1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

ગુજરાતમાં ગ્રાન્ટેડ સ્કૂલ સંચાલકો, શિક્ષકો, અને કર્મચારીઓ સોમવારથી આંદોલનના માર્ગે

અમદાવાદઃ રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં પડતર પ્રશ્નોને લઇને સંચાલકોએ શિક્ષણ વિભાગને અનેક રજુઆતો કર્યા છતાયે સરકાર પ્રશ્નો ઉકેલવામાં ઉદાસિન રહી છે. શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થયાને 45 દિવસ વિતી ગયા છતાંયે શિક્ષકોની ખાલી જગ્યાઓ પુરવામાં આવી નથી. ઘણી બધી શાળાઓમાં આચોર્યોની જગ્યાઓ ખાલી છે. શિક્ષણ વિભાગ દ્વારા નાની નાની બાબતોમાં પણ શાળાઓની ગ્રાન્ટ કાપી લેવામાં આવે […]

ગાંધીનગર મ્યુનિ. સંચાલિત અંગ્રેજી માધ્યમની 5 શાળાઓમાં શિક્ષકો જ નથી, ક્યાંથી ભણશે બાળકો

ગાંધીનગરઃ મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત પાંચ જેટલી અંગ્રેજી માધ્યમની શાળાઓમાં શિક્ષકો જ નથી. તો બાળકો કેવી રીતે ભણતા હશે. એવો પ્રશ્ન ઊઠ્યો છે. ગત વર્ષે પ્રવાસી શિક્ષકો બાળકોને ભણાવતા હતા. આ વખતે નવું શૈક્ષણિક સત્ર શરૂ થયાને સવાથી દોઢ મહિનો વિતી ગયો હોવા છતાં હજુ પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી. તેથી અંગ્રેજી માધ્યમની પાંચ શાળાઓ શિક્ષકો […]

ગુજરાતમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ માટે 29મી સપ્ટેમ્બરે પરીક્ષા લેવાશે

ગાંધીનગરઃ કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC), અને વિચરતી વિમુક્ત (DNT) જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે એનટીએ (National Testing Agency)  દ્વારા તા.29 સપ્ટેમ્બર-2023ના રોજ શુક્રવારે પેન અને પેપર મોડ (OMR Based) પરીક્ષા યશસ્વી એન્ટ્રન્સ ટેસ્ટ-2023 યોજાશે.  આ પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી અને હિંદી રહેશે. જે માટે […]

આદિવાસી જિલ્લાની 199 શાળાઓમાં “સમ્યક પ્રેરણા કાર્યક્રમ”નો શુભારંભ

ગાંધીનગરઃ રાજ્યના આદિવાસી વિસ્તારોમાં વસવાટ કરતા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેવા ઉમદા હેતુથી રાજ્યના શિક્ષણ વિભાગની કચેરીઓ, વિભા-યુ.એસ.એ તથા શિક્ષણ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આદિવાસી જિલ્લાઓની 199 શાળાઓમાં “સમ્યક પ્રેરણા કાર્યક્રમ”નો શુભારંભ કરવામાં આવ્યો હતો. મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના દિવડા કૉલોની ખાતેની એકલવ્ય નિવાસી શાળામાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર દ્વારા શુભારંભ કરાયો હતો. જેમાં મહિસાગર […]

ગુજરાતમાં ધોરણ 1માં પ્રવેશ માટે હવે બાળવાટિકામાં અભ્યાસ કર્યાનું એલ.સી આપવું પડશે

અમદાવાદઃ ગુજરાતમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત શાળાઓમાં પહેલા ધોરણમાં 6 વર્ષની વય પૂર્ણ કરેલા એટલે જે બાળકોએ સાતમાં પ્રવેશ કર્યો છે. તેવા બાળકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. બીજીબાજુ જે બાળકો સાત વર્ષથી ઓછી વયના છે. તેવા બાળકો માટે શાળઓમાં બાળવાટિકા શરૂ કરવામાં આવી છે. બાલવાટિકામાં પ્રવેશ લેનારા બાળકોના નામ જી.આર.માં સમાવવા માટે સ્કૂલોને સૂચના […]

શિક્ષણ વિભાગની જ્ઞાન સહાયક ભરતી યોજના સામે ટેટ-ટાટ પાસ બેરાજગાર ઉમેદવારોએ કર્યો વિરોધ

ગાંધીનગરઃ ગુજરાતમાં શિક્ષકો બનવા માટે ટેટ અને ટાટ પાસ કરેલા હજારોની સંખ્યામાં ઉમેદવારો વિદ્યાસહાયક અને શિક્ષણ સહાયકની ભરતીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે જ્ઞાન સહાયક યોજના બનાવીને 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવાનો નિર્ણય કરતા ટેટ ટાટ પાસ બેરોજગાર ઉમેદવારો દ્વારા વિરોધ કરાયો છે. ગાંધીનગર ખાતે પણ મોટી સંખ્યામાં ઉમેદવારોએ સરકારની […]

ગુજરાત યુનિ.માં પરીક્ષાની ઉત્તરવહીઓ ગુમ થવાના મુદ્દે પ્રોફેસર સહિત કર્મચારીઓના નિવેદન નોંધાયા

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાંથી  બીએસસી નર્સિંગ પરીક્ષાની 28 ઉત્તરવહી ગુમ થતાં આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ હાથ ધરીને એક પ્રોફેસર સહિત યુનિ.ના કર્મચારીઓની પૂછપરછ કરીને તેમના નિવેદન નોંધવામાં આવ્યા હતા. ઉપરાંત ચાર જેટલા કર્મચારીઓના મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. મેસેજ ડિલિટ કર્યા હોવાની શંકાને લીધે મોબાઈલ ફોન એફએસએલને તપાસ માટે મોકલવામાં આવશે, […]

ગુજરાતમાં પાંચ મેગા આઈટીઆઈની સ્થાપના કરાશે

અમદાવાદ: ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે આઈ.ટી.આઈ. કુબેરનગરના નવનિર્મિત બહુમાળી મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ અવસરે ઉદ્યોગ મંત્રીએ પીડિલાઈટ અને નોકિયા નિર્મિત સેન્ટર ઓફ એક્સેલન્સનું પણ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગ્રે ઉદ્યોગ મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં 5 મેગા આઈ.ટી.આઇ સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે આઈ.ટી.આઈ કુબેરનગરના નવનિર્મિત બહુમાળી […]

વડોદરાની M S યુનિવર્સિટીની હોસ્ટેલમાં પ્રવેશ માટે ધસારો, 2000 વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળે

વડોદરાઃ ગુજરાતની પ્રતિષ્ઠિત ગણાતી વડોદરાની મહારાજા સયાજીરાવ (એમએસ) યુનિવર્સિટીમાં બહારગામના વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જાય છે. તેના લીધે યુનિ.ની હોસ્ટેલમાં પ્રવેશ માટે પડાપડી થઈ છે. આ વખતે એફવાયના 1100 વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળશે. ગત વખતે 1700 વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો હતો. કોરોનાકાળના પગલે જગ્યાઓ ખાલી હોવાથી ગત વર્ષે વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો હતો. આ વખતે હોસ્ટેલની ક્ષમતા […]

વિદ્યા સમીક્ષા કેન્દ્રની વર્લ્ડ બેન્કના પ્રમુખ અજય બાંગા અને USAના જેનેટ યેલન આજે મુલાકાત લેશે

ગાંધીનગરઃ ગુજરાતમાં G20 અંતર્ગત આર્થિક મુદ્દાઓની ચર્ચા અને નીતિઓના સમન્વય માટે વૈશ્વિક મંચ G20 દેશોના પ્રતિનિધિઓનું ગુજરાતમાં આગમન થયું છે. G20ની ચર્ચામાંથી પોતાનો અમૂલ્ય સમય ફાળવીને ગાંધીનગર ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે થઇ રહેલી ઉત્કૃષ્ઠ કામગીરીનો અભ્યાસ કરવા માટે USAના સેક્રેટરી ઓફ ટ્રેઝરી (નાણા મંત્રી) જેનેટ યેલન તેમજ વર્લ્ડ બેન્કના પ્રેસિડેન્ટ અજય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code