Homeગુજરાતીગુજરાતગુજરાતમાં કપાસ 69.13 લાખ ગાંસડી અને મગફળીનું ઉત્પાદન 50.33 લાખ ટન થવાનો...

ગુજરાતમાં કપાસ 69.13 લાખ ગાંસડી અને મગફળીનું ઉત્પાદન 50.33 લાખ ટન થવાનો અંદાજ

રાજકોટ, 3 ઓક્ટોબર, 2026 : Cotton and groundnut production estimate ગુજરાતમાં આ વર્ષે સીઝનનો સરેરાશ વરસાદ 89.19 ટકા જ પડ્યો છે. એટલે ગત વર્ષ કરતા ઓછો વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક તાલુકામાં દૂષ્કાળ જેવી સ્થિતિ છે. આમ છતાંયે રાજ્યમાં ખરીફ પાકનું ઉત્પાદન મબલખ થાય એવા ઉજળા સંજોગો છે. કૃષિ વિભાગના અંદાજ મુજબ, રાજ્યમાં મગફળીનું ઉત્પાદન 50.33 લાખ ટન, કપાસનું 69.13 લાખ ગાંસડી અને ચોખાનું 22.49 લાખ ટન થવાનો અંદાજ છે. સપ્ટેમ્બરમાં અનુકૂળ વરસાદથી પાક સુધર્યો છે. સોયાબીન 5.19 લાખ ટન જ્યારે અનાજનું ઉત્પાદન 30.83 લાખ ટન થવાનો અંદાજ છે, જે ગત વર્ષ કરતાં 20% વધુ છે.

ગુજરાતમાં આ વર્ષે પુરતો વરસાદ પડ્યો ન હોવા છતાંયે સિંચાઈની સુવિધાને લીધે ફરીફ પાકનું મબલખ ઉત્પાદન થવાની ધારણા છે. ખરીફ (ચોમાસુ) ઋતુના બે મુખ્ય કૃષિપાકમાં મગફળીનું ઉત્પાદન આ વર્ષે ૫૦.૩૩ લાખ ટન થવાનો એટલે કે સતત ત્રીજા વર્ષે ૫૦ લાખ ટનથી વધારે ઉત્પાદનનો અંદાજ અપાયો છે. જ્યારે કપાસનું ઉત્પાદનમાં ગત વર્ષથી ૧૧.૬૦ ગાંસડીના વધારા સાથે ઉત્પાદન ૬૯.૧૩ લાખ ગાંસડી થશે. ચોખા સહિત અનાજનું ખરીફ ઉત્પાદન ગત સારા વર્ષ કરતા પણ વધશે.
રાજ્યમાં આ વર્ષે ખાસ કરીને જૂન અને ઓગષ્ટ માસમાં વરસાદમાં મોટી ખાધ પડી હતી. ચાર માસમાં સૌરાષ્ટ્રમાં ૨૩ ટકા સહિત રાજ્યમાં એકંદરે ૧૦ ટકા વરસાદી ખાધ રહી છે. પરંતુ, સપ્ટેમ્બરમાં કૃષિને અનુકૂળ આવે તેવો એક-બે ઈંચ વરસાદ વરસતા રહેતા કૃષિ પાકના ઉત્પાદનનું ચિત્ર સુધર્યું છે. મગફળી,કપાસ ઉપરાંત ચોખાનું ૨૨.૪૯ લાખ ટનના અંદાજ સાથે ઉત્પાદન જળવાઈ રહેશે જ્યારે સોયાબીનમાં ગત વર્ષ કરતા પણ ઉત્પાદનમાં ૪૨ હજાર ટનનો નોંધપાત્ર વધારા સાથે આ વર્ષે ૫.૧૯ લાખ ટન સોયાબીન પાકશે. જ્યારે કઠોળનું ૫.૨૪ લાખ ટન સામે આ વર્ષે ૪.૫૫ લાખ ટનનો અંદાજ છે. પરંતુ, ચોખા, જુવાર, બાજરી, મકાઈ સહિત અનાજનું ખરીફ ઉત્પાદન ગત વર્ષે ૨૫.૬૫ લાખ ટનમાં આ વર્ષે ૨૦ ટકા જેવા વધારા સાથે ૩૦.૮૩ લાખ ટન થવાનો અંદાજ છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular