1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

શિક્ષણ મંત્રાલય: રાજ્યોને ધો-1 માં પ્રવેશ માટે બાળકોની ઉંમર 6 વર્ષથી વધુ ન હોય તે સુનિશ્ચિત કરવા સુચન

નવી દિલ્હીઃ શિક્ષણ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નવા શૈક્ષણિક સત્ર 2024-25 થી ધોરણ 1 માં પ્રવેશ માટે બાળકોની ઉંમર છ વર્ષથી વધુ હોય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું. શિક્ષણ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નવા શૈક્ષણિક સત્ર 2024-25 થી ધોરણ 1 માં પ્રવેશ માટે બાળકોની ઉંમર છ વર્ષથી વધુ હોય તે સુનિશ્ચિત કરવા […]

બાળકોને ભણતર સાથે આ સ્કિલ્સ પણ શીખવાડો ભવિષ્યમાં થશે મદદરૂપ

આપણે બધા જાણીએ છે કે ભણતર બાળકો માટે કેટલુ જરૂરી છે. પણ શું તમને ખબર છે કે ખાલી પુસ્તકો જ બધુ નથી? બાળકોને બીજી ખાસ વસ્તુઓ પણ શીખવાડવી જોઈએ જે તેમના જીવનમાં ખૂબ કામ આવશે. • ટાઈમ મેનેજમેન્ટ ટાઈમ મેનેજમેન્ટ એટલે સમયનો સારી રીતે વપરાશ કરવો. બાળકો માટે ખૂબ મહત્વપૂર્ણ છે. આ શીખવાડે છે કે […]

અમદાવાદઃ એનઆઈએમસીજે દ્વારા રવિવારે મીડિયોત્સવ-2024 યોજાશે

અમદાવાદ: વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન પ્રેરિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (એનઆઈએમસીજે) અમદાવાદ, દ્વારા આગામી રવિવાર, 25 ફેબ્રુઆરીના રોજ ગુજરાત વિદ્યાપીઠના પરિસરમાં મીડિયોત્સવ-2024નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મીડિયા શિક્ષણ સંસ્થાઓ તેમજ અન્ય અભ્યાસક્રમો ચલાવતી કોલેજના વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેશે. મીડીયોત્સવ-૨૦૨૪ના કો-ઓર્ડીનેટર અને પ્રાધ્યાપક નિલેશ શર્માએ જણાવ્યું હતું કે મીડિયોત્સવ-૨૦૨૪નું આયોજન […]

આણંદ કૃષિ યુનિવર્સિટીઃ પદવીદાન સમારોહમાં 578 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ

અમદાવાદઃ આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૨૦મો પદવિદાન સમારોહ રાજયપાલ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. પદવીદાન સમારોહમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ, બાગાયત, ફુડ પ્રોસેસિંગ ટેકનોલોજી અને બાયોએનર્જી, કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી, એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ઇન્ટરનેશનલ એગ્રી. બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખાના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના ૫૭૮ વિદ્યાર્થીઓને પદવી તથા ૪૧ તેજસ્વી વિદ્યાર્થીઓને કુલ ૮૨ […]

CBSE: ધો-9 થી 12 માટે ઓપન બુક પરીક્ષા લેવાનું આયોજન કરાશે

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન-CBSE આ વર્ષના અંતમાં વર્ગ 9 થી 12 માટે પસંદગીની શાળાઓમાં પ્રાયોગિક ધોરણે ઓપન બુક પરીક્ષાઓ યોજવાનું આયોજન કરી રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, બોર્ડ ધોરણ 9 અને 10 માટે અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાનના વિષયોમાં અને ધોરણ 11 અને 12 માટે અંગ્રેજી, ગણિત અને જીવવિજ્ઞાનના વિષયોમાં પસંદગીની શાળાઓમાં […]

અદાણી યુનિવર્સિટી, Vjoist એ શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રે સહયોગ માટે MOU પર હસ્તાક્ષર કર્યા

દિલ્હી, ફેબ્રુઆરી 22, 2024: શૈક્ષણિક શ્રેષ્ઠતા અને નવીનતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી અદાણી યુનિવર્સિટીએ Vjoist ઇનોવેશન સાથે ભાગીદારી કરી છે અદાણી યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. રવિ પી સિંહ અને ગ્રીસના JOIST ઇનોવેશન પાર્કના સ્થાપક અને સીઇઓ ડૉ. ટેસોસ વાસિલિઆડીસે . અપ્રતિમ શૈક્ષણિક અને સંશોધન તકો પ્રદાન કરવા માટે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. જોઇસ્ટ ઇનોવેશન પાર્ક, ગ્રીસ […]

અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિજિટલ ટેકનોલોજી મેનેજમેન્ટનો સૌપ્રથમ દિક્ષાંત સમારોહ સંપન્ન

અમદાવાદ, 22 ફેબ્રુઆરી, 2024: અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિજિટલ ટેકનોલોજી મેનેજમેન્ટ (AIDTM) દ્વારા પ્રથમ દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. 2021-23 બેચમાં બે AICTE-એપ્રૂવ્ડ PGDM પ્રોગ્રામ – બિગ ડેટા એનાલિટિક્સ અને ટેકનોલોજી મેનેજમેન્ટના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. પ્રથમ બેચમાં કુલ 20 વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક અભ્યાસ કાર્યક્રમો પૂર્ણ કર્યા, જેમાં PGDM (બિગ ડેટા એનાલિટિક્સ)ના 16 અને PGDM (ટેક્નોલોજી મેનેજમેન્ટ)ના […]

રાષ્ટ્રીય શિક્ષણ નિતી: ધોરણ-9 અને 10 માં વૈદિક ગણિતનો અમલ, 449 શાળાઓમાં પુસ્તકો મોકલાયા

અમદાવાદઃ રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું છે કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતી 2020 અન્વયે રાજ્યમાં ધોરણ 9 અને ધોરણ 10 માં વૈદિક ગણિતનો અમલ શરૂ કરી દેવાયો છે. આ માટે રાજ્યની 449 જેટલી શાળાઓમાં પુસ્તકો પણ મોકલી આપવામાં આવ્યા છે. વિધાનસભા ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નિતી 2020 અંગેના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીએ ઉમેર્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 35 વર્ષ […]

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે વર્લ્ડબેંકની ટીમ વચ્ચે બેઠક યોજાઈ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે વર્લ્ડબેંકની ટીમ અને ગુજરાતની મુલાકાતે આવેલા 13 થી વધુ દેશોના શિક્ષણમંત્રીઓ તેમજ શિક્ષણ ક્ષેત્રના પ્રતિનિધિઓની ગાંધીનગર ખાતે  મુલાકાત બેઠક યોજાઇ હતી. આ  મુલાકાત બેઠક ના અનુભવને તેમણે ખૂબ હર્ષપૂર્ણ  અનુભવ કહ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરુ થયેલી ગુજરાતની છેલ્લા બે દાયકાની એજ્યુકેશન ટ્રાન્સફોર્મેશન જર્ની તેમજ ગુજરાતના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘મિશન […]

ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-1 અને 2ની ખાલી જગ્યાઓ ભરાશે

ગાંધીનગરઃ રાજ્યમાં શિક્ષણ સેવા વર્ગ-1 અને વર્ગ-2ની ખાલી જગ્યાઓ સત્વરે ભરાશે. વય નિવૃત્તિ, સ્વૈચ્છિક નિવૃત્તિ અને બઢતીના કારણોસર આ જગ્યાઓ હાલ ખાલી છે જે માટે ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટીની બેઠક તાજેતરમાં મળી છે.અને એ મુજબ નિયમોનુસાર બઢતી અને સીધી ભરતીથી જગ્યાઓ ભરાશે. વિધાનસભા ખાતે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ -1-2ના મંજુર મહેકમ અંગેના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રી ડીંડોરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code