દેશભરમાં 57 નવા કેન્દ્રીય વિદ્યાલયો (KVS) ખોલવામાં આવશે
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ કેન્દ્ર સરકારના કર્મચારીઓની સંખ્યામાં વધારો થતા બાળકોની શૈક્ષણિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે દેશભરમાં સિવિલ સેક્ટર હેઠળ 57 નવા કેન્દ્રીય વિદ્યાલયો (KVS) ખોલવાની મંજૂરી આપી છે. 2026-27થી નવ વર્ષના સમયગાળા દરમિયાન 57 નવા કેન્દ્રીય વિદ્યાલયોની સ્થાપના માટે ભંડોળની કુલ અંદાજિત જરૂરિયાત રૂ. 5862.55 કરોડ (આશરે) છે. […]


