1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

આગામી 12 થી18 મહિનામાં ચાંદીમાં વધારો થશે

મુંબઈઃ 2025નું વર્ષ ચાંદી માટે ખૂબ સારું રહી શકે છે. આનું કારણ ઉચ્ચ ઔદ્યોગિક માંગ અને પુરવઠાના અભાવ છે. ગુરુવારે જાહેર કરાયેલા એક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. એમકે વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડના રિપોર્ટ મુજબ, આગામી 12 થી18 મહિનામાં ચાંદીમાં વધારો જોવા મળી શકે છે. નાણાકીય પેઢી માને છે કે મધ્યમથી લાંબા ગાળાના પરિબળો ચાંદીના ભાવમાં […]

ભારતીય શેર બજારમાં વધારો, બીએસઈમાં 400થી વધારે પોઈન્ટનો વધારો

આજના વેપારની શરૂઆત મજબૂતાઈ સાથે થઈ હતી. બજાર ખુલતાની સાથે જ વિદેશી રોકાણકારોએ વેચવાલીનું દબાણ બનાવ્યું, જેના કારણે શેરબજારમાં ચાલમાં ઘટાડો થયો. જોકે, ટ્રેડિંગના પહેલા અડધા કલાક પછી સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ખરીદીનું દબાણ વધારવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે શેરબજારની ચાલમાં સુધારો થતો જોવા મળ્યો. ટ્રેડિંગના પહેલા કલાક પછી, સેન્સેક્સ 0.06 ટકાની નબળાઈ સાથે અને […]

સુરતઃ ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફના નિર્ણયથી હીરા ઉદ્યોગમાં ભારે ચિંતા

અમદાવાદઃ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ આકરા નિર્ણય લઈ રહ્યા છે, ત્યારે ટ્રમ્પે 2 એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લગાવવાનો નિર્ણય કર્યો છે. ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફના નિર્ણયથી હાહાકાર મચ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ અંગેની વાત કરતા જણાવ્યું હતુ કે, ભારત અમારા પર 100 ટકા કરતા વધુ ટેરિફ વસૂલે છે, જેથી હવે અમે રેસિપ્રોકલ ટેરિફ લગાવવાનો નિર્ણય […]

વિશ્વના કયા દેશો વિવિધ પ્રકારના ટેરિફ લાદે છે, તેમની વચ્ચે શું તફાવત છે?

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ પ્લાનથી વિશ્વમાં વેપાર યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. અમેરિકી સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતા ટ્રમ્પે કહ્યું કે ભારત અમારી પાસેથી 100 ટકાથી વધુ ટેરિફ વસૂલે છે. અમે પણ આવતા મહિનાથી આ કરવા જઈ રહ્યા છીએ. એટલું જ નહીં ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક દેશમાંથી આયાત પર ટેરિફ લગાવવા જઈ રહ્યા છે. […]

ભારતીય શેરબજારમાં તેજી, સેન્સેક્સ 740 પોઈન્ટ વધ્યો

મુંબઈઃ બુધવારના ટ્રેડિંગ સત્રમાં ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો. નિફ્ટીએ સતત 10 દિવસના ઘટાડાના વલણને તોડ્યું અને એક ટકાથી વધુના વધારા સાથે બંધ થયો. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 740 પોઈન્ટ અથવા 1.01 ટકા વધીને 73,730 પર અને નિફ્ટી 254 પોઈન્ટ અથવા 1.15 ટકા વધીને 22,337 પર બંધ રહ્યો હતો. બજારમાં થયેલા વધારાને કારણે બોમ્બે સ્ટોક […]

સોનપ્રયાગથી કેદારનાથ સુધી રોપવે બનતા પ્રવાસીઓ વધવાની સાથે રોજગારીની તકો વધશે

નવી દિલ્હીઃ કેદારનાથના દર્શને જતા લોકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, કેન્દ્ર સરકારે રોપવેની યોજનાને મંજૂરી આપી છે. આ રોપવે 12.9 કિલોમીટર લાંબો હશે. તેનો ખર્ચ 4081 કરોડ રૂપિયા થશે. આ સુવિધા વધવાથી પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની શકયતા છે. જેથી સ્થાનિક રોજગારીની પણ નવો તકો ઉભી થશે. ઉત્તરાખંડમાં કેદારનાથ ધામ જનારા લોકો માટે […]

ઉત્પાદન ક્ષેત્રમાં FDI ઈક્વિટી પ્રવાહ 69% વધીને 165 બિલિયન ડોલર થયો

નવી દિલ્હીઃ સરકારે જણાવ્યું હતું કે ઉત્પાદન-સંલગ્ન પ્રોત્સાહન (PLI) યોજનાને કારણે ઉત્પાદન ક્ષેત્રમાં FDI ઇક્વિટી પ્રવાહમાં 69 ટકાનો વધારો થયો છે, જે $ 98 બિલિયન (2004-2014)થી $165 બિલિયન (2014-2024) થયો છે. ઔદ્યોગિક વિકાસને વેગ આપવાના એક મજબૂત પગલા તરીકે, સરકારે 2025-26 માં PLI યોજના હેઠળ મુખ્ય ક્ષેત્રો માટે બજેટ ફાળવણીમાં વધારો કર્યો છે, જે સ્થાનિક […]

ભારતીય શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું, સેન્સેક્સ 73,300ના સ્તરથી ઉપર

મુંબઈઃ મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે બુધવારે ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો વધારા સાથે ખુલ્યા. શરૂઆતના કારોબારમાં ઓટો, આઈટી અને પીએસયુ બેંક સેક્ટરમાં ખરીદી જોવા મળી. સવારે 9.31 કલાકે, સેન્સેક્સ 358.34 પોઈન્ટ વધીને 73,348.27 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 106.40 પોઈન્ટ વધીને 22,189.05 પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી બેંક 147.80 પોઈન્ટ વધીને 48,393 પર બંધ […]

જયપુરઃ એશિયા અને પેસિફિકમાં 12મું પ્રાદેશિક અર્થતંત્ર મંચ શરૂ

જયપુરઃ કેન્દ્રીય મંત્રી મનોહર લાલ,ટેકનિકલ સંસ્થાઓ અને ટેકનોલોજી પ્રદાતાઓ માટે જ્ઞાનના આદાનપ્રદાન માટે એક ડિજિટલ પ્લેટફોર્મ, સિટીઝ કોએલિશન ફોર સર્ક્યુલરિટી (C-3) ની જાહેરાત કરી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રતિનિધિઓ સાથે એક ખાસ લેખિત સંદેશ શેર કર્યો, જેમાં તેમણે P-3 (પ્રો પ્લેનેટ પીપલ) પર ભાર મૂક્યો. કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતી વખતે કેન્દ્રીય મંત્રી મનોહર લાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં […]

સપ્તાહના પ્રથમ દિવસે બજાર ઘટાડા સાથે બંધ, સેન્સેક્સમાં 112.16 પોઈન્ટનો ઘટાડો

મુંબઈઃ સપ્તાહના પ્રથમ દિવસે બજાર થોડા ઘટાડા સાથે બંધ થયું. સેન્સેક્સ 112.16 પોઈન્ટ ઘટીને 73,085.94 પર બંધ થયો. નિફ્ટી 5.40 પોઈન્ટ ઘટીને 22,119.30 પર રેડ ઝોનમાં બધ થયો. આજે મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં સારી રિકવરી જોવા મળી હતી. વિવિધ શેરો પર નજર કરીએ તો રિયલ્ટી, મેટલ, PSE શેરોમાં ખરીદી જોવા મળી હતી જ્યારે IT, ફાર્મા, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code