1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદની શાળાઓમાં શિક્ષકોને શિક્ષણ કાર્ય દરમિયાન મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ
અમદાવાદની શાળાઓમાં શિક્ષકોને  શિક્ષણ કાર્ય દરમિયાન મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ

અમદાવાદની શાળાઓમાં શિક્ષકોને શિક્ષણ કાર્ય દરમિયાન મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ

0
Social Share

અમદાવાદઃ શહેરની સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય દરમિયાન કેટલાક શિક્ષકો મોબાઈલફોન પર વાતચિત અથવા તો વોટ્સઅપ પર સતત જોડાયેલા રહેતા હોય તેથી શિક્ષણકાર્ય પર પુરતું ધ્યાન આપી શકતા નથી. આવી ફરિયાદો જિલ્લા સિક્ષણાધિકારી (ડીઈઓ)ને મળતા તેમણે એક પરિપત્ર કરીને શિક્ષકોને શિક્ષણ કાર્ય દરમિયાન મોબાઈલ ફોનના ઉપયાગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

અમદાવાદની ડીઈઓ કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ શાળાના સમય દરમિયાન શિક્ષકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હોવાની DEO કચેરીને રજૂઆત મળી હતી. જેને લઈને DEOએ તાત્કાલિક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં શાળાના સમયમાં શિક્ષણકાર્ય ચાલુ હોય ત્યારે શિક્ષકોના મોબાઈલ ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શિક્ષકો શૈક્ષણિક અને વહીવટી કામ માટે મોબાઇલનો ઉપયોગ કરી શકશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, DEO કચેરીએ આવતા વાલી અને સામાજિક અગ્રણીઓએ ફરિયાદ કરી હતી કે, કેટલીક સ્કૂલોમાં શિક્ષણકાર્ય દરમિયાન શિક્ષકો દ્વારા બિનજરૂરી મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેથી સૂચના આપી છે કે, શિક્ષણકાર્ય અને વહીવટી કાર્ય માટે મોબાઇલનો ઉપયોગ જરૂરી છે. રાજ્યકક્ષાએ કોઈ કામ સોંપ્યું હોય તો તે માટે પણ મોબાઇલનો ઉપયોગ જરૂરી છે. પરંતુ બિનજરૂરી શિક્ષણકાર્ય દરમિયાન મોબાઇલનો ઉપયોગ કરવો યોગ્ય નથી. કારણ કે, તેના કારણે શિક્ષણકાર્ય પર અસર પડશે.

ડીઈઓ કચેરીએ જારી કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, શિક્ષકો શૈક્ષણિક કલાકોમાં મોબાઇલનો ઉપયોગ માત્ર શિક્ષણકાર્ય માટે જ કરી શકાશે. સ્કૂલના આચાર્ય દ્વારા આ અંગે તકેદારી રાખવાની રહેશે. મોબાઈલ ફોન આચાર્ય લોક એન્ડ કીમાં રાખી શકાશે. કોઈની સ્વતંત્રતા છિનવવાનો ઉદેશ નથી. રિસેસ દરમિયાન શિક્ષકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકશે. આ કરવાથી વિદ્યાર્થીનું શિક્ષણ સારું થશે. વહીવટી કાર્યમાં એકમ કસોટીના માર્ક વગેરે સહિતના કાર્ય કરવાના રહેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code