1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પ્રવેશ માટેની પરીક્ષા તા. 15મી મેથી 24મી મે દરમિયાન લેવાશે,
સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પ્રવેશ માટેની પરીક્ષા તા. 15મી મેથી 24મી મે દરમિયાન લેવાશે,

સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પ્રવેશ માટેની પરીક્ષા તા. 15મી મેથી 24મી મે દરમિયાન લેવાશે,

0
Social Share

અમદાવાદઃ દેશની ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં આવેલી કેન્દ્ર અને યુજીસી હસ્તકની સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આગામી 15મી મેથી 24મી મે દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષા ઓનલાઈન અને ઓફલાઈન એમ બન્ને રીતે આપી શકાશે, આ પરીક્ષા માટે 13 લાખથી વધુ વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ થયા છે. અને દેશભરના કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવશે

કેન્દ્રના શિક્ષણ વિભાગ અને યુજીસી હસ્તકની સેન્ટ્રલ યુનિવર્સિટી, સ્વાયત્ત સંસ્થાઓમાં પ્રવેશ માટેની કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ  (CUET-UG) નો કાર્યક્રમ જાહેર કરાયો છે. જે મુજબ વિદ્યાર્થીઓની 15 મેથી 24 મે સુધી પ્રવેશ પરીક્ષા લેવાશે. આા ટેસ્ટ ઓનલાઇન અને ઓફલાઇન એમ બંને પ્રકારે લેવાશે. દેશમાંથી 13.48 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આાપશે. સેન્ટ્રલ યુનિવર્સિટીઓએ ઓફર કરેલા કોર્સની વિગતો CUETની વેબસાઈટ exams.nta.ac.in/CUET-UG પરથી મેળવી શકાશે. સીયુઈટીની પરીક્ષામાં વિદ્યાર્થીઓ રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન, અંગ્રેજી, અર્થશાસ્ત્ર, હિન્દી, ભૌતિકશાસ્ત્ર, ગણિત, ભૂગોળ, ફિઝિકલ એજ્યુકેશન, બિઝનેસ સ્ટડીસ, એેકાઉન્ટસી, હિસ્ટ્રી, પોલિટિકલ સાયન્સ, સોશિયોલોજી, ફાઇન અાર્ટ્સ, સાઇકોલોજી, ફેશન સ્ટડીસ, કમ્પ્યુટર સાયન્સીસ, સંસ્કૃત, સહિતના વિષયોની પરીક્ષા લેવાશે. અને 30મી જૂન સુધીમાં પરિણામો જાહેર કરી દેવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, CUET-UG ના પ્રવેશ પરિણામને આધારે ગુજરાતની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં જર્મન સ્ટડીસ, ચાઇનીઝ સ્ટડીસ સહિતની ભાષાઓમાં પ્રવેશ અપાશે. દેશભરની 50થી વધુ સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે 15મીમેથી 24મી મે દરમિયાન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ છે. પરીક્ષા આપનારા વિદ્યાર્થી એક કરતાં વધુ સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે અરજી કરી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code