1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

રાજયમાં 12 જૂનથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ, 9.77 લાખ વિદ્યાર્થીઓને બાલવાટિકામાં પ્રવેશ અપાશે

અમદાવાદઃ રાજ્યના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ-2003થી ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન વધારવા શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવની ૧૮ મી શૃંખલા આગામી તા. ૧૨ થી ૧૪ જૂન-ર૦ર૩ દરમ્યાન યોજાશે. રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો, સાંસદો, ધારાસભ્યો, પદાધિકારીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં […]

અમદાવાદની C.U શાહ કેમ્પસની કોલેજોને સ્ટુડન્ટ્સ ન ફાળવવા સામે અધ્યાપક મંડળનો વિરોધ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સી.યુ.શાહ કોલેજના સંચાલકોએ કોલેજોના મકાનોની મરામત કરવાની હોવાથી આ વર્ષે વિદ્યાર્થીઓ ન ફાળવવા યુનિ.ના સત્તાધિશોને રજુઆત કરી હતી. આથી સી.યુ શાહ કેમ્પસમાં ચાલતી ચાર કોલેજોમાં ચાલુ વર્ષે વિદ્યાર્થી નહીં ફાળવવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણય સામે ગુજરાત યુનિવર્સિટી વિસ્તાર અધ્યાપક મંડળ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો છે. અધ્યાપકોએ કૂલપતિને મળીને રજુઆત કરી […]

કોંગ્રેસ દ્વારા ધો.12 પછીના વિવિધ અભ્યાસક્રમની માહિતી આપતું પુસ્તક પ્રકાશિત કરાયું

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસ દ્વારા છેલ્લા 17 વર્ષથી ધોરણ 12 ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓને ઉપયોગી બને તે માટે કારકિર્દી માર્ગદર્શન પુસ્તિકા પ્રકાશિત કરવામાં આવે છે. આ પુસ્તિકા તૈયાર કરવાનો તમામ શ્રેય પ્રદેશના પ્રવક્તા અને શિક્ષણવિદ ડો. મનીષ દોશીને જાય છે. અને તેમના સહયોગથી આ વખતે સતત અઢારમાં વર્ષે  પણ કારકીર્દીના ઉંબરે ધો.12 પછી શું કારકીર્દી માર્ગદર્શક પુસ્તકનું […]

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન સાયન્સ કોલેજોમાં 3750 બેઠકો સામે માત્ર 1361 ફોર્મ જ ભરાયાં

ભાવનગરઃ વર્ષો પહેલા વિજ્ઞાન કોલેજોનો એક જમાનો હતો. હવે એન્જિનિયરિંગ, ફાર્મસી સહિત પેરા મેડિકલ સહિતની કોલેજોની સંખ્યામાં વધારો થતાં વિજ્ઞાનની કોલેજોમાં પ્રવેશનો ક્રેઝ ઘટી ગયો છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.ની સાયન્સ કોલેજોમાં પ્રવેશની પ્રક્રિયા માટે આજે તા.23 મેને મંગળવાર અંતિમ દિવસ હતો. ત્યારે સાયન્સ કોલેજોમાં પ્રવેશ માટે કોઇ ધસારો જોવા મળ્યો નથી. યુનિ. સંલગ્ન કોલેજોમાં […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સેનેટની ચૂંટણી પહેલા સંલગ્ન કોલેજો પાસેથી સ્ટાફની વિગતો મંગાવી

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટની મુદત તો ક્યારની પુર્ણ થઈ ગઈ છે.હવે સેનેટની ચૂંટણી યોજવાના ચક્રો ગતિમાન થયા છે. સેનેટની ચૂંટણી માટે ઘણા દાવેદારો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સેનેટની ચૂંટણીની તૈયારી શરૂ કરી હોય એમ સંલગ્ન કોલેજોના આચાર્યોને પરિપત્ર મોકલી ટીચિંગ સ્ટાફની વિગતો આગામી તારીખ 31 મે સુધીમાં મોકલી આપવા […]

જુનિયર અને સિનિયર કેજીના વર્ગો માટે હવે શિક્ષણ વિભાગમાં ફરજિયાત નોંધણી કરાવવી પડશે

અમદાવાદઃ ગુજરાતમાં નવા શૈક્ષણિક વર્ષથી નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ થઈ જશે, જેમાં આ વર્ષથી 6 વર્ષ પૂર્ણ કર્યા હશે તેવા બાળકોને જ ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે. સરકારના આ નિર્ણય સામે વાલીઓમાં વિરોધ પણ ઊઠ્યો હતો.પણ સરકારે પ્રાથમિક શાળાઓમાં 7 વર્ષથી નાના બાળકો માટે બાળવાટિકા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. દરમિયાન અમદાવાદ સહિત શહેરોમાં જુનિયર […]

ગુજરાતઃ ધો-10ની બોર્ડની પરીક્ષાનું 25મી મેના રોજ પરિણામ જાહેર કરાશે

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવાયેલી ધો-10ની પરીક્ષાનું પરિણામ તા. 25મી મેના રોજ સવારે 8 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ શિક્ષણ બોર્ડની વેબસાઈટ ઉપર પરિણામ જોઈ શકશે. વિદ્યાર્થીઓ વેબસાઈટ ઉપર વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. ધો-12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ જાહેર થયાં ધો-10ના પરીક્ષાર્થીઓ અને […]

ગુજરાતમાં અન્ય બોર્ડના વિદ્યાર્થીઓને ધો.11માં પ્રવેશ બાદ યોગ્યતા સર્ટી ફરજિયાત

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર થયાં બાદ ધોરણ 11માં પ્રવેશની કામગીરી શરૂ કરવામાં આવશે. જ્યારે શિક્ષણ વિભાગે ધોરણ 11માં પ્રવેશ માટે નિયમો બનાવ્યા છે. જેમાં અન્ય શિક્ષણ બોર્ડના ધોરણ-10 પાસ કરેલા વિદ્યાર્થીઓને ધોરણ-11માં પ્રવેશ આપતા પહેલાં વિદ્યાર્થીઓ પાસેથી પ્રવેશ યોગ્યતા પ્રમાણપત્ર લેવા શાળાના આચાર્યોને શિક્ષણ બોર્ડે આદેશ કર્યો છે. સૂત્રોના […]

ગુજરાત યુનિવર્સિટીમાં કોચિંગ ક્લાસ માટે ખાનગી કંપનીને ભાડે આપેલા મકાનો સામે NSUIનો વિરોધ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં અનેક ભવનો, એક્ઝિબિશન હોલ અને વિશાળ રમત-ગમત માટેના મેદાનો સહિત અનેક સુવિધાઓ વિદ્યાર્થીઓના ઉપયોગ માટે બનાવવામાં આવી છે. પરંતુ યુનિ.ના સત્તાધિશોએ વેપારી બનીને યુનિ.ની કરોડોની કિંમતની મિલ્કતો જ ભાડે આપવા લાગ્યા છે. જેમાં યુનિ. કેમ્પસમાં જ ખાનગી IELTS કોચિંગ સેન્ટર શરૂ થયા છે. આ ઉપરાંત યુનિવર્સિટીના અટલ કલાં ઇનોવેશન સેન્ટરના બિલ્ડિંગમાં ખાનગી […]

ગુજરાત સરકારની વર્ગ-3ની ભરતી પરીક્ષામાં હવે નવા નિયમો, કમ્પ્યુટર ટેસ્ટ લેવાશે નહીં

અમદાવાદ: રાજ્ય સરકારે સરકારી ભરતી માટેની પરીક્ષા વર્ગ ૩ માટે નવા નિયમો જાહેર કર્યા છે. જેમાં ઉમેદવારોએ માત્ર પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા જ આપવી પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે પહેલા જે કમ્પ્યુટર ટેસ્ટ લેવામાં આવતી હતી. હવે તે લેવામાં આવશે નહી. રાજ્ય સરકારે વર્ગ-3 ની ભરતી માટે નિયમોમાં મહત્વના સુધારા કરાયા છે. હવે વર્ગ-3ની ભરતીમાં  […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code