1. Home
  2. ગુજરાતી
  3. 150 રન ન બનાવી શકી ટીમ ઈન્ડિયા, T20 સિરીઝ,પ્રથમ મેચમાં વેસ્ટઈન્ડિઝ સામે 4 રનથી હાર
150 રન ન બનાવી શકી ટીમ ઈન્ડિયા, T20 સિરીઝ,પ્રથમ મેચમાં વેસ્ટઈન્ડિઝ સામે 4 રનથી હાર

150 રન ન બનાવી શકી ટીમ ઈન્ડિયા, T20 સિરીઝ,પ્રથમ મેચમાં વેસ્ટઈન્ડિઝ સામે 4 રનથી હાર

0
Social Share

ત્રિનિદાદઃ ટીમ ઈન્ડિયાને T20 સિરીઝની પ્રથમ મેચમાં વેસ્ટઈન્ડિઝ સામે 4 રને હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમ તેની 200મી T20 મેચ રમી રહી હતી. આ જીત સાથે જ યજમાન ટીમે 5 મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. શ્રેણીની આગામી મેચ 6 ઑગસ્ટે ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાશે.

ટેસ્ટ અને વનડેમાં હાર સાથે શ્રેણીની શરૂઆત કરનારી વેસ્ટ ઈન્ડિઝે (West Indies) આખરે T20 શ્રેણીમાં જીત સાથે શરૂઆત કરી છે. ત્રિનિદાદમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં બંને ટીમોના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા અને સારી શરૂઆતનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા હતા. ટીમ ઈન્ડિયા  (India) વેસ્ટ ઈન્ડિઝના માત્ર 150 રનના ટાર્ગેટને હાંસલ કરી શકી નહીં અને 4 રનથી પરાજ્ય થયો હતો.

યુવા બેટ્સમેન તિલક વર્માએ ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ રન બનાવ્યા હતા, પરંતુ વેસ્ટ ઈન્ડિઝની બોલિંગ સામે બાકીના બેટ્સમેનો ટકી શક્ય નહીં. હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં T20 ક્રિકેટમાં ભારતની આ ત્રીજી હાર છે. ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોના કહરબ શોર્ટ સિલેક્શનના કારણે ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ બાદ ટીમના કેપ્ટન હાર્દિક પંડયાએ કહ્યું હતું કે, અમે યંગ ટીમ છીએ, યંગ ખેલાડીઓથી અમુક ભૂલો થઈ છે, જે સુધારવા અમે પ્રયત્ન કરીશું.

પોર્ટ ઓફ સ્પેનમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા વેસ્ટઈન્ડિઝે 20 ઓવરમાં 6 વિકેટે 149 રન બનાવ્યા હતા. 150 રનના ટાર્ગેટને ચેઝ કરતા તે 20 ઓવરમાં 8 વિકેટે 145 રન બનાવી શકી હતી. 150 રનના સ્કોરને ચેઝ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ધીમી રહી હતી. ટીમે 28 રનમાં પોતાના ઓપનરોની વિકેટ ગુમાવી દીધી હતી. પાવરપ્લેમાં ભારતે બે વિકેટે 45 રન બનાવ્યા હતા. શુભમન ગિલ 3 અને ઈશાન કિશન 6 રન બનાવીને આઉટ થયા હતા.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 149 રન બનાવ્યા હતા. કેપ્ટન રોવમેન પોવેલે સૌથી વધુ 48 રન બનાવ્યા હતા જ્યારે નિકોલસ પૂરને 41 રન બનાવ્યા હતા. લેફ્ટ આર્મ પેસર અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલે 2-2 વિકેટ લીધી હતી. કેપ્ટન હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવને એક-એક વિકેટ મળી હતી.

પ્રથમ T20માં, વિન્ડીઝે ઝડપી શરૂઆત કરી. ટીમે પ્રથમ 6 ઓવરમાં 2 વિકેટે 54 રન બનાવ્યા હતા, જોકે ટીમે ઓપનરોની વિકેટ પણ ગુમાવી દીધી છે. મેયર્સ અન્ય કિંગ 28 રન બનાવીને આઉટ થયો હતો. ચહલે બંનેને આઉટ કર્યા હતા. મિડલ ઓર્ડર બેટર તિલક વર્મા અને ફાસ્ટ બોલર મુકેશ કુમારે મેચની શરૂઆત પહેલા તેમની ડેબ્યૂ કેપ્સ મેળવી હતી. તિલક ભારત તરફથી પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મેચ રમશે. બીજી તરફ, મુકેશે વેસ્ટઈન્ડિઝના પ્રવાસ પર જ ભારત માટે ટેસ્ટ અને ODI ડેબ્યૂ કર્યું છે, હવે તે પ્રથમ વખત T20 ઈન્ટરનેશનલ રમશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code