
આખો દિવસ એસીમાં રહેવાથી થઇ શકે છે નુકસાન, માથાના દુખાવાથી લઇ ડ્રાય સ્કિન સુધીની ઉભી થઇ શકે છે સમસ્યા
કાળઝાળ ગરમીના કારણે AC, કુલર કે પંખાનો ઉપયોગ દરેક ઘરમાં થતો જ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે શરીરને ઠંડક આપતી ACની ઠંડી હવા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. તેના કારણે સ્વાસ્થ્યને લગતી ઘણી બીમારીઓ ઉભી થઈ શકે છે. જો તમે પણ આખો દિવસ ACમાં રહો છો તો સાવધાન રહેવાની જરૂર છે કારણ કે દિવસ રાત ACમાં રહેવાથી આ સમસ્યાઓ થઈ શકે છે.
- સિક બિલ્ડિંગ સિંડ્રોમ
જો તમે ખરાબ વેન્ટિલેશન વાળા AC વાળી બિલ્ડિંગમાં કામ કરો છો તો આ તમારા માટે સિક બિલ્ડિંગ સિંડ્રોમનો ખતરો વધારી શકે છે. તેના લક્ષણો માથામાં દુખાવો, ખાંસી આવવી, ચક્કર આવવા, ધ્યાન કેન્દ્રીત ન કરી શકવું, થાક અને ગંધ પ્રતિ સંવેદનશીલતા વગેરે છે.
- સાંધાનો દુખાવો
ACમાંથી આવતી ઠંડી હવાના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી મસલ્સ અને સાંધામાં બ્લડ સર્કુલેશન પ્રભાવિત થાય છે. સંધીવાના દર્દીઓને ખાસ ACમાં વધારે સમય સુધી ન બેસવું જોઈએ.
- ડ્રાય આઈ
AC ચાલતું હોય તેવી જગ્યા પર હવામાં મોઈસ્ચર ખૂબ જ ઓછુ હોય છે. જેના કારણે વાતાવરણમાં વધારે સમય પસાર કરવાથી આંખો ડ્રાય થઈ જાય છે સાથે જ તેમાં બળતરા, ખંજવાડ અને જોવામાં સમસ્યા થવા લાગે છે.
- રેસ્પિરેટરી પ્રોબ્લેમ
ACમાં વધારે સમય સુધી રહેવાથી લોકોમાં રેસ્પિરેટરી પ્રોબ્લેમ થવાનો ખતરો વધી જાય છે. ACના કારણે રૂમમાં એર સર્કુલેશન સારી રીતે નથી થઈ શકતું. જેનાથી અસ્થમા, એલર્જી થવાની સંભાવના વધી જાય છે.
- ડિહાઈડ્રેશન
ACમાં વધારે રહેવાથી ડિહાઈડ્રેશનની સમસ્યા વધી જાય છે. આ કારણે ACમાં રહેતા લોકોની સ્કિન વધારે ડ્રાય દેખાય છે.