Homeગુજરાતીગુજરાતઅમદાવાદમાં કાળુપુર વિસ્તારમાં ફટાકડાની 30 દુકાનો મ્યુનિએ સીલ કરી

અમદાવાદમાં કાળુપુર વિસ્તારમાં ફટાકડાની 30 દુકાનો મ્યુનિએ સીલ કરી

 અમદાવાદ, 1 ઓક્ટોબર, 2026 :  AMC seals 30 cracker shops in Kalupur area દિવાળીના તહેવારોને એક મહિનાથી વધુ સમય બાકી છે. ત્યારે શહેરના કાળુપુર વિસ્તારમાં ફટાકડાની દુકાનોમાં વેચાણ શરૂ થતાં જ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જરૂરી પરવાનગી મેળવી છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે. અને 30 જેટલી ફટાકડાની દુકાનોને સીલ મારીને ફટાકડાના વેચાણ માટેની પરવાનગી અને બીયુ પરમિશન સંદર્ભે નોટિસ આપી અને ખુલાસો માંગવામાં આવ્યો છે. મ્યુનિ.કોર્પોરેશનના મધ્યઝોનના એસ્ટેટ વિભાગની કાર્યવાહીથી ફટાકડાના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

શહેરના કાલુપુર દરવાજા પાસે આવેલી 30 જેટલી ફટાકડાની દુકાનોને એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા સીલ મારી દેવામાં આવ્યુ છે. ફટાકડાના વેચાણ માટેની પરવાનગી અને બીયુ પરમિશન સંદર્ભે નોટિસ આપી અને ખુલાસો માંગવામાં આવ્યો છે. જ્યાં સુધી પુરાવા રજુ નહીં કરવામાં આવે ત્યાં સુધી ફટાકડાની દુકાનોને એએમસી દ્વારા સીલ રાખવામાં આવશે.

મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટે જણાવ્યું હતું કે, કાલુપુર દરવાજાથી કાલુપુર ટાવર તરફ કેટલીક ફટાકડાની દુકાનો આવેલી છે, જે દુકાનો બાબતે ફરિયાદ મળતાની સાથે જ એએમસીના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારીઓની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી.

એસ્ટેટ વિભાગના અધિકારીઓ દ્વારા કાળુપુરમાં ફટાકડાની અંદાજિત 30 દુકાનમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં તેમની પાસે BU પરમિશન, ફાયર NOC, એક્સપ્લોઝિવનું સર્ટિફિકેટ અને પોલીસ પરવાનગી સહિતની વિગતો માંગવામાં આવી હતી. જેમાં દુકાનો પાસે પૂરતા પ્રમાણમાં પુરાવા ન હોવાને લઈને 30 જેટલી દુકાનોને એસ્ટેટ વિભાગ દ્વારા હાલમાં સીલ મારવામાં આવી છે. તમામ દુકાનદારોને નોટિસ આપી ત્રણ દિવસમાં ખુલાસો આપવા જણાવવામાં આવ્યું છે. જ્યાં સુધી ફટાકડાની દુકાનના મંજૂરી માટેના પુરાવા રજુ નહીં કરવામાં આવે ત્યાં સુધી દુકાનો ખોલવામાં આવશે નહીં.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular