1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

ગુજરાત યુનિવર્સિટીના કોમર્સ સહિત વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે 36000થી વધુ રજિસ્ટ્રેશન

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોમર્સ, બીબીએ-બીસીએ સહિતના પાંચ કોર્સમાં પ્રવેશ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાના છેલ્લો દિવસ સુધીમાં અંદાજે 36 હજાર વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવી લીધું છે. જે વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાના રહી ગયા હતા તેઓને મેસેજ કરીને પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના અપાઈ હતી. મુદત વધાર્યા પછી પણ ગત વર્ષ કરતાં ઓછું રજિસ્ટ્રેશન થાય તેવી સ્થિતિ જોવા […]

નવી શિક્ષણ નીતિના અમલ પહેલા ગ્રાન્ટેડ કોલેજોમાં આચાર્યની 150 અને નોનો ટીચિંગની 1500 જગ્યા ભરો

અમદાવાદઃ  રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અનુસંધાને શિક્ષણ વિભાગ દ્વારા યુજીસી મલ્ટિ ડિસિપ્લિનરી શૈક્ષણિક ક્રેડિટ સિસ્ટમ તૈયાર કરવામાં આવેલા ડ્રાફ્ટમાં ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ દ્વારા કેટલાક સૂચનો ઉચ્ચ શિક્ષણ વિભાગને કરવામાં આવ્યા છે. સાથે એવી પણ માગણી કરવામાં આવી છે. કે, ગ્રાન્ડેટ કોલેજોમાં 150 જેયલી આચાર્યોની જગ્યાઓ ખાલી છે. તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓની 1500 કરતા વધુ જગ્યાઓ […]

ગુજરાતમાં વાવાઝોડાને લીધે અમદાવાદ સહિત 11 જિલ્લામાં શુક્રવારે શાળાઓ બંધ રહેશે

અમદાવાદઃ ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ગુરૂવારે સાંજે વાવાઝોડું ટકરાયા બાદ લેન્ડફોલ પ્રકિયા શરૂ થતાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આવતી કાલે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આથી સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા રાજ્યની અનેક સ્કૂલ બંધ કરવા આદેશ કરવામાં આવ્યો છે. રાજ્યમાં અમદાવાદ શહેર જિલ્લા સહિત 11 જિલ્લાઓમાં શાળાઓ કાલે શુક્રવારે બંધ […]

ધોરણ 1માં પ્રવેશ લેનારા બાળકોની સંખ્યામાં 60 ટકાનો ઘટાડો, ઉંમરમાં છૂટછાટ આપો, શાળાસંચાલકો

અમદાવાદઃ ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવમાં ભૂલકાઓને ધોરણ-1માં પ્રવેશ રંગેચંગે અપાયો હતો. આ વર્ષે નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ-1માં જે બાળકના 6 વર્ષ પૂર્ણ થયા હોય તેમને જ પ્રવેશ આપવામાં આવે છે. તેના લીધે આ વર્ષે પ્રવેશ લેનારા બાળકોની સંખ્યામાં 60 ટકાનો ઘટાડો થયો છે. શાળાઓમાં ધોરણ 1માં પ્રવેશ મેળવવા માટે 31 મે, સુધી બાળકની ઉંમર 6 […]

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો

ગાંધીનગરઃ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષામાં જે વિદ્યાર્થી એક કે બે વિષયમાં નાપાસ થયેલા હોય તેવા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા આગામી તા. 10મી જુલાઈથી લેવાનો નિર્ણય કરાયો છે, શિક્ષણ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ […]

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા 15મી જુને લેવાનારી પ્રેક્ટિકલ પરીક્ષા રદ્દ

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં  આગામી 15મી જૂનથી તમામ ઝોનની કોલેજોમાં શરૂ થનારી થિયરીની પરીક્ષા પણ મોકુફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. રાજયમાં હાલમાં બિપરજોય વાવાઝોડાના પગલે અનેક શહેરોમાં ભારે વરસાદ અને ભારે પવન ફુંકાય રહ્યો છે. રાજ્યના હવામાન ખાતાએ આપેલી ચેતવણીને પગલે રાજય સરકાર દ્વારા સાવચેતિના અનેક પગલાં લેવાયા છે. સરકારના તમામ વિભાગોને […]

MBBS પ્રવેશ માટે લેવાતી નીટમાં ધોરણ 12 સાયન્સના 50 ટકા ‘માર્ક્સની મર્યાદા દૂર કરાઈ

અમદાવાદઃ એમબીબીએસના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ધોરણ-12 સાયન્સ અને નીટના મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવે છે. હવે મેડિકલમાં પ્રવેશ માટેની નિયમોમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ આંશિક ફેરફાર કર્યો છે. દેશમાં તબીબી અભ્યાસક્રમમાં થયેલા ફેરફારમાં હવે નેશનલ મેડીકલ કાઉન્સિલએ તા.2 જૂનના નોટીફીકેશનમાં એમબીબીએસમાં પ્રવેશ માટે ધો.12માં ઓછામાં ઓછા 50% માર્કસની જોગવાઈ તે દુર કરવામાં આવી છે, અને […]

ગુજરાતમાં બે દિવસીય શાળા પ્રવેશોત્સવનો રંગેચેગે પ્રારંભ, અંદાજે 12,70 લાખ બાળકોનું નામાંકન કરાશે

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્ય મંત્રી  ભૂપેન્દ્ર પટેલ રાજ્યવ્યાપી બે દિવસીય શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાની ગોલથરા પ્રાથમિક શાળાની ઓચિંતી મૂલાકાતે પહોંચ્યા હતા. સમગ્ર રાજ્યમાં તા.12 અને 13 ના દિવસો દરમિયાન યોજાઇ રહેલા શાળા પ્રવેશોત્સવ અન્વયે ભૂપેન્દ્ર પટેલ આ ગોલથરા પ્રાથમિક શાળાના શાળા પ્રવેશોત્સવમાં કોઇ જ પૂર્વનિર્ધારીત કાર્યક્રમ સિવાય પહોંચી ગયા હતા.  મુખ્યમંત્રીને શાળામાં […]

વાવાઝોડાની દહેશતને લીધે રાજકોટ શહેર- જિલ્લામાં 14 અને 15મીએ શાળા- કોલેજોમાં રજા

રાજકોટઃ વાવઝોડાની સંભવિત આપત્તિને પગલે રાજકોટ શહેર અને જિલ્લામાં પણ 14મી અને 15મી જૂને શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પ્રભારી મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. રાજ્યના કૃષિમંત્રી અને જિલ્લાના પ્રભારી રાઘવજી પટેલે જિલ્લા કલેકટર કચેરી ખાતે  સંકલન સમિતિની બેઠક યોજી હતી. રાજકોટ જિલ્લા […]

કોઈ પણ સમાજ, વ્યક્તિ કે દેશના વિકાસ માટે શિક્ષણ અનિવાર્ય: મંત્રી બળવંતસિંહ રાજપૂત

અમદાવાદઃ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૩ અંતર્ગત અરવલ્લી જિલ્લાના  વજાપુર, સિલાદ્રિ અને બોલુન્દ્રા પ્રાથમિક શાળા ખાતે માન. મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને ભૂલકાઓનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. ત્રણ શાળાઓમાં 45 જેટલાં બાળકોને સ્કૂલ બેગ કીટ અને વિતરણ કરવામાં આવ્યું. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણથી બુદ્ધિ અને જીવનનું ઘડતર થાય છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code