઃ રાજ્યમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. દિવાળીના તહેવારોમાં લોકોને પોતાના ગામ જવા માટે એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડાવવામાં આવી હતી. જેથી દિવાળીના તહેવારોમાં એસટીની બસોમાં ભારે ધસારો જોવા મળ્યો હતો. દરમિયાન દિવાળીના તહેવારોમાં એસટી નિગમને કરોડોની આવક થઈ છે. એસટીને દિવાળીના તહેવારોમાં રૂ. 48.13 કરોડની આવક થઈ હોવાનું જાણવા મળે છે. ચાલુ […]

ઓનલાઈન દવાના વેચાણ અંગે પોલીસી બનાવવા કેન્દ્ર સરકારને દિલ્હી હાઈકોર્ટનો નિર્દેશ

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને 8 અઠવાડિયાની અંદર દવાઓના ઓનલાઈન વેચાણ અંગે નીતિ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. એક્ટિંગ ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મિની પુષ્કર્ણની ડિવિઝન બેન્ચે કહ્યું કે, આ મામલો પાંચ વર્ષથી કોર્ટમાં પેન્ડિંગ છે. તેથી કેન્દ્ર સરકારને આ મામલે નીતિ લાવવાની છેલ્લી તક આપવામાં આવી રહી છે. કોર્ટે કહ્યું કે, જો આ આદેશનું […]

ઓપન માર્કેટ સેલ સ્કીમ હેઠળ ઈ-ઓક્શનમાં 2.84 LMT ઘઉં અને 5830 MT ચોખાનું વેચાણ

નવી દિલ્હીઃ ઘઉં અને ચોખા બંનેની સાપ્તાહિક ઈ-હરાજી ચોખા, ઘઉં અને લોટના છૂટક ભાવને નિયંત્રિત કરવા માટે બજારના હસ્તક્ષેપની ભારત સરકારની પહેલ હેઠળ હાથ ધરવામાં આવે છે. દરમિયાન 21મી ઈ-હરાજી હાથ ધરવામાં આવી હતી જેમાં ઓપન માર્કેટ સેલ સ્કીમ (ડોમેસ્ટિક) હેઠળ 3 LMT ઘઉં અને 1.79 LMT ચોખા ઓફર કરવામાં આવ્યા હતા અને 2.84 LMT […]

અદાણી પોર્ટસ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ માસિક પરિણામો

અમદાવાદ, ૯ નવેમ્બર ૨૦૨૩: અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિકઝોન લિ.એ તા.૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિકઅને પ્રથમ અર્ધ વાર્ષિક સમયગાળાના પરિણામો આજે  જાહેર કર્યા છે. (Amounts in Rs Cr) Particulars H1 FY24 H1 FY23 Y-o-Y Change Cargo (MMT) 202.6 177.5 14% Revenue 12,894 10,269 26% EBITDA# 7,429 4,980 49% PAT 3,881** 2,915 33% […]

ટોરેન્ટ ગેસના મેનેજિંગ ડિરેક્ટર તરીકે મનોજ જૈનની નિયુક્તિ

સમગ્ર દેશમાં 34 જીલ્લાઓમાં ગેસનું વિતરણની અધિકૃતતતા ધરાવતી દેશની અગ્રણી CGD કંપની, ટોરેન્ટ ગેસ લિમિટેડના બોર્ડએ 1 જાન્યુઆરી 2024 થી તેમના મેનેજિંગ ડિરેક્ટર તરીકે શ્રી મનોજ જૈનની નિમણૂકને મંજૂરી આપી છે. આ પહેલા, શ્રી જૈન ફેબ્રુઆરી 2020 થી ઓગસ્ટ 2022 સુધી GAIL (ઈન્ડિયા) લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હતા. શ્રી જૈન GAIL ની અંદર બહુવિધ […]

‘ભારતની સિલિકોન વેલી’ બેંગલુરૂમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માટેનો રોડ શૉ યોજાયો

અમદાવાદઃ વાઈબ્રન્ટ ગુજરાત 2024ના પ્રતિનિધિમંડળે 9 નવેમ્બરના રોજ ગુજરાત સરકારના માનનીય ઉદ્યોગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતના નેતૃત્વમાં બેંગલુરૂ ખાતે સફળતાપૂર્વક રોડ શૉ સંપન્ન કર્યો. આ પ્રસંગે ગુજરાત સરકારના અધિકારીઓ સહિત પ્રતિષ્ઠિત ઉદ્યોગ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવી દિલ્હીમાં કર્ટેન રેઇઝર કાર્યક્રમની સફળતા પછી, […]

કેન્દ્ર સરકારે દિવાળી પૂર્વે ટેક્સની રકમમાંથી મળેલી રકમ રાજ્યો માટે જાહેર કરી

નવી દિલ્હીઃ દિવાળીના તહેવારનોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે નવેમ્બર મહિનાની ટેક્સ કમાણીમાં રાજ્યોના હિસ્સાની રકમ સમય પહેલા જાહેર કરી દીધી છે. કેન્દ્ર સરકારે નવેમ્બર 2023 માટે રાજ્યોને 72,961.21 કરોડ રૂપિયા 7 નવેમ્બરના રોજ રિલીઝ કરવાની મંજૂરી આપી છે. જોકે, આ રકમ 10 નવેમ્બર સુધીમાં જાહેર કરવાની હતી. કેન્દ્રના આ નિર્ણયને કારણે, રાજ્ય સરકારો તહેવારોને ધ્યાનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code