1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

ગુજરાતમાં કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે કુલ ₹34,733 કરોડના રોકાણ થશે

મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી એ જણાવ્યું છે કે, 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2024ના પૂર્વાર્ધરૂપે, ‘ફ્યુચરકેમ ગુજરાત: શેપિંગ ટુમોરોઝ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રી’ ની થીમ પર 23 ડિસેમ્બર, 2023ના રોજ ભરૂચ ખાતે કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે પ્રિ-વાયબ્રન્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારનો ઉદ્દેશ વિશ્વભરના પોલિસી મેકર્સ, પ્રેક્ટિશનર્સ, શિક્ષણવિદો અને ઉદ્યોગોના […]

ભારતઃ સ્વદેશ દર્શન 2.0 અંતર્ગત વિકાસ માટે 55 સ્થળોની ઓળખ કરાઈ

પર્યટન મંત્રાલયે સફળતાપૂર્વક 4 જી20 ટૂરિઝમ વર્કિંગ ગ્રુપનું આયોજન કર્યું હતું અને દેશમાં વિવિધ સ્થળોએ પ્રવાસન મંત્રીસ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું જેમકે, કચ્છનું રણ, સિલિગુડી/દાર્જિલિંગ, શ્રીનગર અને પણજી, ગોવા. સ્થાયી વિકાસનાં લક્ષ્યાંકો હાંસલ કરવા માટેનાં સાધન તરીકે પ્રવાસન માટે જી20 રોડમેપને જી20નાં તમામ સભ્ય દેશો અને આમંત્રિત દેશોએ સંપૂર્ણપણે સમર્થન આપ્યું હતું. તેમાં એસડીજી હાંસલ કરવા માટે ગ્રીન ટૂરિઝમ, ડિજિટલાઇઝેશન, સ્કિલ્સ, ટૂરિઝમ એમએસએમઇ અને ડેસ્ટિનેશન મેનેજમેન્ટની પાંચ પ્રાથમિકતાઓ પર […]

PLI યોજના હેઠળ અત્યાર સુધીમાં અંદાજે રૂ. 2119 કરોડનું રોકાણ

પ્રધાનમંત્રી મિત્ર પાર્ક શરૂ કરવાથી માંડીને પીએલઆઈ યોજના અંતર્ગત રોકાણ સુધી, આ વર્ષ ટેક્સટાઇલ મંત્રાલય માટે એક મહત્વપૂર્ણ વર્ષ હતું. પ્રધાનમંત્રી મિત્રા સરકારે વર્ષ 2027-28 સુધીનાં ગાળા માટે રૂ. 4445 કરોડનાં ખર્ચ સાથે પ્લગ એન્ડ પ્લે સુવિધા સહિત વૈશ્વિક કક્ષાનાં માળખાગત સુવિધા વિકસાવવા માટે પ્રધાનમંત્રી મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન એન્ડ એપરલ (પીએમ મિત્રા) પાર્ક્સ યોજના શરૂ કરી છે. પ્રધાનમંત્રી મિત્રા પાર્ક્સ […]

ભારતીય સ્પેસ સ્ટાર્ટ-અપ્સમાં રોકાણ વધીને 124.7 મિલિયન ડોલર પર પહોંચ્યું

નવી દિલ્હીઃ દેશમાં 2014માં સ્પેસ સ્ટાર્ટ-અપ્સની સંખ્યા માત્ર 1 હતી તે વધીને 2023માં 189 થઈ ગઈ છે. 2023માં ભારતીય સ્પેસ સ્ટાર્ટ-અપ્સમાં રોકાણ વધીને 124.7 મિલિયન ડોલર થઈ ગયું છે. આમ કેન્દ્રીય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહએ રાજ્યસભામાં એક સવાલના જવાબમાં જણાવ્યું હતું. ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, ભારતીય અવકાશ અર્થતંત્રનું વર્તમાન કદ આશરે 8.4 બિલિયન […]

ભારત વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં 24.64 ટકા યોગદાન આપીને પ્રથમ ક્રમે

નવી દિલ્હીઃ પશુધન ક્ષેત્રે 2014-15થી 2021-22 દરમિયાન 13.36% ના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) થી વૃદ્ધિ પામી છે. કુલ કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં પશુધનનું યોગદાન 24.38 ટકા (2014-15) થી વધીને 30.19 ટકા (2021-22) થયું છે. પશુધન ક્ષેત્રે 2021-22માં કુલ જીવીએમાં 5.73 ટકા યોગદાન આપ્યું છે. દેશમાં 20મી પશુધન વસ્તી ગણતરી મુજબ લગભગ 303.76 મિલિયન બોવાઇન […]

સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એમેન્ડમેન્ટ બિલ-2023 રાજ્યસભામાં રજૂ કરાયું

 નવી દિલ્હી: સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એમેન્ડમેન્ટ બિલ-2023 આજે રાજ્યસભામાં ચર્ચા અને પસાર કરવા માટે રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ-સીજીએસટી બિલ-2017ની જોગવાઈઓમાં સુધારો કરવા માંગે છે. આનાથી કેન્દ્ર સરકારને એપેલેટ ટ્રિબ્યુનલની સ્થાપના કરવાનો અધિકાર મળશે. સંશોધન બિલ રજૂ કરતાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, આ બિલ […]

Indian Navy: ફ્રાંન્સ ભારતને 26 ફાઈટર વિમાન વેચી શકે છે, જાણો કેટલો મોટો કરાર હશે

22 સિંગલ સીટર અને 4 ડબલ સિટર જેટ ખરીદશે સરકાર ભારત, ફ્રાંસ જોડે 26 ફાઈટર વિમાન ખરીદવાનો સોદો કરી શકે છે. ફ્રાંસ સરકારે સોદાની દરખાસ્ત મોકલી છે. દરખાસ્ત અનુસાર, આ સોદો 50 હજાર કરોડ રૂપિયાનો હોય શકે છે. આ સોદા સાથે ભારતને ફાઈટર વિમાન સાથે તેની ટ્રેઈનિંગ, જાળવણી અને લોજિસ્ટિક સપોર્ટ પણ મળશે. ભારત સરકાર […]

નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓને AIFની યોજનાથી દૂર રહેવાનો RBIનો નિર્દેશ

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંકે તમામ નોન બેકિંગ નાણાકીય કંપનીઓને એઆઈએફની યોજનાથી દૂર રાખવાનો નિર્દેશ આપ્યો છે. તેમજ 30 દિવસની અંદર આવા એઆઈએફમાંથી તેમના રોકાણને ફડચામાં લેવાનો નિર્દેશ આપ્યો હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર ભારતીય રિઝર્વ બેંકે તમામ કોમર્શિયલ બેન્ક, સહકારી બેન્ક, હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ અને નાણાંકીય સંસ્થાઓ સહિત નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓને વૈકલ્પિક […]

ભારત એનસીએપી ક્રેશ ટેસ્ટના પરિણામો વર્ષના અંત સુધીમાં જાહેર થવાની શક્યતા

નવી દિલ્હીઃ ભારત સરકારના ભારત ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ (બીએનસીએપી) એ ક્રેશ ટેસ્ટનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ કરી દીધો છે, જેનું પરિણામ આવતા સપ્તાહના અંત સુધી અથવા આ મહિનાના અંત સુધીમાં અપેક્ષિત છે. આનાથી ગ્રાહકોને ખરીદીના વધુ સારા નિર્ણયો લેવામાં મદદ મળશે. ભારત એનસીએપી પરીક્ષણ 15 એક્ટોમ્બરથી શરુ થવાનું હતુ, પરંતુ રજાઓના કારણે 15 ડિસેમ્બર સુધી […]

ભારતીય શેરબજારમાં કડાકો, BSEમાં 931 અને NSEમાં 303 પોઈન્ટનો ઘટાડો

મુંબઈઃ ભારતીય શેર બજારમાં સતત તેજી વચ્ચે બીએસઆઈ સેંસેક્સ 931 અને એનએસઈ 303 પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યું છે. ભારે વેચવાલીને કારણે શેરબજારમાં કડાકો બોલતા રોકાણકારોને રૂ. 10 લાખ કરોડનું નુકશાન થયાનો અંદાજ છે. સુત્રોના જણાવ્યા અનુસાર શેરબજારમાં સતત વધારાથી ઉત્સાહિત રોકાણકારોને બુધવાર, 20 ડિસેમ્બર, 2023 ના ટ્રેડિંગ સેશનમાં મોટો આંચકો લાગ્યો છે. ઉત્તમ વૈશ્વિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code