
વૈશાખ મહિનાની પૂનમના દિવસે કરો આ ઉપાય, રાતોરાત બની જશો અમીર
હિન્દુ ધર્મમાં પૂનમની તિથિનું વિશેષ મહત્વ છે. આ દિવસે વિશેષ પૂજા ઉપાય અને દાન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. વૈશાખ મહિનાની પૂનમ આ દૃષ્ટિએ સૌથી વધારે ખાસ હોય છે. આ વર્ષે વૈશાખ મહિનાની પૂર્ણિમા 23 મે એ આવશે. આ દિવસે વ્રત રાખી અને સ્નાન, દાન કરવાથી શુભ ફળ મળે છે. સાથે જ કેટલાક ઉપાય કરવાથી જીવનના કષ્ટ દૂર થાય છે અને સુખ શાંતિ વધે છે.
વૈશાખ મહિનાની પૂર્ણિમાના ઉપાય
– પૂનમના દિવસે માતા લક્ષ્મીને 11 પીળી કોડી અર્પણ કરો. ત્યાર પછી બીજા દિવસે આ કોડીને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખી દો. આ ઉપાય કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે અને માતા લક્ષ્મીની કૃપા વરસે છે.
– પૂનમના દિવસે માતા લક્ષ્મીને ખીરનો ભોગ ધરાવો. માતા લક્ષ્મીની આરતી કરીને ખીરનો પ્રસાદ પરિવારની સાથે મળીને ગ્રહણ કરો. તેનાથી ઘરમાં સુખ-શાંતિ વધશે.
– માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા હોય તો પૂનમના દિવસે સાવરણીનું દાન કરો. સાવરણીનું દાન કરવાથી ધન લાભના યોગ પ્રબળ બને છે.
– દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું શુભ ગણાય છે. આ દિવસે નદીમાં સ્નાન કરીને યથાશક્તિ દાન કરવાથી જીવનના કષ્ટ દૂર થાય છે.