ગાંધીનગર, 3 ઑક્ટોબર, 2026 – Gujarat and Maharashtra Commerce Association યુનિવર્સિટી કોમર્સ એન્ડ મેનેજમેન્ટ ટીચર્સ એસોસિએશન ગુજરાત રાજ્ય અને કૉમર્સ એન્ડ મેનેજમેન્ટ ટીચર્સ એસોસિએશન મુંબઈની પાંચમી સંયુક્ત ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ગાંધીનગર ચેરીટેબલ ટ્રસ્ટ સમર્પણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા આયોજન કરવામાં આવ્યું.
કોન્ફરન્સનો મુખ્ય વિષય સિલ્ક રૂટ્સ ટુ ડિઝીટલ રૂટ્સ: સસ્ટેનેબિલિટી, ઇનોવેશન એન્ડ ધ ટ્રાન્સફોર્મેશન ઑફ બિઝનેસ એન્ડ કલ્ચર છે, જેના ઉપર સમગ્ર દેશમાંથી ૨૦૦થી વધારે શિક્ષણવિદ અને શોધ છાત્ર ઉપસ્થિત રહ્યા. દીપ પ્રાગત્ય અને પ્રકૃતિ તુલસી પૂજન બાદ કોલેજના આચાર્ય ડૉ આશિષ જનકરાય દવેએ સ્વાગત ઉદબોધનમાં જણાવ્યું કે પરસ્પર સહકારથી જ વિકાસ સંભવી શકે છે અને ટકાઉ અને સર્વાંગી વિકાસ રાષ્ટ્રના નિર્માણ માટે અતિ આવશ્યક છે.

અધ્યક્ષ સ્થાનેથી સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટીશ્રીએ અધ્યક્ષીય ઉદબોધનમાં શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે માત્ર વાતો કરવાથી કામ નહીં ચાલે ચોક્કસ નક્કર દિશામાં પૂર્વગ્રહ અને અંધશ્રધ્ધા છોડી કામ કરવું પડશે. માનવીય મૂલ્યના મહત્ત્વ પર ભાર મૂકવા જણાવ્યું.
UCMTA ગુજરાતના સ્થાપક પ્રમુખ ગુજરાત યુનિવર્સિટીના પુર્વ કુલપતિશ્રી પ્રોફેસર એસ.બી. વોરાએ પોતાના ઉદબોધનમાં પુરાતન વ્યવસ્થા અને વર્તમાન વ્યવસ્થાના સમન્વય પર ભાર મૂકવા જણાવ્યું.
CMTAM મહારાષ્ટ્રના પ્રેસિડેન્ટ પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. બી. બી. તાયવડેએ બંને એસોસિએશન અને ઇન્ડિયન કોમર્સ એસોસિએશન શિક્ષણ અને સંશોધન પર થતી કામગીરીથી અવગત કર્યા. બીજ વક્તવ્યમાં જૈમિન વસા ફાઉન્ડેશન ના સ્થાપક ડૉ. જૈમિન વસા એ નવચાર માટે હંમેશા સહકાર માટે હાકલ કરી હતી.
ત્યારબાદ ગ્રાન્ડ મંથન: વિકસિતભારત@૨૦૪૭ દરમિયાન હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કુલપતિ પ્રોફેસર કે.સી. પોરિયા અને ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ટી એસ. જોષીએ દ્વારા સુંદર સંવાદ દ્વારા પ્રતિભાગીઓની જીજ્ઞાશાનું સમાધાન કરવામાં આવ્યું. કુલ દસ ઑફલાઇન ટ્રેક અને ત્રણ ઓનલાઈન ટ્રેકમાં ૧૩૦ પેપર રજુ થયા જે GAP GYAN અને GAP BHASHA PEER REVIEW JOURNALમાં પ્રકાશિત થયા.


