1. Home
  2. ગુજરાતી
  3. JEE Mains Result 2024: ખેડૂતનો દીકરો નીલકૃષ્ણ બન્યો ટોપર
JEE Mains Result 2024: ખેડૂતનો દીકરો નીલકૃષ્ણ બન્યો ટોપર

JEE Mains Result 2024: ખેડૂતનો દીકરો નીલકૃષ્ણ બન્યો ટોપર

0
Social Share

નવી દિલ્હી:  જોઈન્ટ એન્ટ્રેન્સ એકઝામ 2024 સત્ર બેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે ટોપર્સની યાદી પણ બહાર પાડવામાં આવી છે. આ વખતે મહારાષ્ટ્રના એક નાનકડા ગામડાના નીલકૃષ્ણએ JEE Mains પરીક્ષામાં પ્રથમ રેન્ક મેળવ્યો છે. નીલના પિતા ખેડૂત છે અને માતા ગૃહિણી છે. મર્યાદિત સંસાધનોની વચ્ચે પોતાનો પ્રારંભિક અભ્યાસ કરનાર નીલે કોટામાં રહીને કોચિંગ લીધું અને સખત મહેનત બાદ આ સફળતા મેળવી છે. તેને ઓલ ઈન્ડિયા રેન્ક 1 મળ્યો છે. નીલ સિવાય, વધુ 56 ઉમેદવારોએ JEE મેન્સ પરીક્ષામાં 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે.

રિપોર્ટ્સ અનુસાર, નીલનું પ્રારંભિક શિક્ષણ મહારાષ્ટ્રના બેલખેડા ગામમાં થયું હતું. તેણે કંજલા ટાંડામાંથી મિડલ સ્કૂલ અને હાઈસ્કૂલ પૂર્ણ કરી હતી. જેઇઇ મેઇન્સ અને આઇઆઇટીમાં એડમિશન લેવાના સપના સાથે નીલ કોટા શિફ્ટ થયો અને અહીંથી 11મું અને 12મું કર્યું અને કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લઈને જેઇઇની તૈયારી પણ કરી હતી.

નીલ તેની સફળતાનો શ્રેય માતાપિતાને આપીને જણાવ્યું હતું કે, તેઓએ તેને શિક્ષિત કરવા માટે ઘણું બલિદાન આપ્યું છે. જો ક્યારેય તેના માર્કસ ઓછા હોય અથવા તેનું પ્રદર્શન સારું ન હોય તો તેના માતા-પિતા તેને પ્રોત્સાહિત કરતા અને વધુ સારું કરવા માટે પ્રેરિત કરતા હતા. નીલ માને છે કે સતત પ્રયત્નોથી સફળતા મળે છે.

નીલ રોજના દસથી પંદર કલાક અભ્યાસ કરતો હતો અને નોટ બનાવવાની સાથે સાથે ઘણી પ્રેક્ટિસ કરતો હતો. અભ્યાસ ઉપરાંત નીલને તીરંદાજીનો પણ શોખ છે. તેણે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે આમાં પોતાનો હાથ અજમાવ્યો છે. આ વખતે ટોપર્સમાં ત્રણ કોટા કોચિંગના વિદ્યાર્થીઓ છે. ટોપ પાંચમાંથી ત્રણ અહીંના છે. ઓલ ઈન્ડિયા રેન્કની સાથે NTAએ કટ-ઓફ પણ બહાર પાડ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code