આણંદ, 3 ઓક્ટોબર, 2026 : Protest against changing the name of Prapti Circle શહેરમાં 80 ફુટ રોડના જોડતા ચાર રસ્તા પર 9 વર્ષ પહેલા બનાવાયેલું પ્રાપ્તિ સર્કલ તોડીને 17 લાખના ખર્ચે નવું સર્કલ બનાવીને સેવા જ્યોતિ સર્કલ નામ અપાતા મ્યુનિના અણઘડ વહિવટ સામે શહેરીજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આણંદ શહેરમાં 9 વર્ષ જૂના પ્રાપ્તિ સર્કલ હવે સેવા જ્યોતિ સર્કલના નામે ઓળખાશે, જાણીતા બની ગયેલા સર્કલનું નામ બદલી 17 લાખનો ધૂમાડો કરાતા નાગરિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. નગરજનોના કહેવા મુજબ શહેરમાં એક ગરબા ગૃપના ટ્રસ્ટીઓ 2015માં કાઉન્સિલર તરીકે હતા.ત્યારે 2017માં નવા બનેલા રાજપથ માર્ગ પર 80 ફૂટ રોડને જોડતી ચોકડી નવું સર્કલ તૈયાર થઇ રહ્યું હતું. ત્યારે ગરબાગૃપના રાજકીય આગેવાના દ્વારા તે સર્કલનું નામ ગરબા ગાયક કલાકાર પ્રાપ્તિ મહેતાનું નામ અપાયું હતું. જાણીતા ગરબા ગૃપમાંથી પ્રાપ્તિ મહેતા છુટા પડીને અલગ ગૃપ સાથે જોડાયા હતા. તેનો દ્રેશભાવ રાખીને સર્કલને સુોશભિત કરવાના હેતુથી તોડવા રજૂઆત કરી હતી. નવારૂપ રંગ આપવાની સાથે સર્કલમાંથી પ્રાપ્તિ મહેતાનું નામ હટાવીને સેવા જ્યોતિ સર્કલ નામ અપતા રાજકીય વિવાદ ઉભો થયો છે.આમ રાજકીય નેતાઓના અહમ અને ટકરાવના કારણે સર્કલને રીનોવેશન કરીને નવું નામ આપી 17 લાખનો વેડફાટ કરાઈ રહ્યો હોવાનું કહેવાય છે.
નગરજનોના કહેવા મુજબ વર્ષ 2017માં પ્રાપ્તિ સર્કલ નામ આપવા માટે પાલિકામાં ઠરાવ કર્યો હતો, 9 વર્ષથી સર્કલ નામ જાણીતું થઇ ગયું છે. ત્યારે રાજકીય નેતાઓની ખેંચતાણમાં સર્કલનું નામ બદલું યોગ્ય નથી.


