1. Home
  2. ગુજરાતી
  3. નવા વર્ષના પહેલા જ મહિનામાં 16 દિવસ બંધ રહેશે બેંક
નવા વર્ષના પહેલા જ મહિનામાં 16 દિવસ બંધ રહેશે બેંક

નવા વર્ષના પહેલા જ મહિનામાં 16 દિવસ બંધ રહેશે બેંક

0
Social Share

મુંબઈ:જો તમે પણ આવતા મહિને કોઈપણ દિવસે બેંકનું કામકાજ હોય તો પહેલા રજાઓની લિસ્ટ તપાસો. એવું બની શકે છે કે જે દિવસે તમે બેંકમાં જવાનું નક્કી કર્યું છે તે દિવસે બેંકની રજા હોય. નોંધનીય છે કે, બેંકોની ઓનલાઈન સેવાઓ રજાના દિવસોમાં પણ કાર્યરત રહે છે. આ ઉપરાંત બેંકના એટીએમ પણ ખુલ્લા રહે છે.

2024નું વર્ષ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. વર્ષ 2024ના પહેલા મહિનામાં એટલે કે જાન્યુઆરીમાં બેંકોમાં ઘણી રજાઓ છે. જાન્યુઆરી 2024માં બેંકો અડધાથી વધુ દિવસો માટે બંધ રહેશે. તહેવારો, જયંતી અને શનિવાર-રવિવારની સાપ્તાહિક રજાઓ સહિત કુલ 16 દિવસ માટે બેંકો બંધ રહેશે.

· પહેલી જાન્યુઆરી- દેશભરમાં બેંકો બંધ રહેશે.
· સાતમી જાન્યુઆરી – રવિવારના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
· 11મી જાન્યુઆરી- મિઝોરમમાં મિશનરી દિવસના કારણે બેંકો બંધ રહેશે.
· 12મી જાન્યુઆરી- પશ્ચિમ બંગાળમાં સ્વામી વિવેકાનંદ જયંતિના કારણે બેંકો બંધ રહેશે.
· 13મી જાન્યુઆરી- મહિનાનો બીજો શનિવાર અને લોહરીના કારણે બેંકમાં રજા.
· 14મી જાન્યુઆરી- મકરસંક્રાંતિ અને રવિવારના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
· 15મી જાન્યુઆરી ઉત્તરાયણ પુણ્યકાલ/મકર સંક્રાંતિ/માઘે સંક્રાંતિ/પોંગલ/માઘ બિહુ – બેંગલુરુ, ચેન્નાઈ, ગંગટોક, ગુવાહાટી, હૈદરાબાદ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં બેંકો બંધ રહેશે.
· 16મી જાન્યુઆરી- પશ્ચિમ બંગાળ, આસામ અને ચેન્નાઈમાં તુસુ પૂજા અને તિરુવલ્લુવર દિવસના કારણે બેંકો બંધ રહેશે.
· 17મી જાન્યુઆરી- ગુરુ ગોવિંદ સિંહ જયંતિના કારણે પંજાબ સહિત ઘણા રાજ્યોમાં બેંકોમાં રજા રહેશે.
· 20મી જાન્યુઆરી-રવિવાર સાપ્તાહિક રજા હોવાથી બેંકો બંધ રહેશે..
· 23મી જાન્યુઆરી- નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જયંતિના કારણે ઘણા રાજ્યોમાં બેંકો બંધ રહેશે.
· 25મી જાન્યુઆરી- હિમાચલ પ્રદેશ રાજ્ય દિવસ, થાઈ પૂસમ/મોહમ્મદ હઝરત અલી જન્મદિવસને કારણે હિમાચલ, ચેન્નાઈ અને કાનપુરમાં બેંકમાં રજા રહેશે.
· 26મી જાન્યુઆરી- ગણતંત્ર દિવસના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
· 27મી જાન્યુઆરી- ચોથા શનિવારને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
· 28મી જાન્યુઆરી-રવિવારે દેશભરમાં બેંકો બંધ રહેશે.
· 31મી જાન્યુઆરી- આસામમાં રજા રહેશે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code