1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં પરીક્ષામાં ચોરી સામે હવે આંકરો દંડ અને સજાની જોગવાઈ

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ કરાયા બાદ હવે આ એક્ટ મુજબ પરીક્ષામાં ગેરરીતિ કરનારા વિદ્યાર્થીઓ માટે કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. એટલું જ નહીં, આ નિયમ પ્રમાણે હવે જો કોઈ પરીક્ષામાં ગેરરીતિ કરશે તો દંડની જોગવાઈમાં પણ પાંચ ઘણો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે કોઈપણ વિદ્યાર્થી ઉત્તરવહીમાં અભદ્ર ભાષા કે […]

ગુજરાતના આદિજાતિ વિસ્તારોની 7408 સરકારી પ્રાથમિક શાળાઓમાં 28,012 સ્માર્ટ વર્ગખંડો ઉભા કરાયાં

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન રાજ્યના આદિજાતિ સમાજના શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમના સબળ નેતૃત્વ હેઠળ રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં શાળાઓ શરૂ કરવામાં આવી અને આ શાળાઓમાં શિક્ષકોની ઘટ ન રહે એ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું. આજે ગુજરાતના આદિજાતિ વિદ્યાર્થીઓ માટે શિક્ષણની ક્ષિતિજોનો વ્યાપ વિસ્તારવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી […]

સરસ્વતી તાલુકામાં શાળાઓ શરૂ થયાને દોઢ મહિનો વિતી ગયો છતાં બાળકોને હજુ પુસ્તકો મળ્યા નથી

પાટણઃ જિલ્લામાં સરકારી શાળાઓમાં બાળકોને મફત પાઠ્ય પુસ્તકો આપવામાં આવે છે. ત્યારે જિલ્લાના સરસ્વતી તાલુકામાં ઘણીબધી શાળાઓમાં સિક્ષણ કાર્ય શરૂ થયાને દોઢ મહિનાનો સમય વિતી ગયો હોવા છતાંયે હજુ પાઠ્ય પુસ્તકો મળ્યા નથી. એટલે બાળકો પાઠ્ય પુસ્તકો વિના અભ્યાસ કરી રહ્યા છે. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કાતરા પ્રાથમિક શાળામાં ધો.6માં ગુજરાતી વિષયનુ એકપણ પાઠ્યપુસ્તક પહોચ્યું […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 4 વર્ષમાં 5 ચીફ અકાઉન્ટન્ટ બદલાયા, ઈન્ચાર્જથી ચાલતો વહિવટ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હિસાબી વહિવટના મુખ્ય ગણાય એવા ચીફ એકાઉન્ટન્ટ લાંબો સમય ટકતા નથી. છેલ્લા 4 વર્ષમાં 5 ચીફ એકાઉન્ટ અધિકારીઓ બદલાઈ ગયા છે, અને હાલ ઈન્ચાર્જ તરીકે છઠ્ઠા ચીફ એકાઉન્ટ ઓફિસર તરીકે જે મહિલા અધિકારી ફરજ બજાવી રહ્યા છે. તેની મૂળ પોસ્ટ જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં હોવાથી તેઓ અહીં અઠવાડિયામાં માત્ર 2 જ દિવસ […]

જો માનસિક સ્વાસ્થ્ય સારું રહે તો તે જીવનમાં પરમસુખની પ્રાપ્તી બરાબર

અમદાવાદઃ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમમાં દર બુધવારે અભ્યાસ તથા જ્ઞાન ઉપયોગી પ્રવૃત્તિઓ ઉપરાંત વિદ્યાર્થીઓ તેમની આંતરીક કળા ને બહાર લાવી શકે તેવા કાર્યક્રમો થતાં રહે છે જેમાં આ બુધવારે માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ વિષય ઉપર ડીબેટ રાખવામાં આવી હતી જેમાં અતિથિ વિશેષ તરીકે મધરહૂડ ફાઉંડેશનના પ્રખ્યાત મનોચિકિત્સક બિજલ પંડ્યા ને આમંત્રિત કરવામાં આવ્યાં […]

સેન્ટ્રલ વોટર કમિશનને ‘વોટર ડિપાર્ટમેન્ટ ઓફ ધ યર’ કેટેગરી હેઠળ જીઇઇઇએફ ગ્લોબલ વોટરટેક એવોર્ડ મળ્યો

નવી દિલ્હીઃ નવી દિલ્હીમાં ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયર્નમેન્ટ ફાઉન્ડેશન (જીઇઇએફ) દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત ગ્લોબલ વોટર ટેક સમિટ -2024 માં સેન્ટ્રલ વોટર કમિશન (સીડબ્લ્યુસી) ને ‘વોટર ડિપાર્ટમેન્ટ ઓફ ધ યર’ કેટેગરી હેઠળ જીઇઇઇએફ ગ્લોબલ વોટરટેક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. વૈશ્વિક પુરસ્કારોમાં પાણી, ગંદા પાણી અને ડિસેલિનેશનનાં ક્ષેત્રોમાં નવીનતા, પ્રૌદ્યોગિકી, સંરક્ષણ અને સ્થાયી વિકાસ પર હાથ […]

NEET-UG 2024ના અંતિમ સુધારેલા પરિણામ હજુ જાહેર કરવામાં આવ્યા નથી, જુની લિંકથી થઇ ગેરસમજ

શિક્ષણ મંત્રાલયે ગુરુવારે સ્પષ્ટતા કરી હતી કે NEET-UG 2024ના અંતિમ સંશોધિત પરિણામ હજુ જાહેર કરવામાં આવ્યા નથી. મંત્રાલયે કહ્યું, ‘કૃપા કરીને સત્તાવાર માહિતીની રાહ જુઓ.’ વાસ્તવમાં, 25 જુલાઇએ નેશનલ ટેસ્ટિંગ એજન્સીની વેબસાઈટ પર જૂની લિંકને કારણે લોકોને એવી ગેરસમજ થઈ હતી કે નવું સ્કોર કાર્ડ બહાર પાડવામાં આવ્યું છે. જો કે મોડી રાત્રે શિક્ષણ મંત્રાલયે […]

ગુજરાતમાં તમામ શાળાઓને ફાયર એનઓસી 30 દિવસમાં મેળવી લેવા સ્કૂલ કમિશનરે કર્યો આદેશ

અમદાવાદઃ રાજકોટના અગ્નિકાંડ બાદ શિક્ષણ વિભાગ પણ સક્રિય બન્યું છે. ગુજરાતની તમામ સ્કૂલોને આગામી 30 દિવસમાં ફાયર અને એનઓસી મેળવી લેવા માટે કમિશનર ઓફ સ્કૂલ દ્વારા તાકીદ કરવામાં આવી છે. રાજયના તમામ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓને પરિપત્ર મોકલીને ફાયર એનઓસી માટે કયા પ્રકારના નિયમોનું પાલન કરવું તેની વિસ્તૃત ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા […]

ગુજરાતમાં યુનિવર્સિટીઓ કે કોલેજોની કેન્ટીનમાં હવે પિઝા, બર્ગર કે ફાસ્ટફુડ પીરસી શકાશે નહીં

રાજકોટઃ ગુજરાતમાં તમામ સરકારી યુનિવર્સિટીઓ તેમજ સંલગ્ન કોલેજોની કેન્ટીનમાં હવે પિઝા, બર્ગર, સમોસા, નૂડલ્સ સહિતની ફાસ્ટ ફૂડની વસ્તુઓ પીરસી શકાશે નહીં,  હાયર એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટની કેન્ટીનમાં માત્ર હેલ્ધી ફૂડ જ પીરસવામાં આવશે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ યુનિવર્સિટીઓ અને કોલેજોની કેન્ટીનમાં પીરસવામાં આવતી ખાદ્ય વસ્તુઓ અંગે માર્ગદર્શિકા બહાર પાડી છે. એટલે હવે ફાસ્ટફુડ કે પિઝા, બર્ગર […]

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ NTAએ ફરીથી UG મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ફરીથી UG મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. NTA એ પરીક્ષાનું પરિણામ તેની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કર્યું છે. પરીક્ષાનું પરિણામ શહેર અને કેન્દ્ર પ્રમાણે અલગથી જાહેર કરવામાં આવ્યું છે. આમાં વિદ્યાર્થીઓની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. પરીક્ષાના પરિણામો NTA exams.nta.ac.in/NEET ની સત્તાવાર વેબસાઇટ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code