1. Home
  2. ગુજરાતી
  3. નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓને AIFની યોજનાથી દૂર રહેવાનો RBIનો નિર્દેશ
નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓને AIFની યોજનાથી દૂર રહેવાનો RBIનો નિર્દેશ

નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓને AIFની યોજનાથી દૂર રહેવાનો RBIનો નિર્દેશ

0
Social Share

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંકે તમામ નોન બેકિંગ નાણાકીય કંપનીઓને એઆઈએફની યોજનાથી દૂર રાખવાનો નિર્દેશ આપ્યો છે. તેમજ 30 દિવસની અંદર આવા એઆઈએફમાંથી તેમના રોકાણને ફડચામાં લેવાનો નિર્દેશ આપ્યો હોવાનું જાણવા મળે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ભારતીય રિઝર્વ બેંકે તમામ કોમર્શિયલ બેન્ક, સહકારી બેન્ક, હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ અને નાણાંકીય સંસ્થાઓ સહિત નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓને વૈકલ્પિક રોકાણ ભંડોળ- AIFs દ્વારા રજૂ કરવામાં આવતી કોઈપણ યોજનામાં રોકાણ કરવાથી દૂર રહેવાનો નિર્દેશ આપ્યો છે. RBIએ એક જાહેરનામામાં જણાવ્યું છે કે, દેવાદાર કંપનીનો અર્થ એવી કંપની છે જેણે છેલ્લા 12 મહિનામાં કોઈપણ સમયે બેન્ક પાસેથી લોન લીધી હોય. આરબીઆઈએ બેન્કોને 30 દિવસની અંદર આવા AIFsમાંથી તેમના રોકાણને ફડચામાં લેવાનો નિર્દેશ આપ્યો છે. જો બેન્ક નિર્ધારિત સમયમર્યાદામાં તેના રોકાણને ફડચામાં લાવવામાં અસમર્થ હોય તો તેણે આવા રોકાણ પર 100 ટકા જોગવાઈ કરવી પડશે. રિઝર્વ બેન્કે જણાવ્યું છે કે સૂચનાઓ તાત્કાલિક અસરથી અમલમાં આવી ગઈ છે. તાજેતરમાં એવું જોવામાં આવ્યું છે કે આ પ્રકારના વ્યવહારો નિયમનકારી ચિંતાઓને જન્મ આપી શકે છે, જેના કારણે આવા નિર્દેશો જાહેર કરવાની ફરજ પડી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આરબીઆઈ દ્વારા બેંકો સાથે થતા ફ્રોડને અટકાવવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યાં છે. તેમજ બેંકના ગ્રાહકોને પણ લોકોને લોભામણી અને છેતરામણી જાહેરાતોથી દૂર કરવની અપીલ કરવામાં આવી રહી છે. તેમજ તમામ બેંકીંગ વ્યવહારો ઉપર નજરહ રાખવામાં આવી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code