ગુજરાત સરકારની વર્ગ-3ની ભરતી પરીક્ષામાં હવે નવા નિયમો, કમ્પ્યુટર ટેસ્ટ લેવાશે નહીં
અમદાવાદ: રાજ્ય સરકારે સરકારી ભરતી માટેની પરીક્ષા વર્ગ ૩ માટે નવા નિયમો જાહેર કર્યા છે. જેમાં ઉમેદવારોએ માત્ર પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા જ આપવી પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે પહેલા જે કમ્પ્યુટર ટેસ્ટ લેવામાં આવતી હતી. હવે તે લેવામાં આવશે નહી.
રાજ્ય સરકારે વર્ગ-3 ની ભરતી માટે નિયમોમાં મહત્વના સુધારા કરાયા છે. હવે વર્ગ-3ની ભરતીમાં પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. આ ઉપરાંત ક્લાસ ૩ ને પણ બે ભાગમાં વેચી દેવામાં આવશે, અપર ક્લાસ-3 અને લોઅર કલાસ-3, અપર કલાસની પ્રિલિમ્સ 100 માર્કસની હશે જેમાંથી ઉમેદવારે ઓછામાં ઓછા 40 ગુણ મેળવવાના રહેશે. જ્યારે મેઈન્સમાં 300 માર્કસના 3 પેપરના આન્સર લખવા પડશે, જેનો સમય 3 કલાકનો છે. જો લોઅર કલાસ-3ની વાત કરવામાં આવે તો મુખ્ય પરીક્ષા લેવામાં આવશે નહીં. તેમજ 200 માર્કસનું પેપર હશે જે બે કલાકનું હશે. મહત્ત્વની વાત એ છે કે, ક્લાસ- 3માં કોઈ કમ્પ્યુટર ટેસ્ટ લેવામાં આવશે નહીં. જે ઉમેદવાર પ્રિલિમ પરીક્ષામાં પાસ થયેલા હશે તેમને જ મુખ્ય પરીક્ષામાં બેસવા દેવાશે. પણ અંતે નિમણુક વખતે માત્ર મુખ્ય પરીક્ષામાં મેળવેલા માર્ક્સના આધારે મેરીટ બનાવવામાં આવશે.
આમ હવે ક્લાસ-3માં પ્રિલીમ પરીક્ષા અને મુખ્ય પરીક્ષા જ લેવામાં આવશે જેના અધારે ઉમેદવારોની નિમણુક કરાશે. આસિસ્ટન્ટ જૂનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્કની ભરતી માટે નવું પરીક્ષા માળખું જાહેર કરાયું હતું. વર્ગ ત્રણ ઓફિસ આસિસ્ટન્ટ જૂનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, મુખ્ય ક્લાર્કની સંયુક્ત પરીક્ષા કરવાનું ગુજરાત સરકારનું આયોજન છે.