1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

M S યુનિવર્સિટી સલગ્ન લો ફેક્લ્ટી પાસે બાર કાઉન્સિલની માન્યતા ન હોવાને મુદ્દે વિરોધ

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સંલગ્ન લો ફેકલ્ટી પાસે  બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની માન્યતા જ નહીં હોવાના ચોંકાવનારા આક્ષેપ સાથે વિદ્યાર્થીઓ દ્વારા ફેકલ્ટીમાં ભારે હંગામો મચાવીને ડીનની ઓફિસને તાળા મારી દેવામાં આવ્યા હતા. વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં મારામારીની ઘટના બાદ લો ફેકલ્ટીમાં પણ મારામારીની ઘટના બની હતી. લો ફેકલ્ટી સ્ટુડન્ટ એસોસિયેશનના વિદ્યાર્થીઓ સનદના મુદ્દે લો ફેકલ્ટીને […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવાદ પર પ્રોફેસરે કવિતા લખતા કૂલસચિવે ફટકારી નોટિસ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદનું કેન્દ્ર બની ગઈ છે. યુનિવર્સિટીનું ખટપટી રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે. રોજબરોજ નવા વિવાદો સર્જાતા જાય છે. તાજેતરમાં આત્મીય યુનિવર્સિટીમાં ત્યાગ વલ્લભદાસે 33 કરોડની છેતરપિંડી આચર્યાના આરોપમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગણિતશાસ્ત્ર ભવનના વડાનું નામ ખુલ્યા બાદ કટાક્ષનો મારો શરૂ થયો છે. આ કેસને લઈને ગુજરાતી ભવનના વડા મનોજ જોષીએ પોતાના મનની લાગણી વ્યક્ત […]

એમબીએ અને એમસીએની 19815 બેઠકો માટે રજિસ્ટ્રેશન તા. 17મી જુલાઈ સુધી કરી શકાશે

અમદાવાદઃ રાજ્યમાં ઈજનેરી, ફાર્મસી સહિત વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે એમબીએ-એમસીએ કોલેજોમાં પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર કરાયો છે. જેમાં 27મી જૂનથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. જે તા. 17મી જુલાઇ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે. પહેલા તબક્કામાં સીમેટ આપી હોય તેવા વિદ્યાર્થીઓને જ રજિસ્ટ્રેશન કરવા માટે સૂચના આપવામાં આવી છે. પ્રવેશ […]

પ્રાથમિક શાળાઓમાં શિક્ષણકાર્યના પ્રારંભને 20 દહાડા વિત્યા છતાં પ્રવાસી શિક્ષકો ફાળવાયા નથી,

ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ થયાને 20થી વધુ દહાડા વિતી ગયા હોવા છતાં હજુ શિક્ષકોની ઘટ પુરવામાં આવી નથી. તેથી બાળકોના ભણતર પર માઠી અસર પડી રહી છે. આથી સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની અછત દૂર કરવા પ્રવાસી શિક્ષકોની સત્વરે નિમણૂંક કરવાની માગ ઊઠી છે. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણમંત્રીને પત્ર […]

બનાસકાંઠામાં ધોરણ 6થી 12ના પાઠ્ય પુસ્તકો અછત, ક્યાંથી ભણશે બાળકો ?

પાલનપુરઃ રાજ્યભરમાં આ વર્ષે નવી શિક્ષણ નીતિના અમલ સાથે જ પાઠ્ય-પુસ્તકોમાં કેટલાક પ્રરણો ઉમેરવામાં આવ્યા છે. તો કેટલાક પ્રકરણો રદ કરવામાં આવ્યા છે. એટલે ધોરણ 6થી12માં નવા પાઠ્ય પુસ્તકો અમલમાં આવ્યા છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ પુરતા પાઠ્ય-પુસ્તકો ફાળવવામાં ન આવતા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 9 થી 12ના મહત્વના […]

ગુજરાતમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધો.6થી 12માં માસવાર સિલેબર્સ નક્કી કરાયો

ગાંધીનગરઃ રાજ્યમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વાર્ષિક અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ-9થી 12 શાળાઓમાં વાર્ષિક અભ્યાસક્રમ નિયત કરેલા સમય મર્યાદામાં પૂર્ણ થાય. તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા માસવાર અને સાયન્સના વિષયોનું આયોજન કરીને શાળાઓને મોકલવામાં આવ્યું છે. ઉપરાંત પ્રિલિમરી અને દ્વિતિય પરીક્ષા ક્યારે લેવાનું […]

ગુજરાત યુનિવર્સિટીના ખાસ પદવીદાન સમારોહમાં 13,892 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં સોમવારે ખાસ પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં અલગ અલગ વિદ્યાશાખાના 13,892 વિદ્યાર્થીને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાશુ પંડ્યાની ટર્મ આગામી 30મી  જૂને પુરી થઈ રહી હોવાથી  તેમણે અંતિમ પદવીદાન સમારોહમાં હાજરી આપી હતી અનેઆ પ્રસંગે તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન થયેલા અનુભવ પણ વર્ણવ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીમાં આગામી સોમવારે […]

ભાવનગરની MK યુનિ.માં નવી શિક્ષણ નીતિ લાગુ કરવા સામે અનેક પડકારો અને સમસ્યાઓ

ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.માં ચાલુ શૈક્ષણિક સત્રથી નવી શિક્ષણ નીતિ અંતર્ગત અભ્યાસક્રમો લાગુ કરવા સામે અનેક પડકારો અને સમસ્યાઓ ઊભી થઈ છે.  ખાસ તો અંગ્રેજી માધ્યમને ધ્યાને લઇને યુનિ. કક્ષાએથી તમામ અભ્યાસક્રમોનું અંગ્રેજી વર્ઝન તૈયાર કરવાનું થશે યુનિ.માં નવી શિક્ષણ નીતિ અમલ થાય એટલે અંગ્રેજી માધ્યમને ધ્યાને લઇને યુનિ. કક્ષાએથી તમામ અભ્યાસક્રમોનું અંગ્રેજી વર્ઝન […]

માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા એનઆઇએમસીજે ખાતે પત્રકારોની ભાષા સજ્જતાની કાર્યશાળા યોજાઈ

અમદાવાદ: માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના ઉપક્રમે પત્રકારો માટે ભાષા સજ્જતાનો કાર્યક્રમ એનઆઈએમસીજે કૉલેજ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૨૮ પત્રકાર, અનુવાદક, કવિ, લેખક, બ્લૉગર પ્રત્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે સાત પત્રકારો ઑનલાઇન ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે વિશ્વ સંવાદ એજયુકેશન ફાઉંડેશનના મેનેજિંગ ટ્રસ્ટી પ્રદીપ જૈને સ્વાગત ઉદ્બોધન કર્યું હતું. શ્રી જયવંત પંડ્યાએ પત્રકારો માટે બનેલા મા.ગૌ.પ્ર. […]

વેરાવળની ખાનગી સ્કૂલમાં નાસ્તો કર્યા બાદ 50 બાળકોને ફુડપોઈઝનિંગ થતાં હોસ્પિટલ ખસેડાયાં

વેરાવળઃ  શહેર નજીક આવેલી ખાનગી સ્કૂલના 50 જેટલા બાળકોને બપોરે નાસ્તો કર્યા બાદ  ફૂડ પોઇઝનિંગ થતાં બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા પડ્યા છે. ત્યારે આ ઘટનાને પગલે દોડધામ મચી ગઈ હતી. અને બાળકોના વાલીઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. વેરાવળ નજીક આવેલી ખાનગી સ્કૂલમાં વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ થતાં આ ઘટનાને પગલે દોડધામ મચી ગઈ હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code