1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અંબુજા વિદ્યાનિકેતન-કોડીનારની બુદ્ધિ પ્રતિભાઓનો આંતરરાષ્ટ્રીય સ્તરે ડંકો!
અંબુજા વિદ્યાનિકેતન-કોડીનારની બુદ્ધિ પ્રતિભાઓનો આંતરરાષ્ટ્રીય સ્તરે ડંકો!

અંબુજા વિદ્યાનિકેતન-કોડીનારની બુદ્ધિ પ્રતિભાઓનો આંતરરાષ્ટ્રીય સ્તરે ડંકો!

0
Social Share

અદાણી જૂથની અંબુજા સિમેન્ટ્સ સંચાલિત અંબુજા વિદ્યાનિકેતને આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ હાંસલ કરી છે. કોડીનારના અંબુજાનગર સ્થિત AVN એ ઈન્ટરનેશનલ મોડેલ યુનાઈટેડ નેશન્સ (IMUN)માં પ્રથમ રનરઅપનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તાજેતરમાં કેરળમાં આયોજીત ગ્લોબલ સ્પર્ધામાં અંબુજા વિદ્યાનિકેતનના 12 પૈકી 7 વિદ્યાર્થીઓએ અસાધારણ પ્રતિભાનું પ્રદર્શન કરી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે. સર્વગ્રાહી વિકાસને વરેલી વિદ્યાનિકેતન શાળાની પ્રતિબદ્ધતાનું આ પ્રમાણપત્ર છે.  

લાયબા કચ્છીના નોંધપાત્ર યોગદાનોને UNGA કેટેગરીમાં બેસ્ટ ડેલીગેટનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. દ્વિતીય સ્થાને ક્ષિતિ મેકવાન અને તૃતિય સ્થાને ધ્રુવિષાને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. લેન્સી બજાજને સ્પેશિયલ જ્યુરી પ્રાઈઝ આપવામાં આવ્યો ત્યારે તો UNGA તરફથી મળેલી સફળતાઓમાં ચાર ચાંદ લાગ્યા હતા. એન્જલ બારડે ત્રીજું સ્થાન મેળવી યુનિસેફ સમિતિમાં પ્રશંસા પ્રાપ્ત કરી. જ્યારે કથન વ્યાસે યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં દ્વિતીય સ્થાન હાંસલ કર્યું હતું. ધ્રુવ પરમારને આશાસ્પદ ભાવિ પ્રતિનિધિ તરીકેની ઓળખ મળી હતી.  

અંબુજા સિમેન્ટના સીઇઓ અજય કપૂરે જણાવ્યું હતું કેઅમે માનીએ છીએ કે જે સમુદાયોની સેવા કરીએ છીએ તેમના જીવનમાં આવતા સકારાત્મક પરિવર્તનને થવું જોઈએ. IMUN ખાતે AVNની અનોખી સિદ્ધિઓ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા અંબુજા સિમેન્ટ્સની પ્રતિબદ્ધતાઓ ઉજાગર કરે છે.” 

અદાણી ફાઉન્ડેશનના સમર્થન અને ટ્રસ્ટીગણના સમર્પણના પરિણામે વિદ્યાનિકેતનને ઉત્કૃષ્ટ સફળતા મળી છે. આચાર્ય ગોપાલ કૌશિકનું નેતૃત્વ અને માર્ગદર્શન સહિત શિક્ષકગણે પણ નોંધપાત્ર યોગદાન કર્યુ છે. આ પરિષદમાં બાળ તસ્કરીથી લઈને ટકાઉ વિકાસ અને સાયબર વૉર જેવી વૈશ્વિક ચિંતાઓનું વિશાળ સ્પેક્ટ્રમ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.  

મોડેલ યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ વિદ્યાર્થીઓની અવનવું શીખવાની જીજ્ઞાસાની કસોટી કરે છે. જેમાં સહભાગીઓ બુદ્ધિપ્રધાન ચર્ચાઓ, છટાદાર ભાષણો, પ્રેરણાત્મક લેખન, વિષ્લેષણ, વિવેચન, ટીમ વર્ક અને નેતૃત્વ કૌશલ્યોનો વિસ્તૃત પરિચય આપે છે. આ વર્ષે કેરળના નીલામ્બુર ખાતે આયોજિત IMUN માં 10 શાળાઓએ ભાગ લીધો હતો જેમાં UNICEF, UNGA અને UNSCનો સમાવેશ થાય છે. અલગ-અલગ શ્રેણીઓમાં આઠ ભારતીય અને સાઉદી અરેબિયાની બે શાળાઓનો સમાવેશ થાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code