1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

રુ. 2000ની 97.38% નોટો બેંકમાં પરત આવી : RBI

નવી દિલ્હીઃ 2000 રૂપિયાની નોટને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. RBI અનુસાર, દેશમાં ચલણમાં રહેલી 2000 રૂપિયાની લગભગ 97.38 ટકા નોટો અત્યાર સુધીમાં બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી છે. લોકો પાસે હવે માત્ર 9,330 કરોડ રૂપિયાની નોટો બચી છે. જો કે રૂ. 2,000ની નોટ લીગલ ટેન્ડર રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ આ […]

ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે PLI યોજનાની મુદત એક વર્ષ સુધી લંબાવી

નવી દિલ્હી: સરકારે ઓટોમોબાઈલ અને ઓટો પાર્ટ્સ માટે પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ સ્કીમ-PLI માટેની સમયમર્યાદા આંશિક ફેરફારો સાથે એક વર્ષ સુધી લંબાવી છે. ઉત્પાદન આધારિત પ્રોત્સાહન યોજના નાણાકીય વર્ષ 2023-24 થી શરૂ થતા સળંગ પાંચ નાણાકીય વર્ષ માટે લાગુ થશે. આગામી નાણાકીય વર્ષ 2024-25માં પ્રોત્સાહન લાભો આપવામાં આવશે. યોજના મુજબ, અરજદાર સતત પાંચ નાણાકીય વર્ષ માટે […]

ભારતઃ કોલસાનું ઉત્પાદન 12.29 ટકા વધીને 664.37 મિલિયન ટન ઉપર પહોંચ્યું

નવી દિલ્હીઃ દેશમાં 25 ડિસેમ્બર, 2023 સુધીમાં પાવર સેક્ટરમાં કોલસાની કુલ ડિસ્પેચ 8.39 ટકા વધીને 577.11 મિલિયન ટન થઈ છે. ગયા વર્ષે સમાન સમયગાળા દરમિયાન તે 532.43 મિલિયન ટન હતું. આ વધારો પાવર સેક્ટરની ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવા સતત અને મજબૂત કોલસાના પુરવઠાને સુનિશ્ચિત કરે છે. ચાલુ નાણાકીય વર્ષ 2023-24 (એપ્રિલ 1 થી ડિસેમ્બર 25, […]

2023ના અંતિમ વ્યવસાયીક દિવસે શેર બજાર તુટ્યું, BSEમાં 170 અને NSE માં 47 પોઈન્ટનું ગાબડું

નવી દિલ્હીઃ વર્ષ 2023માં સતત નવા કિર્તિમાન સ્થાપિત કરનાર ભારતીય શેર બજાર વર્ષના અંતિમ કારોબારી દિવસે ઓલ ટાઈમ હાઈથી પટકાઈને બંધ થયો હતો. મિશ્રિત વૈશ્વિક અને ઘરેલુ સંકેત વચ્ચે રોકાણકારોઓએ નફોવસુલીના કારણે સેન્સેક્સ અને નિફ્ટ નીચા મથાળે પટકાયું હતું. શુક્રવારે સેન્સક્સ 170.12 (0.23 ટકા) પોઈન્ટ નીચે આવીને 72240.26 પોઈન્ટના સ્તર ઉપર બંધ રહ્યું હતું. જ્યારે […]

પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રોથી નાગરિકોને અંદાજે રૂ..23,000 કરોડની બચત

નવી દિલ્હીઃ વર્ષ 2023માં, ફાર્માસ્યુટિકલ વિભાગમાં વિવિધ કાર્યક્રમો અને પહેલનો અમલ કરવામાં આવ્યો હતો. ભારત સરકારની એક મોટી પહેલ ‘પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના’એ રોકાણ અને ઉત્પાદનમાં વધારો કરીને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ભારતની ઉત્પાદન ક્ષમતાને મજબૂત કરવા માટે ગરીબ અને વંચિતોને ગુણવત્તાયુક્ત જેનેરિક દવાઓ ઉપલબ્ધ કરાવવા અને પીએલઆઈ યોજના માટે 10,000 રિટેલ આઉટલેટ્સ ખોલવાનું લક્ષ્ય હાંસલ કર્યું […]

નવા વર્ષના પહેલા જ મહિનામાં 16 દિવસ બંધ રહેશે બેંક

મુંબઈ:જો તમે પણ આવતા મહિને કોઈપણ દિવસે બેંકનું કામકાજ હોય તો પહેલા રજાઓની લિસ્ટ તપાસો. એવું બની શકે છે કે જે દિવસે તમે બેંકમાં જવાનું નક્કી કર્યું છે તે દિવસે બેંકની રજા હોય. નોંધનીય છે કે, બેંકોની ઓનલાઈન સેવાઓ રજાના દિવસોમાં પણ કાર્યરત રહે છે. આ ઉપરાંત બેંકના એટીએમ પણ ખુલ્લા રહે છે. 2024નું વર્ષ […]

સરકારે Zomatoને 402 કરોડની નોટિસ ફટકારી,જાણો શું છે કારણ

દિલ્હી:ભારતમાં ફૂડ ડિલવરીનો વેપાર ચલાવતી એપ્લિકેશન Zomato પર સરકાર દ્વારા સકંજો કસવામાં આવ્યો છે. આ સમગ્ર મામલો ટેક્સને લઈને બહાર આવ્યો છે. હાલમાં ગુરુગ્રામ સ્થિત કંપનીનું કહેવું છે કે તે આ ટેક્સ ન ચૂકવી શકે કારણ કે તે ડિલિવરી પાર્ટનર દ્વારા ચૂકવવામાં આવે છે. Zomatoનું કહેવું છે કે તે આ નોટિસનો જવાબ દાખલ કરશે. જો […]

કૃષિ-નિકાસમાં પ્રોસેસ્ડ ફૂડની નિકાસનો હિસ્સો 2014-15માં 13.7% થી વધીને 2022-23માં 25.6% થયો

નવી દિલ્હીઃ ફૂડ પ્રોસેસિંગ સેક્ટર ખેતીની આવક વધારવામાં અને ખેતી સિવાયની નોકરીઓનું સર્જન કરવા, ખેતી અને સંલગ્ન ક્ષેત્રના ઉત્પાદનમાં લણણી પછીના નુકસાનને ઘટાડવામાં અને જાળવણી અને પ્રોસેસિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખેતરમાં અને બહારના રોકાણો દ્વારા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તદનુસાર, ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલયે દેશમાં ફૂડ પ્રોસેસિંગ સેક્ટરના વિકાસને વેગ આપવા માટે ઘણી પહેલ હાથ ધરી છે અને નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન […]

ગાંધીનગરઃ ‘એરક્રાફ્ટ એન્ડ એવિયેશન એન્સિલિયરી મેન્યુફેક્ચરિંગ એન્ડ MRO ઓપોર્ચ્યુનિટીઝ ઇન ગુજરાત’ પર સેમિનાર યોજાશે

ગાંધીનગરઃ ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના સચિવ હારિત શુક્લાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જાહેરાત કરી હતી કે, ‘એરક્રાફ્ટ એન્ડ એવિયેશન એન્સિલિયરી મેન્યુફેક્ચરિંગ એન્ડ MRO ઓપોર્ચ્યુનિટીઝ ઇન ગુજરાત’ પર એક સેમિનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન 10 જાન્યુઆરીના રોજ આયોજિત કરવામાં આવ્યો છે. સચિવે જણાવ્યું હતું કે, આ સેમિનાર એક્શનેબલ સોલ્યુશન્સ એટલે કે કાર્યવાહી કરવા યોગ્ય સમાધાનો […]

દેશમાં મોંઘવારીને કાબુમાં લેવા માટે સરકારનો નિર્ણય, માત્ર 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ચોખા વેચશે

નવી દિલ્હીઃ મોંઘવારી સામે લડવા માટે સરકારે ભારત બ્રાન્ડને પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો છે. પહેલા કેન્દ્ર સરકારે દેશમાં ભારત આટા અને ભારત દળની શરૂઆત કરી હતી. હવે ભારત બ્રાન્ડ હેઠળ ભારત ચોખા આવવાનો નિર્ણય કરાયો છે. તેની કિંમત 25 રૂપિયા પ્રતિ કિલો રાખવામાં આવશે. ભારત સરકારના એક વરિષ્ઠ અધિકારીએ ભારત ચોખાના લોન્ચની પુષ્ટિ કરી છે. સૂત્રોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code